________________
जीवना इष्ट अने अनिष्ट संयोगोनुं परिणाम
३१३ જ્યારે ઉત્પન્ન થનારા ઉમેદવારો તમામ ગતિ-જાતિના છે. જેનાં સ્થાન ઓછાં હોય અને ઉમેદવારો અસાધારણ હોય ત્યારે તે સ્થાન મેળવવું કેટલું મુશ્કેલ? તે સમજી શકાય તેવું છે, માટે જ આગમમાં કુદે વસ્તુ માપુણે મવે' ઇત્યાદિ જે વચનો ઉચ્ચારાયાં છે, તેની યથાર્થતા સિદ્ધ થાય છે. આ વાત તો પ્રાસંગિક કહી. હવે મૂળ વાત પર આવીએ.
-દેવગતિની પ્રાપ્તિમાં હેતુ શું? તો ગાથામાં જણાવ્યા મુજબ ‘થ્યવસાય’ વિશેષ.
અધ્યવસાય એટલે શું? તો માનસિક પરિણામ–વ્યાપાર વિશેષ છે. અર્થાત્ માનસિક વિચાર તેનું જ નામ અધ્યવસાય. આ અધ્યવસાય ત્રણ પ્રકારનો છે. 9 અશુદ્ધ, ર શુદ્ધ, રૂ સત્યન્ત શુદ્ધ.
આત્મા અશુદ્ધમાંથી શુદ્ધ વિચારમાં ને શુદ્ધમાંથી અતિશુદ્ધ વિચારવાળો બને છે તેથી તે પ્રમાણે ક્રમ દર્શાવ્યો છે.
અશુદ્ધ પરિણામ-નરકાદિ દુર્ગતિનાં કારણરૂપ, શુદ્ધ પરિણામ દેવાદિક સુગતિનાં કારણરૂપ અને અત્યન્ત શુદ્ધ પરિણામ તે મુક્તિસુખ–મોક્ષનાં કારણરૂપ છે. માનસિક વિચારોની બે પ્રકારની સ્થિતિ
સામાન્ય રીતે માનસિક વિચારોની જે વિભિન્નતાઓ પ્રતિક્ષણે ઊભી થાય છે તેને બે વર્ગમાં જ વહેંચી નાંખવામાં આવી છે. એક ર અને બીજો ફેષ.
આથી પ્રથમના બે ભેદમાંથી ચાર ભેદ સર્જાશે. એટલે કે શુદ્ધ અને શુદ્ધદેવ. શુદ્ધ અને અશુદ્ધ વેષ, જેને પ્રચલિત પરિભાષામાં બોલીએ તો પ્રશસ્તર –ષ અને પ્રશસ્ત -ઠેષ કહેવાય.
મનની આ ભિન્નભિન્ન વિચારધારાઓને ઉત્પન્ન થવામાં ઇષ્ટ–અનિષ્ટ વસ્તુનો સંયોગ-વિયોગ મુખ્ય ભાગ ભજવે છે. જેમાંથી શુભાશુભ કાષાયિક પરિણામો ઉદ્દભવે છે. ઈષ્ટ વસ્તુના સંયોગ અંગે–
૧. અર્થાત જ્યારે જીવને જડ કે ચૈતન્યાદિ ઇષ્ટ વસ્તુનો સંયોગ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રથમ તો તે અત્યન્ત પ્રસન્ન થાય છે. અને એ પ્રસન્નતાનો અતિરેક તે તે પદાર્થમાં તન્મય થતો તીવ્ર–તીવ્રતર–તીવ્રતમ કોટિએ પહોંચી જાય છે. પછી ઈષ્ટની વિશેષ પ્રાપ્તિ, રક્ષણ ને ઉપભોગમાં મનને તદાકાર બનાવે છે. આ ઈષ્ટસાધન રાગની આસક્તિ બે પ્રકારનાં સાધનો વિષે થાય છે. એક સંસારનાં સાધનો પરત્વે અને બીજી મુક્તિનાં સાધનો વિષે. સંસારનાં સાધનો વિષે થાય ત્યારે તે અપ્રશસ્ત કોટિની અને મુક્તિનાં કે આત્માનાં સાધનો વિષે હોય છે ત્યારે તે પ્રશસ્ત કોટિની કહેવાય છે. જેમકે કુદેવ, કુગુરુ અને કુધર્મ પરત્વે કરાતો રાગ તે અપ્રશસ્ત કહેવાય છે અને સુદેવ, સુગુરુ, સુધર્મ પરત્વે કરાતો રાગ તે પ્રશસ્ત કહેવાય છે.
પ્રશસ્ત રાગ તે “શુદ્ધ-શુભ છે. અને જો તેના મૂળ અર્થમાં બરાબર હોય તો, તે દ્વારા જીવ શુભ-પુણ્ય પ્રકૃતિઓના બંધ કરીને દેવાદિક શુભ ગતિ વગેરેની શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે.
* અહીં શુદ્ધ અને શુભ એ એક જ અથવાચક લેવાના છે. અન્યથા એની તાત્ત્વિક વ્યાખ્યામાં બેય ભિન્નાર્થક વાચક છે.
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org