________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
તિયંગ્લોકમાં ભેદ પાડી વિચારીએ તો, કોઈ ઉત્તમ જીવ દેવાદિકના સંહરણાદિકથી લવણાદિક સમુદ્રમાં ફેંકાય અને તે જ વખતે જલમાં સ્પર્શ થવા અગાઉ અન્તરાલે અતિ ઉત્કૃષ્ટવીર્યોલ્લાસ દ્વારા ઝડપથી ઘાતીકર્મોનો ક્ષય કરી અન્નકૃત્ કેવલી થઈ, જલમાં ડૂબતાં જ શેષ કર્મોનો ક્ષય કરી તરત જ મોક્ષે જાય તેવા, અથવા કોઈ કેવલી જીવને ભરતાદિક ક્ષેત્રમાંથી ઉપાડી, દુશ્મનદેવ સમુદ્રમાં ફેંકે અને એવામાં આયુષ્યનો અન્ન આવ્યો હોય અને જો મોક્ષે જાય એવા, આ બન્ને રીતે મોક્ષે જનારા જીવો એક સમયમાં બે જ જાય.
४७२
હવે શેષ જળાશયોમાંથી—તે ગંગાદિ નદીઓમાં તથા દ્રહાદિક જળસ્થાનોમાં સ્નાન વગેરે અર્થે ગયેલા જીવો, વહાણાદિકમાં બેઠેલા હોય તેવા જીવો કોઈ પણ વિશુદ્ધ અને ઉત્તમ નિમિત્તથી ત્યાં જ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય તો એક જ સમયમાં ત્રણ (મતાંતરે ચાર) સિદ્ધ થાય છે. [૨૭૩]
ગવતર—પૂર્વોક્ત મનુષ્યો કઈ ગતિથી આવેલા એક સમયમાં કેટલા મોક્ષે જાય ? તે કહે છે અને વળી [વેદ—ગતિથી આવેલાના ભેદ વિના] પ્રથમ ઓઘથી સામાન્યથી ચારે ગતિ આશ્રયી
જણાવે છે. ત્યારબાદ અઢી ગાથાપદથી વિશેષ સ્ફોટ પાડી જણાવશે.
नरयतिरियागया दस, नरदेवगईओ वीस अट्ठसयं ॥ २७३ ॥
સંસ્કૃત છાયા—
नरकतिर्यगागता दश, नरदेवगतितो विंशतिः अष्टशतम् || २७३३२ ॥
શબ્દાર્થ
નરયતિરિયાળયા=નક તિર્યંચથી આવેલા I નવેવનો=નર તથા દેવગતિથી આવેલા ગાયાર્થ— વિશેષાર્થવત્. ૫૨૭૩ના
વિશેષાર્થ— નરક અને તિર્યંચ ગતિથી નીકળીને મનુષ્ય થયેલા જીવો જો મોક્ષ જવાને યોગ્ય બની મોક્ષે જાય તો ઉત્કૃષ્ટા એક સમયમાં દસ જ જાય. મનુષ્યગતિથી મરીને પુનઃ મનુષ્યગતિ પામેલા એવા એક સમયે ૪૧૪૨૦, દેવગતિમાંથી નીકળીને મનુષ્ય થયેલા એક સમયે ૧૦૮ મોક્ષે જાય. [૨૭૩]
અવતર્—— હવે કોઈ પણ વેદના નામ ગ્રહણ વિના જ નાકાદિ પ્રત્યેક ગતિમાંથી આવેલાની સામાન્ય વિશેષથી થતી સિદ્ધિને કહે છે.
दस रयणासक्करवालुयाउ, चउ पंकभूदगओ ॥२७४॥
छच्च वणस्सइ दस तिरि तिरित्थि दस मणुअवीसनारीओ । असुराइवंतरा दस, पण तद्देवीओ पत्तेअं ॥ २७५॥
जोइ दस देवी वीसं, विमाणि अट्ठसय वीस देवीओ ॥२७५१३॥
૪૧૬, સિદ્ધપ્રાભૂતમાં તો દેવગતિથી આવેલા વર્જીને શેષ ત્રણે ગતિથી આવેલા દસ દસ મોક્ષે જાય એમ કહ્યું છે. સત્ય બહુશ્રુતો અથવા કેવલી ભગવંતો જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org