________________
३२८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જો કરતાં જણાવે છે કે વજૂ-કાલિકા (એટલે ખીલી) ઋષભ એટલે પાટો અને નારાચ એટલે ઉભય–બન્ને બાજુ મર્કટબંધ હોય તેને પ્રથમ સંઘયણ જાણવું. (૧૫૯-૧૬ના
વિશોષાર્થ – સંઘયણ અથવા સંહનન એ બંને શબ્દો એકાર્યકવાચી છે. સંહનન એટલે સંચજો સંતિવિશેષ પ્રાન્તિ શરીફાશ્ચવવા સ્તાનિ સંદનનનિ અર્થાત્ જે વડે શરીરનાં અવયવો, તેમજ હાડકાઓ વિશેષ મજબૂત થાય તે જાતનું બંધારણ તેને સંહનન–સંઘયણ કહેવાય. (સંઘયણ પ્રાકૃત શબ્દ છે.) અથવા સંયથામટ્ટિનિવમો એ પદથી “અસ્થિનો સમુહ બંધારણ વિશેષ' તે સંઘયણ કહેવાય છે. બીજા મતે સંહનન એટલે “શક્તિવિશેષ’ એવો પણ અર્થ કરે છે. અથવા ઉત્તરોત્તર દઢ-દઢતર શરીરનું બંધારણ તે. એ સંઘયણો છ પ્રકારનાં છે.
૧. વત્રામનારવ.વસ્ત્ર એટલે ખીલી, ઋષમ એટલે પાટો અને નાર/કહેતા મર્કટબધું, આ ત્રણે બંધારણો જેમાં હોય તે.
આ સંઘયણ મહાન પુરુષોને હોય છે અને તે શરીરના સંધિસ્થાનોમાં હોય છે. ત્યાં પ્રથમ મર્કટબંધ એટલે સામસામા હાડના ભાગો એક બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય (°°વાનરના બચ્ચાવત) અને તે અસ્થિના મર્કટબંધ ઉપર મધ્યભાગે ઉપર નીચે ફરતો હાડકાનો પાટો વીંટાએલો હોય છે, અને પુનઃ તે જ પાટાની ઉપર મધ્યભાગે હાડકાની બનેલી એક મજબૂત ખીલી આખાએ પાટાને ભેદી, ઉપરના મર્કટબંધને ભેદી, નીચે પાટો તથા મર્કટબંધને ભેદીને બહાર નીકળેલી હોય છે અર્થાત્ આરપાર નીકળેલી હોય છે. તેને પહેલું વજૂરાષભનારા સંઘયણ કહેવાય છે.
આ સંઘયણ એટલું તો મજબૂત હોય છે કે તેવી હાડની સંધિ ઉપર હોય તેટલા ઉપદ્રવોપ્રહારો થાય છતાં અસ્થિભંગ થતો નથી, એ ભાગ “સંધિથી જુદો પડતો નથી. અર્થાત્ આ ઘણું જ મજબૂતમાં મજબૂત હાડકાનું બંધારણ છે.
૨. સક્ષમનારા આ સંઘયણમાં માત્ર વજૂ શબ્દ નથી એથી મર્કટબંધ, તે ઉપર પાટો એ બે હોય પણ એક ખીલી ન હોય તે.
૩. નાર–આમાં માત્ર મર્કટબંધ એકલો જ હોય છે.
[અનુક્રમે એક એક બંધારણ ઘટતું જાય છે. અને તેથી જ ઉત્તરોત્તરનાં સંઘયણોમાં બનહાનિ થતી સમજવી.]
૪. અર્ધનાર આમાં મર્કટબંધ ખરો પણ ૩ વિશેષણથી અર્ધી મર્કટબંધ એટલે એક હાડનો છેડો સીધો અને બઠો હોય. તેના ઉપર બીજો સામો હાડનો છેડો. તે સીધા હાડ ઉપર આંટી મારીને
૩૦૬. મલ્લકુસ્તી કરનારા દાવપેચ ખેલતાં જેમ સામસામા બાહુને પકડે છે તેની માફક.
૩૦૭. મર્કટ એટલે વાનર, અથતિ વાનરનું બચ્ચે પોતાની માના પેટે જેમ ચોંટી પડે છે અને ત્યારબાદ વાનર . ગમે તેટલું કૂદાકૂદ કરે છે છતાં તે બચ્ચે છૂટું પડતું નથી તેવી જાતનો બંધ મર્કટબંધ કહેવાય.
૩૦૮. જેમ એક સુથાર બે લાકડાને ઉપરાઉપરી જોડે તો તે ઢીલા થઈ જાય પણ દોઢ કરીને ફાંસ મારીને બેસાડે, પછી લોખંડની પટીથી ચારે બાજુ પકડ લે ને પછી પટી ફાંસને ભેદી નાંખે તેવી રીતે મજબૂત ચાર ઈચનો દેશી ખીલો કોઈ રીતે છૂટું ન પડે તે રીતે મારે, એથી પણ વધુ પકડવાળું આ બંધારણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org