________________
૨૨૬
कया जीवने केटला संघयण होय? રહેલો હોય, એ આંટી લગાવેલા હાડની બીજી બાજુ હાડની ખીલી આરપાર નીકળેલી હોય છે.
૫. શનિવા–બને અસ્થિ-હાડ આંટી માર્યા વિના પરસ્પર સીધા જોડાએલા હોય અને બને હાડને વટાવીને આરપાર હાડની ખીલી નીકળેલી હોય છે. '
૬. દેવદું-આ સંઘયણ અંતિમ કોટિનું છે, આનાં હાડની સંધિના સ્થાને સામસામા જે છેડાઓ તે પૈકી એક હાડની ખોભણમાં બીજા હાડનો બુદ્દો છેડો સહેજ અંદર સ્પર્શ કરીને રહેલો હોય છે. આને ભાષામાં છેવઋણ (તે હાડના પર્યત ભાગ વડે પર્શિત) કહેવાય છે. તેમ આને “વાર્તથી પણ ઓળખાવાય છે. એટલે સેવા તેથી માર્ત–પીડાતું. સહજના નિમિત્તમાત્રથી આ હાડનું બંધારણ તૂટી પડે છે જેને હાડકું ભાંગ્યું –ઉતરી ગયું કહેવાય છે અને તેથી તૈલાદિકના મર્દનથી સેવામાં પાછું ખોભણમાં ચઢી જાય છે, એટલે પીડાયા છતાં સેવા કરવાથી સ્વસ્થાનને પ્રાપ્ત થતું અસ્થિ બંધારણ તે. વર્તમાનકાળમાં જીવને આ અંતિમ સંઘયણ વર્તે છે. [૧૫૯-૧૬૦]
અવતાર–એ છ સંઘયણો પૈકી કયા જીવને કેટલાં સંઘયણ હોય? તે કહે છે.
छ गब्भतिरिनराणं, समुच्छिमपणिदिविगल छेवटुं । सुरनेरइया एगि-दिया य सवे असंघयणा ॥१६१॥
સંસ્કૃત છાયાषड् गर्भजतिर्यङ्नराणां, सम्मूर्छिम–पञ्चेन्द्रिय-विकलानां सेवार्तम् ।
सुर-नैरयिका एकेन्द्रियाश्च सर्वे असंहननाः ॥१६१।। શબ્દાર્થ – ગાથાર્થ વિશેષાર્થવત, સુગમ છે. ૧૬૧
વિશેષાર્થ– ગર્ભધારણદ્વારા ઉત્પન્ન થતાં ગર્ભજતિયચ તથા મનુષ્યોમાં જુદા જુદા જીવની અપેક્ષાએ છ સંઘયણો મળી શકે છે. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તે સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચો અને વિકસેન્દ્રિય તે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને એક છેલ્લું છેવä સેવાd સંઘયણ હોય છે. દેવો–નારકો અને એકેન્દ્રિયો સર્વે સંઘયણરહિત હોય છે, અથતિ તેઓને અસ્થિરચનાત્મકપણું હોતું નથી, પરંતુ દેવોની ચક્રવત્યદિથી પણ અત્યન્ત મોટી શક્તિ હોવાથી તેઓને ઔપચારિક વજૂઋષભનારાચ સંઘયણવાળા કહેવાય છે, કારણકે ઉત્કૃષ્ટશક્તિવિષયક સમાનતા જરૂર ધરાવે છે. તેવી રીતે એકેન્દ્રિયને અલ્પશક્તિને કારણે ઔપચારિક સેવાd સંઘયણવાળા પણ કહેલાં છે કારણકે
૩૦૯. તેને કોઈક “વજૂનારાચ” પણ કહે છે એટલે ખીલી ખરી પણ પાટો નહીં. તેને બીજું સંઘયણ કહે છે.
૩૧૦. આંટી વિનાના એટલે બે લાકડા ઉપરાઉપરી રાખીને ભલે ખીલી મારી હોય છતાં કોઈ વખતે ઉપર નીચેના લાકડાને ફરી જવાનો યા શિથિલ થવાનો પ્રસંગ બને ખરો.
૩૧૧. અથવા વૃદ્ધાવસ્થામાં તૈલની સેવા અવારનવાર માગ્યા કરે, ઘડીકમાં ઘુંટણ જલાઈ જાય, ઘડીકમાં કાંડા દુઃખવા આવે, ઘડીકમાં બીજા સાંધા દુઃખવા આવે, તૈલની માલીશ કરે કે પાછા તે કામ આપતા થાય–દિગમ્બરીય ગ્રન્થોમાં આ સંઘયણનો નામભેદ છે.
- ૩૧૨. મતાંતરે કોઈક છએ ઘટાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org