________________
*રૂ૦ ]
इति स्वाभाविको देह – उत्तरवैक्रियश्च तद्विगुणः ।
द्विविधोऽपि जघन्यः क्रमेणाऽङ्गुलाऽसंख्यांशः संख्यांशः ॥ २४६ || શબ્દાર્થ સુગમ છે.
गाथार्थ- એ પ્રમાણે સ્વાભાવિક–ભવધારણીય શરીરનું માન કહ્યું. હવે પ્રત્યેક નરકે ઉત્તરવૈક્રિયનું શરીરમાન જાણવા માટે તે તે નકવર્તી જે જે ભવધારણીય માન કહ્યું છે તે તે માનને ત્યાં દ્વિગુણ– દ્વિગુણ કરવાથી તે જ પૃથ્વીના નારકોનું ઉત્તરવૈક્રિય દેહમાન આવે છે. અને બન્ને શરીરોનું પણ જઘન્યમાન અનુક્રમે અંગુલના અસંખ્ય તથા સંખ્યભાગનું હોય છે. આ જઘન્યમાન ઉત્પત્તિસમયનું જ સમજવું. ।।૨૪લા
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયા—
–
–
વિશેષાર્થ— ઉત્તરવૈક્રિય એટલે મૂલ વૈક્રિયશરીરથી, બીજાં વૈક્રિય શરીરોની રચના તે. (વધુ અર્થ પૂર્વે કહેવાયો છે) આ ઉત્તરવૈક્રિયની શક્તિ નારકોને તથાવિધ ભવસ્વભાવથી જ પ્રાપ્ત થાય છે, ભવધારણીયવૈક્રિય અને ઉત્તરવૈક્રિય બન્ને દેહો અસ્થિઆદિની રચના વિનાના, કેવલ વૈક્રિયપુદ્ગલોના બનેલા હોય છે. દેવોનું ઉત્તરવૈક્રિય જેમ શુભમનોજ્ઞ અને ઉત્તમ પુદ્ગલોનું બનેલું હોય છે, તેમ નારકોનું અશુભ–અમનોજ્ઞ અને અનુત્તમ પુદ્ગલોનું હોય છે. જો કે તે નારકો ઉત્તરવૈક્રિય રચના કરતાં, હું સુખદ ને શુભ વિકર્યું એમ ઇચ્છે છે, પરંતુ તથાવિધ પ્રતિકૂલ કર્મોદયથી દુઃખદ ને અશુભ થઈને જ ઊભું રહે છે. રચેલા તે ઉત્તરવૈક્રિયને એ જ સ્થિતિમાં ટકાવી રાખવાનો કાલ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો હોય છે.
પ્રથમ નરકે ઉત્તરવૈક્રિય માન ૧૫ ધનુષ્ય ૨ હાથ અને ૧૨ અંગુલનું, બીજી નરકે ૩૧ ધનુષ્ય ૧ હાથનું, ત્રીજી નરકે ૬૨ ધનુષ્ય ૨ હાથનું, ચોથીમાં ૧૨૫ ધનુષ્ય, પાંચમીમાં ૨૫૦ ધનુષ્યનું, છઠ્ઠીમાં ૫૦૦ ધનુષ્ય અને સાતમીમાં ૧૦૦૦ ધનુષ્યનું હોય છે.
૩૭૩
સર્વ નારકોના ભવધારણીય શરીરની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. કારણકે ઉત્પત્તિસમયે તેટલી જ હોય છે. અને ઉત્તરવૈક્રિયની અંગુલના સંખ્યાતમા ભાગની છે. આ અવગાહના ઉત્પત્તિસમયની જ સમજવી. પછી તો તે વૃદ્ધિ પામતી જાય છે. કેટલાક આચાર્ય ઉત્તરવૈક્રિયની જઘન્ય અવગાહના પણ અસંખ્યાતમાભાગની કહે છે તે બરાબર નથી, એમ શ્રી ચન્દ્રીયા ટીકામાં જણાવ્યું છે, કારણકે ‘આગમ’થી વિરોધ આવે છે. [૨૪૯] ॥ કૃતિ ત્રવાહનાદારમ્ ॥
Jain Education International
૩૭૩. અનુયોગદ્વારની હારિભદ્રીય ટીકામાં જણાવ્યું છે કે--નારકોનો તથાવિધ પ્રયત્ન છતાં પણ અંગુલના સંધ્યેય ભાગની જ ઉત્તરવૈક્રિય સ્થિતિ રહે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org