________________
नारकोनुं उपपातविरह अने च्यवनविरह द्वार
| ૪૩૬
चोथुं उपपात अने पांचमुं च्यवनविरह द्वार
ગવતર—એ પ્રમાણે તૃતીય દ્વાર સમાપ્ત થયું. હવે દેવવત્ નારકોનું ચોથું ઉપપાતવિરહ અને પાંચમું ચ્યવનવિરહ દ્વાર કહે છે.
सत्तसु चउवीस मुहू, सग पनर दिणेगदुचउछम्मासा । उववाय—-चवणविरहो, ओहे बारस मुहूत्त गुरू ॥२५०॥ लहुओ दुहाऽवि समओ - २५० १ 11
સંસ્કૃત છાયા—
सप्तसु चतुर्विंशतिर्मुहूर्त्ताः, सप्त पञ्चदश दिनानि एक-द्वि-चतुः षण्मासाः । उपपातच्यवनविरहः, ओघे द्वादश मुहूर्ताः गुरुः || २५०|| लघुको द्विधाऽपि समयः || २५० ॥
શબ્દાર્થગાથા વિશેષાર્થવતા સુગમ છે.
૨૫૦ના
–
વિશેષાર્થ— ઉપપાતવિરહ એટલે કે એક જીવ (નરકમાં) ઉત્પન્ન થયા બાદ બીજાને ઉત્પન્ન થવામાં કદાચિત્ અંતર પડે તો કેટલું પડે ? તે અને ચ્યવનવિરહ, તે એક જીવ ત્યાંથી ચ્યવ્યા (નીકલ્યા) પછી બીજો પુનઃ કેટલા સમય યાવત્ ન વે તે. [વધુ સમજણ દેવદ્વાર પ્રસંગે આપેલી છે.]
સાતે પૃથ્વીમાં અનુક્રમે ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહ સરખો હોવાથી બન્ને દ્વારને જણાવતાં પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં એક જીવ ઉત્પન્ન થયા બાદ—બીજો જીવ ઉત્પન્ન થવામાં અથવા એક જીવ અવ્યા બાદ બીજો ચ્યવવામાં, ૨૪ મુહૂર્તનું ઉત્કૃષ્ટથી વિરહ–અંતર પડે (ત્યારબાદ અવશ્ય કોઈ ઉત્પન્ન થાય અથવા ચ્યવે જ). એ પ્રમાણે બીજી નરકમાં ૭ દિવસનો, ત્રીજીમાં ૧૫ દિવસનો, ચોથીમાં ૧ માસનો, પાંચમીમાં ૨ માસનો, છઠ્ઠીમાં ૪ માસનો અને સાતમીમાં ૬ માસનો પડે, સ્વસ્વકાલ પૂર્ણ થયે તે તે પૃથ્વીમાં અવશ્ય અન્ય કોઈ જીવ ઉત્પન્ન થાય અથવા તો ચ્યવન પણ થાય.
વળી પ્રત્યેક નરકાશ્રયી જઘન્ય ઉપપાત ચ્યવનવિરહ એક સમયનો પડે છે.
આ નરકોને વિષે સાતમી નરક સિવાય પ્રાયઃ નારકો સતત ઉત્પન્ન થાય છે, તેમજ સતત ચ્યવે છે. કોઈ વખતે જ પૂર્વોક્ત વિગ્રહ–અંતર પડે છે.
તથાપિ “વહુલો વુહાડવિ” પદથી ઓથે—સામાન્યથી [સાતે પૃથ્વી આશ્રયી] પણ સાતે નારકીમાં જઘન્ય વિરહમાન એક સમયનું પડે અને ઉત્કૃષ્ટથી ઓથે—સામાન્યતઃ બાર મુહૂર્તનું પડે છે. [૨૫]
इति चतुर्थं - पञ्चम उपपात - च्यवन - विरहद्वारम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org