SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ Pયા=ભેદ વસહી દશ પ્રકારની સાંસ્પર્શ સુહા=અશુભ ગુરુનહુ અગુરુલઘુ પુના=પુદ્ગલો સદ્દશબ્દ નિરન્નરકમાં માથાર્ય-વિશેષાર્થવતું. ૨૦૭ી. વિશેષાર્થ–9. વન– નારકોની બન્ધનાવસ્થા તથા તેમને પ્રત્યેક ક્ષણે થતું કે તે પ્રકારના આહારને યોગ્ય પુગલના સમ્બન્ધ–ગ્રહણરૂપ બન્ધન પરિણામ, એ જાણે જાજ્વલ્યમાન રીતે જલતા અગ્નિથી પણ અત્યન્ત દારૂણ હોય છે. ૨. તિ– તે નારકોની ગતિ રાસભ, ઊંટ વગેરેની કુગતિ જેવી અત્યન્ત દુઃખથી સહી શકાય એવી અને તે પણ તપાવેલા લોખંડ ઉપર પગ મૂકવા કરતાં પણ અત્યંત દુઃખદાયક છે. ૨. સંસ્થાન– તેઓનું શરીર એકદમ કુ%– હુંડક સંસ્થાનવાળું, એથી પાંખો કાપેલા અંડજોત્પન્નપક્ષી જેવું વિરૂપ અને જોતાં જ ઉગ કરાવે તેવું હોય છે. ૪. મે– કુડ્યાદિથી (કુંભી વિગેરેમાંથી) નારકીના શરીર–પુગલોનું છૂટાપણું તે શસ્ત્રની ધારાવડે કોઈ કાપે કે ખેંચે ને જે દુઃખ થાય એના કરતાં પણ તે વિમોચન વધુ દુઃખદાયક છે. ૬. વર્ગ–એમનો વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિ ભીષણ, મલિન છે. કારણકે તેમને ઉત્પન્ન થવાના નરકાવાસાઓ દ્વાર–બારી, જલિયાં વિનાના, સર્વદિશાથી ભયાનક, ચારે બાજુએથી સતત ગાઢ અંધકારમય, શ્લેષ્મ, મૂત્ર, વિષ્ટા, સ્રોત, મલ, રુધિર, વસા, મેદ અને પરુ વગેરે સરખા અશુભ પુદ્ગલોથી લેપાએલ ભૂતલ પ્રદેશવાળા અને સ્મશાનની જેમ માંસ, પૂતિ–કેશ, અસ્થિ, નખ, દાંત, ચામડી વગેરેના અશુચિ અને અપ્રિય પુગલો વડે આચ્છાદિત ભૂમિવાળા (નરકાવાસાઓ) હોય છે. ૬. બંધ – તેઓનો ગંધ–કોહી ગયેલાં કૂતરાં, શિયાળ, બિલાડી, નોળીઓ, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય, વગેરેનાં મૃતકનાં કલેવરોનો જે દુર્ગધ હોય તેથી અધિક અશુભતર હોય છે. ૭. – લીમડાની ગળો વગેરે કરતાં પણ અત્યન્ત કટુક છે. . સર્ણ – તેઓનો સ્પર્શ અગ્નિ, વીંછી, કવચ, આદિના સ્પર્શથી પણ અત્યન્ત રૌદ્ર દુખાવહ છે. ત્યાં તે સાતે પૃથ્વીના સ્પર્શી અમનોજ્ઞ છે. વાયુ તથા વનસ્પતિઓના સ્પર્શે તેમને તો ત્રાસરૂપ જ હોય છે. ૬. ગુરાયું– એઓનો પરિણામ અગુરુલઘુ હોવા છતાં પણ તીવ્ર દુઃખના આશ્રયભૂત અતીવ વ્યથાને કરે છે. ૧૦. શ નારકોના શબ્દો સતત પીડાતા, કચડાતા અને તેથી અત્યન્ત દુઃખદ આશ્ચન્દ વડે વિલાપ કરતા હોવાથી કરુણા ઉપજાવે તેવા હોય છે. આ પ્રમાણે દસ પ્રકારના અશુભ પુદ્ગલપરિણામો નારકીને વિષે અવશ્ય હોય છે. [૨૦૭]. (પ્ર. ગા. સં. ૪૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy