________________
३२६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ જઘન્ય ઉપપાત સૌધર્મો હોય છે. ૧૫૭–૧૫૮.
વિશેષાર્થ— યતિ કહેતાં સાધુ, એ બે પ્રકારના હોઈ શકે છે. એક તો સંપૂર્ણ જ્ઞાનવાળા કેવલી યતિ, બીજા અપૂર્ણ જ્ઞાનવાળા તે મતિ–શ્રુત-અવધિમન:પર્યવને યથાસંભવ ધારણ કરનારા છવાસ્થ યતિ. એમાં કેવલી યતિ તદ્ભવ મોક્ષગામી જ હોય છે એટલે તેઓના ઉપપાતની વિચારણા અસ્થાને છે, કારણકે મોક્ષે ગયા પછી તેમનું પુનરાગમન કદી હોતું જ નથી.
બીજા તે કેવલીથી ન્યૂન જ્ઞાનવાળા છઘસ્થસંયમી અથતું –ગાથામાં છાણ શબ્દ છે. ત્યારે છઘ0 કોને કહેવાય? છાતિ માનો યથાસ્થિત પતિ છા, આત્માના સાચા સ્વરૂપને ઢાંકે તે છ%. તો તે છv=ઢાંકનાર કોણ? તો જ્ઞાનાવરણાદ્રિ ઘાતિવર્મવતુવં–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાત કર્યો છે. તેથી આવૃત્ત થયેલા યતિઓ. આ છઘસ્યો જે ચૌદ પૂર્વધરો તેમજ અન્ય મુનિઓ હોય છે તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રક્ત રહી, શુભભાવે મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટથી ત્રિલોકતિલકસમાન એવા ઉત્તમ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે.
હવે જેઓએ ઉત્કૃષ્ટપણે ચારિત્રનું આરાધન ન કરતાં જઘન્યપણે જ કરેલું હોય એવા યતિઓ, જઘન્યથી સૌધર્મ કલ્પ, છેવટે બે થી નવ પલ્યોપમની સ્થિતિવાળા દેવપણે જરૂર ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે જઘન્ય શ્રાવકપણે પાળનારા શ્રાવક પણ છેવટે સૌધર્મ કંધે પલ્યોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે.
આ ગતિની વ્યવસ્થા સાધુ-શ્રાવક સ્વઆચારમાં અનુરક્ત હોય તેમને ઉદ્દેશીને જ સમજવી, પણ સ્વાચારથી તદ્દન ભ્રષ્ટ હોય, કેવલ પૂજાવાની ખાતર વેષ પહેરતો હોય, અને શાસનનો ઉઠ્ઠાઇ કરનારો હોય તેવાઓની ગતિ તો તેઓના કમાનુસાર સમજી લેવી. ભલે બહારથી દેખાવમાં ગમે તેવો હોય. [૧૫૭]
બીજી ગાથામાં જઘન્ય ઉપપાતનું કથન કરતાં પ્રથમ ગાથામાં છવયતિમાં ચૌદ પૂર્વધર પણ ગણાવ્યા અને તેનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધ કહ્યો; હવે છvસ્થતિ પૈકી માત્ર એ ચૌદપૂર્વધરનો જઘન્યઉપપાત લાતક સુધી હોય છે. પરંતુ તેથી નીચે હોતો નથી જે. અને તાપસાદિ–(આદિ શબ્દથી ચરક પરિવ્રાજકદિ) જેમનો પૂર્વે ઉત્કૃષ્ટ ઉપપાત આવી ગયો છે તેમનો જઘન્ય ઉપપાત વ્યન્તરમાં હોય છે. મતાંતરે ભવનપતિમાં કહ્યો છે.. ઉક્ત ગાથાઓમાં કહેલો સર્વ ઉપપાતવિધિ પણ નિજ નિજ ક્રિયામાં સ્થિત હોય તેમને માટે જ સમજવો. પરંતુ જેઓ સ્વ-સ્વ ધર્મના આચારથી પણ હીન ક્રિયાધર્મને સેવે છે તેઓને માટે તો સ્વસ્વકાર્યાનુસાર સમજવો, જે વાત ઉપર કહી જ છે. [૧૧૮]
અવતરણ– એ પ્રમાણે અધ્યવસાય તેમજ આચારાશ્રયી ઉપપાત વિધિ કહીને સંઘયણ દ્વારા ઉપપાત કહેવાનો હોવાથી પ્રથમ છ સંઘયણનું વર્ણન કરે છે.
'वजरिसहनारायं, पढमं बीअं च 'रिसहनारायं । “નાર યમનારાય", સીરિયા તા છેવ૬ ફા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org