________________
૪૭૬
- संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ત્રીજા અને અવસર્પિણીના ચોથા ૧૯ આરામાં ૧૦૮ મોક્ષે જાય અને અવસર્પિણીના પાંચમા આરામાં વીશ મોક્ષે જાય અને બાકીના પહેલા, બીજા અને છઠ્ઠા આરામાં અને પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સંહરણથી દશ મોક્ષે જાય. [૨૭૬].
નવમા યત્ર ૧ પુરુષથી પુરુષ થઈને ૧૦૮ ૪ થી પુરુષ થઈને ૧૦ |૩ નપુંસકથી નપુંસક થઈને ૧૦ | ૨ પુરુષથી સ્ત્રી થઈને ૧૦ ૫ ગ્રીથી સ્ત્રી થઈને ૧૦ ૮ નપુંસકથી સ્ત્રી થઈને ૧૦ ૩ પુરુષથી નપુંસક થઈને ૧૦ | ગ્રીથી નપુંસક થઈને ૧૦ | નપુંસકથી પુરુષ થઈને ૧૦
અવતર– હવે સિદ્ધિગતિ આશ્રયી ઉપપાતવિરહકાળ તથા આવનાભાવને કહે છે. विरहो छमास गुरुओ, लहु समओ चवणमिह नत्थि ॥२७७॥
સંસ્કૃત છાયાविरहः षण्मासाः गुरुकः लघु समयश्च्यवनमिह नास्ति ॥२७७।। .
શબ્દાર્થ-ગાથાર્થ સુગમ છે. ll૨૭ll વિશેષાર્થ સિદ્ધિગતિમાં જઘન્યવિરહ એક સમયનો જ પડે છે. સમય પૂર્ણ થયે પુનઃ સમયે સમયે સંખ્યાબંધ જીવો મોક્ષે વહ્યા કરે છે. હવે ઉત્કૃષ્ટ વિરહકાળ કેટલા સમયનો? તે કહે છે કે છ માસનો, અર્થાત્ કોઈ કાળે કોઈ પણ જીવ મોક્ષે ન જાય એવો વિરહકાળ ઉત્કૃષ્ટથી છ માસનો પણ આવી જાય છે.
- સિદ્ધિગતિમાં ગયેલા જીવોનો ચ્યવનવિરહ હોતો જ નથી, કારણકે તેઓ શાશ્વત–સાદિઅનંત સ્થિતિવાળા હોવાથી તેમનું અવન હોઈ શકતું નથી, વળી વન-અવતરણના હેતુભૂત કર્મોને તે આત્માઓએ નિર્મૂળ કરી નાંખ્યાં છે.
दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ।
જેમ બીજ અત્યન્ત બળી ગયે છતે તેમાંથી નવા અંકુરાઓ પ્રગટ થતા નથી તેમ કમરૂપી બીજ અત્યન્ત દગ્ધ થતાં ભવરૂપી અંકુરા ઉત્પન્ન થતાં નથી.” એથી કારણભૂત કર્મ નષ્ટ થતાં, તેના કાર્યરૂપ સંસાર સ્વતઃ નષ્ટ થાય જ છે. [૨૭૭].
અવતરણ–તે પ્રમાણે મર્યાદિત કેટલી કેટલી સંખ્યાએ કેટલા કેટલા સમય યાવત મોક્ષે જતાં વિરહકાળ પ્રાપ્ત થાય ? તે કહે છે. •
૪૧૯. પરંતુ ચાલુ અવસર્પિણીના (ચોથા આરામાં ન જતાં) ત્રીજા આરાને છેડે જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઋષભદેવ સહિત ૧૦૮ જીવો મોક્ષે ગયા તે નહીં થવા યોગ્ય ઘટના અનંતકાળે થઈ તેથી તેને આશ્ચર્યરૂપે ગણી છે.
૪૨૦. ચોથા, પાંચમા આરામાં તીર્થ હોવાનું કહ્યું છે.
૪૨૧. મહાવિદેહમાં કેવલજ્ઞાન પામેલા કેવલીને જો ભરતાદિ ક્ષેત્રમાં કોઈ વૈરી દેવ લાવે, તો ત્યાંથી તે મોક્ષે જાય તે અપેક્ષાએ (આ ભરતઐરવતમાં) કોઈ પણ આરામાં મોક્ષ સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org