________________
४६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યાર્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે, પરંતુ એમાં જે પ્રથમ સંઘયણવાળા છે તે પાંચે ગતિમાં જાય છે.
તેઓ એક સમયમાં જ એક, બે, ત્રણ યાવત્ એક સો આઠ સુધી સિદ્ધિપદને પામે છે. ૨૭૧ાા
વિશેષાર્થ–સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પુરુષ–સ્ત્રી–નપુંસકવેદી મનુષ્યો, દેવ–નરકતિર્યંચ અને (પુન:) મનુષ્ય એ ચારે ગતિમાં તે તે ગતિ યોગ્ય પરિણામને પ્રાપ્ત થતાં ઉત્પન્ન થઈ શકે છે. [અસંખ્ય વર્ષાયુષ્યવાળા યુગલિકનો નિષેધ કય] એ સંખ્ય વર્ષાયુષીમાં જેઓ પ્રથમ વજઋષભનારાચ સંઘયણવાળા છે, (અન્ય સંઘયણનો નિષેધ થયો) તેઓ જ તદ્ભવે શુભ અધ્યવસાય પ્રાપ્ત થતાં ચાર ગતિ ઉપરાંત પાંચમી ગતિ એટલે મોક્ષ ગતિમાં પણ જાય છે.
–એટલે જ્યારે જીવસંકિલષ્ટ અધ્યવસાયોવાળો, હિંસામાં આસક્ત, મહારંભી, મહાપરિગ્રહી, રૌદ્રપરિણામી આદિ પાપાચરણવાળો થાય ત્યારે નરકાયુષ્ય યોગ્ય કમપાર્જન કરી નરકમાં જાય છે.
–જ્યારે જીવ માયા–કપટ–છળમાં વધુ તત્પર હોય, નાનાં મોટાં વ્યસનોમાં રક્ત રહેતો હોય; બહુ ખા ખા કરનારો હોય તે મોટે ભાગે તિર્યંચગતિ યોગ્ય કર્મોપાદન કરીને તિર્યંચ ગતિમાં જાય છે.
–વળી માદવ-આર્જવાદિ સરલગુણો યુક્ત હોય, શલ્યો હોય તે મનુષ્યગતિમાં આવે છે.
–તેમજ હિંસા, મૃષા, સ્તેય, મૈથુન, પરિગ્રહાદિ પાપોનો ત્યાગી, ગુણગ્રાહી, બાલતપાદિક કરનાર, દાનરુચિ. અલ્પકષાયી. આર્જવાદિ ગુણોવાળા જીવો પરિણામની વિશેષતાથી દેવગતિ યોગ્ય કમપાર્જન કરી દેવગતિમાં જાય છે.
–અને જ્યારે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્યની અભિવ્યક્તિરૂપ–પ્રગટતારૂપસમ્યકત્વ એટલે સત્ શ્રદ્ધારૂપ પરિણામ, સમ્યગુજ્ઞાન પરિણામ અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ આ પાંચેય મહાપાપની નિવૃત્તિ–ત્યાગરૂપ ચારિત્ર પરિણામ ઉત્પન્ન થાય એટલે કે સમ્યગુ-શ્રદ્ધા–જ્ઞાનચારિત્રના સહયોગથી જીવને વિશિષ્ટ પ્રકારનો, સર્વોત્તમ નિર્મળ કોટિનો પરિણામ ઉત્પન્ન થાય ત્યારે વિશદ્ધ કોટિની ઉગ્ર તપ-સંયમાદિની આરાધના દ્વારા જીવનમાં સર્વોત્તમ ચારિત્ર, સર્વોત્તમ જ્ઞાન-દર્શન અને સર્વોત્તમ શક્તિપ્રાપ્તિની આડે આવનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠકોટિનો વીતરાગભાવ ચારિત્ર, સર્વોત્તમ શક્તિ અને સંપૂર્ણ લોકાલોકને પ્રકાશિત કરનારું કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જઘન્યથી અંતમુહૂર્ત (નાનાં મોટાં અનેક અન્તર્મુહૂર્તા સમજવાં), ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ પર્યન્ત કેવલીપણામાં જ રહી, બાકી રહેલા ભવોપગ્રાહી (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) ચાર કર્મોને યથાકાલે ખપાવીને, સકલકર્મથી મુક્ત થઈને, આત્મિક સુખમાં નિમગ્ન તે આત્માઓ ઋજુગતિથી એક જ સમયમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. એટલે કે ચૌદ રાજલોકને અત્તે આવેલી મુક્તાત્માઓને રહેવાના સ્થાનવર્સી જે સિદ્ધશિલા છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં સાદિઅનંત સ્થિતિ પ્રમાણના અવ્યાબાધ, અનંત આત્મિક સુખનો ભોગવટો કરે છે. સંસારના કારણભૂત કર્મસત્તા નષ્ટ થવાથી, તેના કાર્યભૂત સંસારભ્રમણ દૂર થવાથી, ફરી આ વિશ્વમાં તેમને આવવાપણું કે અવતાર લેવાપણું કંઈ જ હોતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org