________________
[ ૪૫ / ભાગ નીચે આમ આખું હરણ ઉલટાઇ જાય છે. પાંચ જ કલાકની અંદર આ ઘટના કેવી રીતે બને છે એનો હું તાગ કાઢી શક્યો નહિ એટલે મેં એ પ્રશ્ન મુનિશ્રી અભયસાગરજીને પૂછયો હતો. પ્રથમ તો મારો સવાલ સાચો છે કે કેમ? તેનો જવાબ આપવામાં વરસ દોઢ વરસનો સમય વીત્યો. ત્યારપછી મને લખ્યું કે જાપાનથી ટેલીસ્કોપ આવવાનો છે, તે આવ્યા પછી નિરીક્ષણ કરીને જણાવીશ. ટેલીસ્કોપ આવવામાં બીજા બે વરસ ગયા, છેવટે નિરીક્ષણને અન્ત મારો સવાલ સાચો છે એટલે એમને જણાવ્યું અને આ બાબતમાં વિચાર કરીને પછી જણાવીશ એમ લખ્યું.
એમની સામે મારો બીજો પ્રશ્ન એ હતો કે--પૃથ્વીને મુનિશ્રી અભયસાગરજી સહિત આપણો સાધુ સમાજ થાળી જેવી ગોળ અને ચપટી માને છે. આ એક અધૂરી સમજ છે અને ગતાનુગતિએ પછી સહુ “લોલ લોલ' કરે છે. પૃથ્વીને ચપટી માની લઇએ તો બીજી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. આ વાત પણ મેં એમને કહી હતી ત્યારે તેઓ પાલીતાણામાં હતા. અવરનવર જવાબ માટે ટકોર કરતો પણ મૌન રહેતા. કયારેક ક્યારેક તેઓ મારે ત્યાં સુવા અથવા રોકાવવા માટે પણ પધારતા ત્યારે તેમને યાદ આપતો. છેવટે મેં એમને એમ પણ કહ્યું કે તમને ૧૭ વરસથી બે પ્રશ્ન પૂછેલા છે, આપની પાસે જો તેનું સમાધાન ન હોય તો જરાએ ચિંતા કરવા જેવું નથી. આપણા જ્ઞાન, સાધનોની મર્યાદા છે, એટલે ગહન, કૂટ અને અદેશ્ય પદાર્થોનું સમાધાન મેળવવું કોઈને માટે પણ કપરૂં છે ઉકેલ ન જડયો હોય તો તેમાં જરાપણ. સંકોચ રાખવાની જરૂર નથી, આપણે છી છીએ.
સં. ૨૦૩૫માં પ્રાયઃ કલ્યાણભુવનમાં ચોમાસુ હતા. મોતીસુખીયામાં વ્યાખ્યાન રાખતા હતા. તેઓએ મને આવીને કહ્યું કે આવતીકાલે સભામાં આપને જરૂર આવવાનું છે. બીજે દિવસે તેમને જાહેર સભામાં ઊભા થઇને ભૂગોળને લગતી કેટલીક વાતો કરી અને તેમાં રાજગૃહી વગેરે નગરીઓ ઉત્તરધ્રુવ પાસે હતી એમ તેમને કહ્યું. એમની કેટલીક ધારણાઓ સાથે હું જરાપણ સહમત ન હતો. તેમને મેં પૂછયું કયો આધાર તમને મલ્યો છે ? ત્યારે કવિ દીપવિજયજી મહારાજની પૂજાનું નામ આપ્યું. મેં કહ્યું એથી પ્રબળ આધાર મલ્યો છે ખરો ? ત્યારે તેઓએ કહ્યું કે તપાસમાં છું. બાકી આ વિષયના અભ્યાસીઓએ ઊંડો અભ્યાસ કરી શોધ કરવી જરૂરી છે.
ત્યારપછી પર્યુષણ પછી ભારતના તીર્થોની મૌખિક યાત્રાનો પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ હતો. છેલ્લે મહાવિદેહના શાશ્વતા તીર્થોની વંદના રાખી હતી. યાત્રાનો છેલ્લો દિવસ મોટા સમારોહ સાથે ઉજ પબ્લિકને પણ આમંત્રણ આપ્યું હતું. શ્રી સીમંધરસ્વામીજીનું વિશાળકાય જંગી સુંદર ઓઇલ પેઇન્ટ ચિત્ર આગમમંદિરની બાજુમાં જંબૂદ્વીપની જગ્યામાં લટકાવ્યું હતું. સભામાં પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજનું નેતૃત્વ હતું. ૬૦થી વધુ સાધુઓ અને લગભગ ૩૦૦ સાધ્વીજીઓ અને ૧૫૦૦ થી ૨૦૦૦ યાત્રિકો હતા. મને હાજરી આપવા માટે ખૂબ આગ્રહ કરેલ એટલે હું પણ હાજર હતો. શરૂઆતમાં વિદ્વાન મુનિરાજે ઊભા થઈને સભા બોલાવવાનો હેતુ જણાવીને પછી તેમને તરત જ જણાવ્યું કે “ભૂગોળ ખગોળના ક્ષેત્રમાં દાખલ થવામાં જો કોઈ પણ નિમિત્ત બન્યું હોય તો અત્રે પધારેલા પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસરિજીનું સંગ્રહણીનું પુસ્તક અને તેની તથા ક્ષેત્રસમાસની પ્રસ્તાવના છે. આ પ્રમાણે તેઓએ કૃતજ્ઞતા વ્યક્ત કરી પોતાની ઉદાત્ત ગુણદૃષ્ટિનું દર્શન કરાવ્યું હતું.
મેં સૂચવેલી બાબતો ઉપર વિદ્વાન વાચકો પરામર્શ કરે અને સમાધાન શોધી કાઢે માટે ઉપરની વિગતો આપી છે.
કે ‘દિગંબરીયગ્રંથ’ તિલોયપન્નતી વચમાં ઉન્નત જણાવે છે. તેથી પાછળથી એમને વચમાં ઊંચી હોવાનો સ્વીકાર કર્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org