SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ મકાનને જેમ પ્લીન્થ હોય છે તેમ દરેક ‘નરકાવાસ’ને પ્લીન્થ એટલે નક્કર ભાગ હોય છે. તે કેટલો હોય ? ગાથાર્થમાં કહ્યા મુજબ એક હજાર યોજનનો છે. ત્યારપછી નરકના જીવોને જ્યાં ત્રાસ, દુઃખ અને વેદનાઓનો પરમાધામી વગેરેથી અનુભવ થાય છે તે ભાગ આવે છે. તે ભાગ પણ એક હજાર યોજનનો પોલો છે. પરમાધામીઓ નરકના જીવોને ૫૦૦ યોજન ઊંચે ઉછાળી ભયંકર તીક્ષ્ણ ભાલા ઉપર ઝીલે છે તે બધું આ જ હજાર યોજનના પોલા ભાગમાં જ બને છે, અને ત્યાર પછી એ નરકાવાસનો ઉપરનો ભાગ નીચેની જેમ જ પાછો તદ્દન પૃથ્વીકાયમય નક્કર જ છે. ફક્ત અહીં એટલું વિશેષ છે કે ઉપરનો ભાગ છેવટે સંકોચ પામતો (મંદિરના શિખરની જેમ) હોય છે. આ ત્રણ હજાર યોજનના આવાસો રત્નપ્રભાના પ્રતરોમાં રહેલાં છે. ४२० આ ત્રણ હજાર યોજનના નરકાવાસાઓમાંના વચલા એક હજા૨ યોજનના પોલા ભાગમાંની અંદરવર્તી ભીંતીઓમાં વજ્રમય અશુભ વૈક્રિય પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિય શરીર બાંધવા સાથે ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિસ્થાન મોટું હોય છે, પણ તેમાંથી બહાર નીકળવાનું છિદ્ર નાનું હોય છે. જેમ ઘડો, ગાડવો કે ગોખ વગેરેની જેમ અતિશય સાંકડા મુખવાળા અને મોટા પેટવાળા આવાસમાં ઉત્પન્ન થાય છે. પછી ત્યાંથી બહાર આવવા શીઘ્ર પ્રયત્ન કરે છે. મોઢું સાંકડું એટલે પરાણે પરાણે શરીર કાઢે છે પણ ત્યાં કચડાતા, ભીંસાતા નારકો મહાકઠિન નરકતલ ઉપર ધડીંગ કરતા પડે છે. આમ સ્વયં બહાર આવે છે. તેમજ કેટલીકવાર નારકો ઉત્પન્ન થયા બાદ તેમાંથી બહાર આવવા સારું નાના છિદ્રમાં મોઢું નાંખી બહારનો જે ભાગ પોલો છે તેને જુવે છે. ત્યાં તો હાજરાહજૂર રહેલા યમરાજ જેવા પરમાધામીઓ ચોટી કે બોચીથી પકડીને પરાણે ખેંચે છે, તો પણ કાયા મોટી અને નિર્ગમન દ્વાર નાનું એટલે શી રીતે ખેંચાઈ આવે ? એટલે પરમાધામીઓ તીક્ષ્ણ શસ્ત્રોથી ટુકડા કરી કરીને કાઢે છે. એ વખતે નારકો અસહ્ય વેદનાનો અનુભવ કરે છે. એમ કરી સમગ્ર કાયાને બહાર કાઢે છે, પણ વૈક્રિય શરીરી હોવાથી તે પુદ્ગલો પુનઃ એક થઈ જાય છે. અને કાયા મૂલસ્થિતિવત્ બની જાય છે. નરકાવાસાઓની બહાર આવ્યા પછી પણ તે બાપડા નારક જીવોને ક્ષણભર પણ શાંતિ ક્યાં છે ? પાછી પરમાધામીકૃત, ક્ષેત્રજન્ય કે અન્યોન્યકૃત વેદનાઓની પીડાઓ નારકજીવોને શરૂ થઈ જ જાય છે. આ પ્રમાણે નરકાવાસાની ઊંચાઈ ઘટાવી. [૨૩૭] (પ્ર. ગા. સં. ૫૮) અવતર— નરકાવાસાનાં પ્રમાણો દર્શાવીને હવે તે નરકાવાસા ઉક્ત પૃથ્વીપિંડસ્થાનમાં સર્વત્ર હોય કે અમુક ભાગમાં ન હોય ? તે સંબંધી કહે છે, Jain Education International छसु हिट्ठोवरि जोयणसहसं बावन्न सड्ड चरमाए । पुढवीए नरयरहियं, नरया सेसम्मि सव्वासु સંસ્કૃત છાયા— ॥૨૩॥ षट्सु अधः उपरि योजनसहस्त्रं द्वापञ्चाशत् सार्धं चरमे । पृथिव्यां नरकरहितं, नरकाः शेषासु सर्व्वासु ||२३८|| For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy