SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ३१८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સેન ૧ કિલતા=વૈરવડે પ્રતિબદ્ધ આસક્ત થયેલા, તે કોઈ જીવ ઉત્તમ તાધર્મને સેવતો હોય, મહાન ઋષિ-ત્યાગી હોય, પરંતુ જો વૈરભાવથી આસક્ત હોય કે ક્યારે દુશમનની ખબર લઉં? આવા જીવો પરભવાયુષ્યનો બન્ધ કરે તો મલિનભાવનાના યોગે ભવનપતિ નિકાયમાં ઉપજે છે; કારણકે વૈર વાળવું એ બૂરી ચીજ છે, એથી મન હંમેશા મલિન રહે છે. વૈર વાળી શકે યા ન કે તો પણ તે અશુભ ભાવનાના યોગે ઉક્ત ગતિ તો મેળવે છે. તે ત્યાં જાય છે ત્યાં પણ જન્માન્તરના વિરોધી સંસ્કારોથી વૈરી પ્રત્યે વૈર વાળવાની પુનઃ વૃત્તિ જાગે છે. આ રીતે વૈરપરંપરાનું વિષચક્ર ફર્યા જ કરે છે અને અનેક કદર્થનાને પામે છે. પનઃ પુનઃ કર્મબંધ દ્વારા સંસારમાં પરિભ્રમણો કર્યા જ કરે છે, માટે પ્રાણીએ કદી વૈરાસક્ત ન બનવું અને સમભાવવૃત્તિ કેળવવી. વૈરની પરંપરા ખૂબ જ લાંબી ચાલે છે. સમરાદિત્ય વગેરેના દષ્ટાંતો તેના સાક્ષીરૂપે છે માટે વૈરોપશમન કરી મનને શાંત કરી દેવું એ જૈનધર્મ પામ્યાનું ફળ છે. એ પ્રમાણે ઉક્ત અનિષ્ટભાવનાના યોગે પ્રાણી પોતાની ઉત્તમ આરાધનાને પણ દૂષિત બનાવી, ઉત્પન્ન થતા જઘન્યકોટિના સુઅધ્યવસાયદ્વારા અસુરોને વિષે ઉત્પન્ન થઈ શકે છે. [૧૫] અવતરણ—હવે લત્તરપણે કયા કારણથી જીવ ઉત્પન્ન થાય? તે કહે છે. रज्जुग्गह-विसभक्खण जल-जलणपवेस तण्ह-छुहदुहओ । गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३॥ ૩૦૨. એટલું વિશેષ સમજવું કે કોઈ પણ જીવનું આગામી ગતિસ્થાનનું નિમણિ પરભવાયુષ્ય બન્ધકાલે ઉત્પન્ન થતી શુભાશુભ ભાવના અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હવે સ્વભવ આયુષ્ય પ્રમાણમાં જીવને આયુર્બન્ધના મુખ્યત્વે ચાર સમયો પ્રસંગો આવે છે. પ્રથમ સોપક્રમી જીવનું જેટલું આયુષ્ય હોય તેના ત્રીજા ભાગે,બીજો પ્રસંગ નવમા ભાગે, ત્રીજો સત્તાવીશમાં ભાગે અને છેવટે ચોથો નિજાયુષ્ય પૂર્ણ થવા આડું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે, અર્થાત્ ત્રીજા ભાગે પરભવાયુષ્ય બધુ જીવે ન કર્યો હોય તો નવમે કરે, ત્યાં ન કર્યો હોય તો ૨૭ મે, છેવટે અંતર્મુહૂર્ણ બાકી રહે પરભવાયુષ્ય બન્ધ જરૂર કરે જ. એ આયુષ્યબન્ધના કાળ પ્રસંગે જીવના જેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાય હોય, તદનુસાર શુભાશુભ ગતિનો બન્ધ કરે છે. શુભ અધ્યવસાય શુભ ગતિને, અશુભઅધ્યવસાય અશુભ ગતિને આપે છે. તે ગતિમાં પણ ઊંચ-નીચ સંપત્તિની પ્રાપ્તિ એ અધ્યવસાયની જેટલી જેટલી વિશુદ્ધિ હોય તે તે ઉપર આધાર રાખે છે, પછી ભલે તે જીવોએ દારૂણ પાપાચરણો સેવ્યાં હોય; પરંતુ આયુર્બન્ધકાલે પૂર્વ પુણ્યથી, તથાવિધ શુભાલંબનથી પૂર્વકૃત પાપનો પશ્ચાતાપ આલોચના ગ્રહણ ઈત્યાદિ કર્યું હોય અને શુભ અધ્યવસાયો ચાલતા હોય તો જીવ ચિલાતીપુત્ર, દઢપ્રહારી તામલી તાપસાદિની જેમ શુભ અધ્યવસાયને પામી સમ્યગ્દષ્ટિપણું પ્રાપ્ત કરી શુભગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. - બીજું એ પણ યાદ રાખવું કે જો જીવે આયુષ્યના ચાર ભાગો પૈકી કોઈ પણ ભાગે શુભ ગતિ અને શુભ આયુષ્યનો વધ કર્યો હોય, એ બન્ધ પૂર્વે કે અનન્તર અશુભ આચરણાઓ થઈ હોય, પરંતુ તેને શુભ ગતિના આયુષ્યનો બન્ધ કર્યો હોવાથી તેને શુભ સ્થાને જવાનું હોવાથી પૂર્વના સંસ્કારોથી શુભ ભાવના ‘જેવી ગતિ તેવી મતિ આ ન્યાયે આવી જ જાય છે પણ જો આયુર્બન્ધ “જેવી મતિ તેવી ગતિ' ના ન્યાયે અશુભ ગતિનો કર્યો હોય અને બન્ધકાળપૂર્વ અનન્તર શુભ કાર્યો કર્યા હોય તો પણ અશુભસ્થાનમાં જવું હોવાથી અશુભ અધ્યવસાયો પ્રાયઃ પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકમાં જીવની જેવી આરાધના તેવી તેની માનસિક સ્થિતિ છે. આરાધના શુભ હોય તો સુંદર સંસ્કાર–ભાવનાથી વાસિત હોય છે અને અશુભ આરાધના અશુભ હોય તો અસુંદર સંસ્કાર ભાવનાથી વાસિત બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy