________________
पुरुषादि वेदथी आवेलाओनी समय सिद्धि
४७५
વિશેષાર્ય વેદ દ્વારા થતી સિદ્ધિસંખ્યાનો પ્રકાર બતાવતાં જણાવે છે કે અહીંયા વેદ દ્વારા કુલ નવ ભાંગે સિદ્ધિસંખ્યા વિચારવાની છે એટલે કે પુરુષ વેદવાળા દેવો, મનુષ્યો અને તિર્યંચોમાંથી નીકળેલા જીવો (૧) કેટલાક પુરુષપણે જન્મે, (૨) કેટલાકો સ્ત્રીપણે અને (૩) કેટલાકો નપુંસકપણે જન્મે. આ પ્રમાણે ત્રણ ભાંગા. એ પ્રમાણે સ્ત્રી વેદવાળી દેવીઓ, મનુષ્યણીઓ (નારીઓ) અને તિર્યંચણીઓ મરીને (૪) કેટલાક પુરુષો, (૫) કેટલીક સ્ત્રીઓ અને (૬) કેટલાક નપુંસકો થાય. આમ બીજા ત્રણ ભાંગા. (કુલ છ થયા) એ પ્રમાણે ૪૧૭, “નપુંસક એવા નારકો, મનુષ્યો અને તિર્યંચોમાંથી નીકળીને (૭) પુરુષ (૮) સ્ત્રી અને (૯) નપુંસકપણે જન્મે. આમ નવ ભાંગા થયા. આ નવ ભાંગાથી સિદ્ધિ કેવી રીતે હોઈ શકે તે સમજાવે છે.
પ્રથમ ત્રિમંી— પુરુષવેદી દેવો મરીને પુરુષ નરપણે જન્મીને મોક્ષે જાય તો એક સમયમાં એક સાથે વધુમાં વધુ ૧૦૮ જીવો જઈ શકે. તે દેવો મનુષ્ય –સ્રીપણે જન્મીને મોક્ષે જાય તો એક સમયમાં દશ જાય અને તે દેવો જો નપુંસકપણે જન્મીને મોક્ષે જાય તો પણ દશ જ મોક્ષે જાય.
દ્વિતીય ત્રિને— સ્ત્રીવેદી દેવીઓ મરીને પુરુષો થઈને મોક્ષે જાય તો દશ જ જાય અને તે જ દેવીઓ સ્ત્રી—નપુંસકપણે જન્મીને મોક્ષે જાય તો પણ દશ જ જાય.
તૃતીય ત્રિમંì— એ જ પ્રમાણે નાકાદિ ગતિઓના નપુંસકો પુરુષ, સ્ત્રી કે નપુંસકપણે મોક્ષે જાય તો દશ જ જાય.
શા— તમો અહીંયા દેવીથી આવેલા દશ જ સિદ્ધ થાય એમ કહો છો પણ ગત ગાથામાં તો વૈમાનિક, જ્યોતિષ્ક દેવીઓ અને મનુષ્ય-તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા વીશ સિદ્ધ થાય' એમ કહી આવ્યા છો તો શું સમજવું ?
સમાધાન— ઉ૫૨ના પ્રશ્નનું સમાધાન એ છે કે આ ગાથામાં પ્રત્યેક ભાંગે અલગ અલગ વ્યાખ્યાન કહ્યું ને ગત ગાથામાં સમુચ્ચયે વ્યાખ્યાન કર્યું છે જેથી કશો વિરોધ નથી આવતો અર્થાત્ જેમ આ ગાથામાં કેવળ પુરુષો થઈને જાય તો કેટલા ? સ્ત્રી થઈને જાય તો કેટલા એમ અલગ અલગ રીતે કહ્યું છે. જ્યારે ગત ગાથાની વ્યાખ્યામાં તો દ્વિસંયોગે ત્રિસંયોગે મળીને મોક્ષે જાય તો વીશ જાય એમ કહ્યું છે. એટલે કે—પુરુષ–સ્રી થઈને સિદ્ધ થાય, પુરુષ–સ્રી—નપુંસક ત્રણેય ભેગા થઈને એક સમયમાં સિદ્ધ થાય તો વીશ થઈ શકે છે. આ વિશેષતા સમજવી. આ પદ્ધતિ પ્રમાણે સર્વ ભંગો વિચારવા. અહીં ગતિ-જાતિ વેદાદિ આશ્રયી વાત કરી.
૪૧૮
ગ્રન્થાન્તરથી ખાસ જાણવા યોગ્ય બાબત જણાવાય છે. તેમાં ક્ષેત્રાશ્રયી વિશેષ કહે છે. મેરુપર્વતના નંદનવનમાંથી જો મોક્ષે જાય તો એક સમયમાં ચાર, પાંડુકવનમાંથી જાય તો બે, મહાવિદેહની એક વિજયમાંથી જાય તો વીશ, પ્રત્યેક અકર્મભૂમિમાંથી સંહરણ કરાયેલા મોક્ષે જાય તો દશ, પ્રત્યેક કર્મભૂમિમાંથી જાય તો ૧૦૮. કાલાશ્રયી વિશેષ કહેતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે–ઉત્સર્પિણીના ૪૧૭. દેવલોકમાં નપુંસકવેદીઓ હોતા નથી તેથી તેનો નામોલ્લેખ કરવામાં આવ્યો નથી. અને નરકમાં કેવળ નપુંસકવેદ જ છે; બીજો સ્થાનપ્રભાવે વેદોદય હોતો જ નથી.
૪૧૮. આ મત સર્વને માન્ય છે તેથી પશ્ચિમવિદેહની છેલ્લી બે વિજયોમાં થઈને ચાલીશ મોક્ષે જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org