________________
देवोना प्रविचार संबंधी विचारणा
३३५
છે. મોહદશાનો સંકલેશ જેમ જેમ ઓછો તેમ તેમ તદ્વિષયક ઇચ્છામાં ઘટાડો. મોહદશાની અત્યન્ત ઉપશાન્ત સ્થિતિ તેટલી જ ચિત્તસ્વસ્થતા ને શાંતિ, એટલે ત્યાં ભોગેચ્છાનો અત્યન્ત અભાવ હોય છે, એ વાત ઉપરની ગાથામાં કહી છે. તેનો વિશેષ અર્થ નીચે મુજબ છે.
અહીં ‘વો રુપ' એ શબ્દ મર્યાદાસૂચક હોવાથી ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને સૌધર્મઇશાનકલ્પ સુધીના સઘળા દેવો કાયપ્રવિચારક છે. પ્રવિચાર એટલે વિષયસેવના એટલે કે સંકિલષ્ટ પુરુષવેદ ઉદયકર્મના પ્રભાવથી મનુષ્યની પેઠે ઇન્દ્રાદિક દેવો મૈથુનસુખમાં પ્રકર્ષપણે લીન થયા થકા, સર્વ અંગથી—કાયાના સ્પર્શથી ઉત્પન્ન થતા સુખનેપ્રીતિને મેળવે છે. જેમ મનુષ્યો સ્ત્રી સાથે સર્વાંગ દ્વારા વિષયસુખને ભોગવે છે, તે જ રીતે પ્રસ્તુત દેવો કાયસેવી હોવાથી ઉત્તમોત્તમ શૃંગાર હાવ–ભાવને ધારણ કરતી દેવીઓ સાથે ભોગસુખમાં તલ્લીન બને છે. આ દેવો જ્યારે જ્યારે પોતાના મનમાં જે જે દેવીઓ સાથે ઉપભોગની ઇચ્છા કરે કે તરત જ તે તે દેવીઓ તેઓની ઇચ્છાને શ્રવણદ્વારા, જ્ઞાનદ્વારા કે તથાવિધ પ્રેમપુદ્ગલના પરસ્પર સંક્રમણદ્વારા જાણીને, તે દેવોના વિષયસુખની તૃપ્તિ કરવા દિવ્ય અને ઉદાર શૃંગારયુક્ત એવા મનોજ્ઞ, પ્રતિક્ષણે પ્રેમોદ્ભવ કરનારા, અનેક ઉત્તરવૈક્રિય રૂપોને વિકુર્તીને દેવો સમીપે આવે છે. તે વખતે દેવો પણ રૂપો વિકુર્તીને શીઘ્ર અપ્સરાઓની સાથે સલંકારવિભૂષિત ઉત્તમ સભાગૃહમાં દિવ્યશય્યા ઉપર સંકિલષ્ટ પુરુષવેદના ઉદયથી મનુષ્યની પેઠે સર્વાંગયુક્ત કાયકલેશ–મનપૂર્વક, પ્રત્યંગે આલિંગન કરીને મૈથુન સેવન કરે છે. તે વખતે દેવીના શરીરનાં પુદ્ગલો દેવશરીરને સ્પર્શીને, અને દેવના દેવીને સ્પર્શીને, એમ પરસ્પર સંક્રમણદ્વારા મનુષ્યના વિષયસુખ કરતાં અનન્તગુણ સુખાનંદને પ્રાપ્ત કરે છે, જેથી તેઓ તૃપ્ત થાય છે અર્થાત્ કામાભિલાષથી નિવૃત્ત બને છે; કારણકે મનુષ્યવત્ દેવને પણ વૈક્રિયશરીરી દેવીની યોનિમાં વૈક્રિયસ્વરુપ શુક્ર (વીર્ય) પુદ્ગલોનો સંચાર થાય છે અને તેથી તેઓની તત્કાળ વેદોપશાન્તિ પણ થઈ જાય છે.
૩૧૭
પરંતુ આ શુક્ર પુદ્ગલો વૈક્રિય હોવાથી વૈક્રિય યોનિમાં જતાં ગર્ભાધાનનાં હેતુરૂપ થતા નથી. પરંતુ દેવીના રૂપ—લાવણ્ય—કાંતિ—સૌંદર્ય—સૌભાગ્યાદિ ગુણને વધારે છે.
સનત્કુમાર–માહેન્દ્ર કલ્પના દેવો. સ્પર્શપ્રતિચારક એટલે તેઓને તથાવિધ કર્મના ઉદયથી કાયસેવન કરવાની ઇચ્છા થતી જ નથી, પરંતુ તેઓને વિષયવાસના જાગૃત થતાં વિષયાતુર બને છે ત્યારે નીચેના બે કલ્પની દેવીઓ તેમની ઇચ્છાને અને પોતાના તરફના આદરભાવને સમજીને તેમની પાસે પહોંચી જાય છે અને તરત જ તે દેવીઓના હસ્ત, ભુજા, વક્ષસ્થળ, જંઘા, બાહુ, કપોલ, વદન, ચુમ્બન આદિ ગાત્રના સંસ્પર્શમાત્રથી વિષયસુખના આનંદને મેળવે છે.
અહીં શંકા થાય કે—કાયપ્રતિચારમાં તો પરસ્પર શુક્ર પુદ્ગલ—સંક્રમણ પરસ્પર આલિંગનપૂર્વક સેવન હોવાથી બને; પરંતુ સ્પર્શ—રૂપ—શબ્દ—મનઃપ્રતિચારમાં શુક્રપુદ્ગલ સંક્રમણ હોય કે નહીં? આ
૩૧૭. દેવોનું શરીર વૈક્રિય હોવાથી દેવ દેવીના સંબંધમાં ગર્ભનો પ્રસંગ આવતો જ નથી. કોઈ જન્માન્તરીય રાગાદિના કારણે મનુષ્યસ્રી સાથે દેવનો સંબંધ થાય તો તે સંબંધ માત્રથી ગર્ભાધાન રહેવાનો સંભવ નથી; કારણકે વૈક્રિય શરીરમાં શુક્રપુદ્ગલોનો અભાવ છે. દિવ્ય શક્તિવિશેષથી ઔદારિક જાતિનાં શુક્રપુદ્ગલોનો પ્રવેશ થાય અને ગર્ભ રહે તે અન્ય બાબત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org