________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉરપરિસપ તે પેટે ચાલનાર દરેક જાતિના આસીવિષદષ્ટિવિષાદિક સર્પની ગર્ભજ જાતિઓ લેવી તે યાવત્ પાંચમી નરક સુધી જઈ શકે છે.
મહારંભી અને અત્યંત કામાતુર એવું ચક્રવર્તીનું સ્ત્રીરત્ન વગેરે સ્ત્રીઓ પહેલીથી યાવત્ છઠ્ઠી નરક સુધી જ જાય છે.
મહાપાપને કરનારા, મહારંભ, મહાપરિગ્રહ યુક્ત ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ એવા તંદુલમસ્યાદિક જલચર જીવો અતિ ક્રૂર–રૌદ્ર અધ્યવસાયને પ્રાપ્ત થતા ઉત્કૃષ્ટથી સાતમી નરક સુધી પણ જાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ગતિ કહી.
જઘન્યથી તેઓ રપ્રભાના પ્રથમ પ્રતરે ઉપજે છે, અને મધ્યમ ગતિ વિચારીએ તો જેઓને માટે જે જે નરકગતિનું નિયમન બતાવ્યું તેથી પૂર્વે અને રત્નપ્રભાના પ્રથમ પ્રતરથી આગળ કોઈ પણ પ્રતરે ઉપજે તે સમજવી. [૨૫૩]
અવતર-ઘણેભાગે નરકથી આવેલા પુનઃ નરકગતિયોગ્ય જીવો કોણ હોય? તે કહે છે.
वाला दाढी पक्खी, जलयर नरयाऽऽगया उ अइकूरा । जंति पुणो नरएसुं, बाहुल्लेणं न उण नियमो ॥२५४॥
સંસ્કૃત છાયાव्याला दंष्ट्रिणः पक्षिणो-जलचरा नरकाऽऽगता तु अतिक्रूराः । यान्ति पुनर्नरकेषु, बाहुल्येन न पुनर्नियमः ॥२५४॥ ।
શબ્દાર્થવાતા=સર્પ વગેરે
કશ્ર=અતિક્રૂર એવા લાઠી-દાઢવાલા.
પુણો વળી નતયર જલચર
વાદુન્ને બહુલતાએ નરયાયિનરકથી આવેલા
ન ૩ળ નિયમો વળી નિયમ નથી માથાર્થ-વિશેષાર્થવત. ૨૫૪માં
વિશેષાર્થ– ક્રોધથી ભરેલાં, અનેકની હાનિ કરનારા વ્યાલ કહેતાં સર્પ –અજગર વગેરે જીવો, દાઢવાળા તે વ્યાઘ-સિંહાદિક હિંસક જીવો, ગીધ–સમડી આદિ માંસાહારી પક્ષીઓ, મત્સાદિ જલચર જીવો, નરકગતિમાંથી આવેલા હોય તો પણ, પુનઃ હિંસક પ્રવૃત્તિથી વર્તતા અતિ ક્રૂર અધ્યવસાયના યોગે નરકાયુષ્યનો બન્ધ કરી નરકમાં યથાયોગ્યપણે ઉત્પન્ન થાય છે; પરંતુ તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. પણ મોટે ભાગે પુનઃ નરકમાં જાય છે. વળી કોઈ જીવ તથાવિધ જાતિસ્મરણાદિકના નિમિત્તને પામી સમ્યકત્વના લાભને પ્રાપ્ત કરી સદ્ગતિને પણ મેળવે છે. [૨૫૪].
૩૭૮. પાપિણી સ્ત્રી ચહાય તેટલાં કુકર્મો કરે પરંતુ જાતિસ્વભાવે પુરુષને જે સાતમી નારકી પ્રાયોગ્ય અધ્યવસાયો પ્રાપ્ત થાય છે તેવા તો તેણીને થતા જ નથી જેથી “સ્ત્રી કરતાં પુરુષનું મન વધુ સંકિલષ્ટ બની શકે છે’ એ સિદ્ધ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org