________________
/ ૪૬ / ( સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો કયા સૈકાની મળે છે?
શ્રીચન્દ્રમુનીશ્વરની હાજરી દરમિયાન લખાએલી બારમા સૈકાની એક પણ પ્રતિ મળી નથી. ત્યારપછીના ૨૦૦ વર્ષ દરમિયાનમાં લખાયેલી પ્રતિ મારી નજરે ચઢી નથી એટલે બારમાંથી પંદરમા સૈકા સુધીની પ્રત જોવામાં આવી નથી. સં. ૧૪૫૩માં ૬-૭ ઈચ પહોળા અને પંદરેક ફૂટ લાંબાં કપડાં ઉપર બંને બાજુએ સંગ્રહણીનાં રંગબેરંગી ચિત્રો દોરેલું ઓળીયું (જોષી ટીપણું રાખે છે તેના જેવું) મારી પાસે છે. જેમાં સંગ્રહણી મૂલની સાથે તેનો સંક્ષિપ્ત અર્થ લખ્યો છે.
૧૬૯૩ની સાલની સુવર્ણ મિશ્રિત સાહીવાળી મોગલ કલમથી ચીતરેલી દિલ્હીમાં લખાએલી કાગળની પ્રતિ મળી છે. પ્રાયઃ આ પ્રત પુરાતન ચિત્રકલા અને મંત્રશાસ્ત્રો વગેરેને પ્રકાશમાં લાવવા ભગીરથ પ્રયત્ન કરનાર ધર્મસ્નેહી શ્રી સારાભાઇ નવાબની છે. જૈન ભંડારોમાંની સંગ્રહણીની સચિત્ર પ્રતિઓની સર્વે કરવી હતી. થોડી કરી પણ પછી કાર્ય ન થયું. ભંડારોમાં ચિત્ર વિનાની પોથીઓ તો મોટી સંખ્યામાં છે પણ સચિત્ર પ્રતિઓ સો-દોઢસો હોવી જોઇએ. હજુ વ્યક્તિગત સંગ્રહોમાં, ખાનગી સંગ્રહોમાં, તાળાબંધી સંગ્રહોમાં અને જાહેર સંગ્રહોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતિઓ મલી આવે ખરી !
આર્ટપેપર ઉપર સંગ્રહણી અને તેનાં ચિત્રો સાથેનું અતિભવ્ય
ઉપયોગી વોલ્યુમ તૈયાર ન થઈ શકયું તે વાત આજથી ૨૫ વર્ષ ઉપર મુંબઈમાં હતો ત્યારે એક પરદેશના પુસ્તક પ્રકાશકે, તે પછી મુંબઈના એક પુસ્તક પ્રકાશકે કલ્પસૂત્રની સચિત્ર પ્રતિઓ ઉપર ઠીક ઠીક સાહિત્ય પ્રકાશન કર્યું છે. તે પ્રમાણે સંગ્રહણી. ગ્રન્થ ઉપર તેના રંગીન ચિત્રો સાથે એક શ્રેષ્ઠ વોલ્યુમ પ્રગટ કરવા ભાવના પ્રદર્શિત કરી હતી. મારી પણ થોડી ઈચ્છા હતી કે સંગ્રહણી ઉપર વ્યાપક રીતે પ્રકાશ પાડવાનો કોઇ પ્રયાસ નથી થયો તો મારે સેવા આપવી. આ માટે અનેક ભંડોરની સંગ્રહણી પ્રતો મંગાવવી પડે. ફોટાઓ લેવરાવવા, તે પ્રતિઓનો પરિચય લખવો અને સંગ્રહણી ગ્રન્થનો પરિચય તૈયાર કરવો. તૈયારી પણ કરી, પરન્તુ બીજાં કામો વચ્ચે આ કાર્યને ન્યાય આપી શક્યો નહિ. દશ વરસ ઉપર અત્રે પાલીતાણાથી અમારા ધર્મમિત્ર ભાઇશ્રી સારાભાઇએ પણ ખુબ કહ્યું , મારા કામમાં પોતાની બનતી સેવા આપવા પણ કહ્યું પરનું શક્ય ન બન્યું. હવે તો ભવિષ્યમાં કોઇ વિરલ વ્યક્તિ આ કામ કરવા જરૂર કટિબદ્ધ થાય તો સંગ્રહણીની મોટી સેવા કરી ગણાશે.
( સંગ્રહણી ગ્રન્થ વિષય પરિચય) આ ત્રૈલોક્યદીપિકા અપરનામ બૃહત્ સંગ્રહણી કે સંગ્રહણીરત્ન જેના ઉપર આ અનુવાદ કરવાનું સાહસ ખેડયું છે તેની ગાથાઓ ૩૪૯ છે.
આ ભાષાંતર ટીકાના શબ્દ શબ્દના જ અર્થસંગ્રહ તરીકે એમ નથી તેમ આ ગ્રન્થનું ભાષાંતર ૩૪૯ ગાથામાં જ આવતા વિષયોનું છે એવું પણ નથી, કિન્તુ આ ગ્રન્થનો અનુવાદ ૩૪૯ ગાથાના અર્થ ઉપરાંત અનેક અન્ય ગ્રન્થોમાં મલતા ઉપયોગી વિષયોને દષ્ટિપથમાં રાખીને કર્યો હોવાથી કેટલુંક વર્ણન નવીન જ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે કેટલેક સ્થળે અંદરની જ વાતોને ચચ દ્વારા વિસ્તૃત સ્વરુપ આપવામાં આવ્યું છે. આમ ઘણા ઉપયોગી વિષયો, અધિકારો અને પરિશિષ્ટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસીવર્ગની સરલતા.
* સં. ૧૭૬૬ની અને ૧૮૭૮ની હસ્તપ્રતિઓમાં આ નામ લખેલું છે. સં. ૧૮૧૧ની પ્રતિમાં સંગ્રહણીરત્ન પણ લખેલું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org