________________
૨૭૦
संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह જ્યોતિષી, બાર કલ્પ, ચૈવેયક અને અનુત્તર દેવોનો યથાસંગે કરીને અવધિજ્ઞાનક્ષેત્રનો આકાર નીચે પ્રમાણે. ૧૯૮
તરાપાનો, પાલા–પ્યાલાનો, પટહનો, ઝાલરનો, મૃદંગનો, પુષ્પગંગેરીનો અને યવ એટલે યવ નાલિકાકારનો હોય છે. તિર્યંચો અને મનુષ્યોનું અવધિજ્ઞાન નાના નાના (જુદા–જુદા) પ્રકારના સંસ્થાનવાળું કહેલું છે. ||૧૯લા
વિરોણાર્ય સિદ્ધાંતમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનો કહેલાં છે. એ જ્ઞાનોમાં સર્વ જ્ઞાનનો સમાવેશ આવી જાય છે. એક એક જ્ઞાન ક્રમશઃ ચઢિયાતું છે. એમાં પ્રથમના બે જ્ઞાનો જીવમાત્રમાં ન્યૂનાધિકપણે હોય છે જ અને એટલી પણ જ્ઞાનચેતનાથી જ જીવ, જીવ તરીકે ઓળખાય છે, અન્યથા તે અજીવ જ કહેવાય. વળી અવધિ આદિ ત્રણ શાનો વિશિષ્ટ ગુણની ભૂમિકાએ પહોંચવાથી પ્રાપ્ત થાય છે. એમાં છેલ્લું કેવલજ્ઞાન ચૌદરાજલોકના અને અલોકના સર્વ પદાર્થોને આત્મસાક્ષાત, બતાવનાર છે. અસ્તુ. આપણને તો અત્યારે એક અવધિજ્ઞાનનો વિષય જરૂરી હોવાથી અન્ય ચર્ચા છોડી તેને જ સમજીએ.
અવધિ-જ્ઞાન-અવધિ એટલે મયદાવાળું જ્ઞાન તે. મયદા શેની? રૂપી–અરૂપી એ બે પ્રકારના પદાર્થમાંથી માત્ર રૂપી જ પદાર્થનો આત્મસાક્ષાત્કાર કરાવનાર હોવાથી તે મર્યાદિત થયું. આ જ્ઞાન અનુગામી આદિ છ ભેદે અથવા અસંખ્ય અને અનન્ત ભેદે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના માલિકને પોતાના સ્થાને બેઠા થકાં જે વસ્તુ જોવા ઇચ્છા થાય ત્યાં ઉપયોગ (ધ્યાન દેવું) મૂકવો પડે છે. આ જ્ઞાન બહુ ભેદવાળું અને ક્ષેત્રથી મર્યાદિત ને ભિન્ન ભિન્ન રીતે ઉત્પન્ન થવાવાળું છે. આ જ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે રીતે ઉત્પન્ન થાય છે. દેવોને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે કારણકે દેવભવમાં ઉત્પન્ન થતાં જ તેનો ઉદય થાય છે. આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળા ક્યા દેવને કેવી રીતે? કેટલા પ્રમાણમાં તે જ્ઞાન હોય છે? તે કહે છે.
કર અધોગથિક્ષેત્ર હવે પ્રથમ ઉત્કૃષ્ટ વિષયને કહેવાનો હોવાથી પ્રથકાર પ્રથમ વૈમાનિક નિકાયાશ્રયી અધ ક્ષેત્રમર્યાદાને જણાવે છે.
પ્રથમના સૌધર્મ અને ઇશાન એ બે કલ્પના ઉત્કૃષ્ટાયુષી દેવો-દેવીઓ (તથા તેમના સામાનિકાદિ દેવો) પોતાના પ્રાપ્તજ્ઞાનથી નીચે, પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીના અન્ત સુધીના સર્વ રૂપી પદાર્થોને જોવા શક્તિમાન છે. સનકુમાર–મહેન્દ્ર કલ્પના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ઇન્દ્રાદિક દેવો યાવત્ શર્કરપ્રભાપૃથ્વીના અન્ત સુધી દેખે. બ્રહ્મ-લાંક કલ્પના તાલુકા પ્રભાના અન્ન સુધી, શુક્ર–સહસ્ત્રારના ચોથી પંકપ્રભાના અન્ન સુધી, આનત પ્રાણત-આરણ–અશ્રુત કલ્પના દેવો પાંચમી ધૂમ્રપ્રભાના અન્ત સુધી દેખે. પરન્તુ એટલું વિશેષ સમજવું કે ઉત્તરોત્તર કલ્પના દેવો એક બીજાથી અધિક અધિક વિશુદ્ધતર–વિશુદ્ધતમપણે ક્રમશઃ પદાર્થોના બહુપયયોને દેખે. [૧૯૫] .
પ્રથમની છ રૈવેયકના દેવો છઠ્ઠી તમ પ્રભા પૃથ્વી સુધી, ઉપરની ત્રણ રૈવેયકના સાતમી તમસ્તમપ્રભા સુધી, અને અનુત્તર કલ્પના દેવો (સ્વધ્વજાના અન્તથી ઉપર નહીં માટે) કંઈક ન્યૂન
૩૪૭. જ્યાં કલ્પયુગલ હોય ત્યાં એકથી બીજા કલ્પના દેવો તે જ ક્ષેત્રને વિશુદ્ધપણે જોવે એમ સમજવું..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org