________________
भिन्न भिन्न शरीरावगाहना तथा स्थानाश्रयी सिद्ध संख्या
૪૭ સુધી સિદ્ધ થઈ શકે છે, જ્યારે જઘન્ય બે હાથથી આગળ અને ૫૦૦ ધનુષ્યની અંદર (એટલે જઘન્ય ઉત્કૃષ્ટ વચ્ચે)ની મધ્યમ અવગાહનાવાળા ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થઈ શકે છે.
ઊર્ધ્વલોકથી એક સમયમાં ઉત્કૃષ્ટા ચાર જ સિદ્ધ થાય છે. અહીં ઊર્ધ્વલોકથી દેવનિકાય ન સમજવી પરંતુ એક લાખ યોજન ઊંચા એવા મેરૂપર્વત ઉપર આવેલા નંદનવનમાંથી જનારા સમજવા, એટલે કોઈ લબ્ધિધારી વિદ્યાધરાદિ મુનિ, વૈક્રિયાદિ ગમનશક્તિ દ્વારા નંદનવન પર રહેલા શ્રી જિનચૈત્યાદિકને નમસ્કારાદિ કરવાના કારણે ગયેલા હોય અને એવામાં તેઓનું આયુષ્ય પૂર્ણ થવાનો પ્રસંગ સાંપડ્યો, એટલે તે મહાત્માઓ અનશનાદિક તાપૂર્વક–શુભ ધ્યાનારાધના કરવાપૂર્વક કેવલજ્ઞાન પામી, અષ્ટકમનો ક્ષય કરી મુક્તિપ્રાયોગ્ય બનીને કાળધર્મ કરે ત્યારે તેઓ ત્યાંથી સીધા જ મોક્ષે જાય છે, તે અપેક્ષાએ વિચારવું. અહીં ઊર્ધ્વલોક ભેદ પાડી વિચારીએ તો પાંડુકવનાશ્રયી બે મોક્ષે જાય છે.
એ પ્રમાણે અધોલો કે એક સમયમાં ઉત્કૃષ્ટથી જબાવીશ મોક્ષે જાય છે. અહીં પણ અધોલોક શબ્દથી નરક ન વિચારતાં ‘અધોગ્રામ’ સ્થાન સમજવું. એટલે કે મેરૂપર્વતની પશ્ચિમ દિશા તરફ સમભૂતલાથી ક્રમશઃ નીચે ઉતરતો ઉતરતો એક ભૂભાગ આવે છે. એ પૃથ્વી નીચી નીચી થતી ૪૨000 યોજન જઈએ ત્યારે એક હજાર યોજન ઊંડી થાય છે અને તે ભૂમિભાગ મહાવિદેહક્ષેત્રમાં આવેલ છે જેને વડી વિનય કહેવાય છે. ત્યાં તીર્થંકરાદિકનો સદ્ભાવ હોય છે અને તે વખતે તીર્થકર વગેરેના આત્માઓ મોક્ષે જનારા હોય છે.
અને તિર્યગુલોકમાંથી ઉત્કૃષ્ટ એક સમયે ૧૦૮ મોક્ષે જાય છે.
તિર્યગુલોકમાંથી સામાન્યતઃ ૧૦૮ એક સમયે મોક્ષે જાય એમ કહ્યું, પરંતુ દરેક સ્થાનેથી ૧૦૮ જાય એવું હોતું નથી. તિગુલોકમાં પણ કર્મભૂમિથી આવેલા, પુલ્લિગ વૈમાનિક નિકાયથી આવેલા, મધ્યમ અવગાહનાવાળા, સાધુવેષ જિનમુનિવેષ–સ્વલિંગવાળા અને તે પણ પુરુષો જ હોવા જોઈએ, કાળથી ઉત્સર્પિણીનો ત્રીજો અને અવસર્પિણી હોય તો “ચોથો આરો અવશ્ય હોય; આ પ્રમાણે સંપૂર્ણ આઠ વિશેષણવાળા જ, ક્ષપિતકર્મવાળા થઈને એક સમયે ૧૦૮ મોક્ષે જાય છે.
૪૧૪. અહીંયા અપોલોકની સંખ્યામાં બીજા બે મત છે. સંગ્રહણીનો એક મત ઉમેરીએ તો ત્રણ મત થાય. સંગ્રહણીથી બીજા જે બે મતો છે તે ૧ ઉત્તરાધ્યયનનો અને ૨ સિદ્ધપ્રાભૃતગ્રન્થનો, ઉત્તરાધ્યયનના જીવાજીવ વિભક્તિ અધ્યયનમાં “વીસમતતિ' આ પાઠથી ૨૦, સંખ્યાનું ગ્રહણ થાય છે જ્યારે સિદ્ધપ્રાભૂતમાં “વીસપુદુ નહોતો' –ાતત્રીજા ૨ વિજે. પૃથછત્વે કે વિંશતી | અહીંયા પૃથકત્વનો અર્થ એ કર્યો એટલે બે વાર વીશ (એક બીજા વીશ) એટલે ૨૦+૨૦=૪૦ ની સંખ્યા આવી.
આ વાત શ્રી ચન્દ્રીયા ટીકાકારે તથા શ્રી મલયગિરિજી (સંગ્રહણીના) ટીકાકારે જણાવી છે. એમાં ચન્દ્રીય ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજી કહે છે કે આ સંગ્રહણી ગાથામાં રહેવાવી સયક્ પદમાં ૨૩ોવીસસસમુ આ પાઠ મૂકાય તો ઉપરના બંને મતોનું સમાધાન થઈ જાય, માત્ર એક શ્રી ઉત્તરાધ્યયનનો જ મત જુદો રહે. આમ બે જ મતાંતરો
૪૧૫. અવસર્પિણીના ચોથા આરાને બદલે ત્રીજા આરામાં જ શ્રી ઋષભદેવપ્રભુ ૧૦૮ જીવો સાથે મોક્ષે ગયા તે ઉલટું બન્યું તેથી જ તેને આશ્ચર્ય તરીકે ગણવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org