________________
ર૬૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નામોને “શિષ્ટ' શબ્દ જોડી પંક્તિ સમાપ્ત કરવી. એ જ પ્રતરે દક્ષિણ દિશાની પંક્તિના પ્રથમ વિમાનનું નામ હકુમથ્ય, બીજાનું સ્વસ્તિવમધ્ય, ત્રીજાનું શ્રીવત્સમેથ્ય—એમ ૬૧ નામો મધ્ય શબ્દથી સંબોધી સમાપ્ત કરવાં. હવે રહી છેલ્લી ચોથી પંક્તિ, તે પંક્તિના પ્રથમ વિમાનનું નામ “ઉડુણાવર્ત', બીજાનું નામ સ્વસ્તિકાવર્ત, ત્રીજાનું શ્રીવત્સરાવર્ત એમ ૬૧ નામો ‘માવર્ત’ શબ્દ સંબોધીને પૂર્ણ કરવાં. એ પ્રમાણે અન્યત્ર ઘટાવી લેવું.
પુષ્પાવકીર્ણ વિમાનો કેવાં નામવાળાં હોય? તો ઇષ્ટ વસ્તુઓનાં જેટલાં નામો હોય તે નામોવાળાં, સૌભાગ્યવાળી વસ્તુઓનાં નામવાળાં, જે પરિણામ વિશેષાદિ વસ્તુઓનાં અને છેવટે ત્રણે જગતમાં દ્રવ્યોનાં જે કોઈ નામો વર્તે છે તે તમામ નામોથાળાં પુષ્પાવકીર્ણ વિમાનો હોય છે. [૧૨૯–૧૩પ (પ્ર. ગા. સં. ૩૭ થી ૪૩).
અવતર-પૂર્વ ૧૨૯–૧.૩પ ગાથામાં ઇન્દ્રક પંક્તિગત અને પુષ્પાવકીર્ણ વિમાનોનાં નામ દર્શાવ્યાં. હવે લોકમાં ૪૫ લાખ યોજન અને લાખ યોજનના પ્રમાણવાળી કઈ કઈ વસ્તુઓ શાશ્વતી હોય છે? તે જણાવે છે.
पणयालीसं लक्खा, सीमंतय' 'माणुसं 'उडु सिवं च । 'મપટ્ટાખો સવ૬, વંતૂવીવો રૂમ તવર્ષ ૧રૂદા
[y. . . ૪૪] સંસ્કૃત છાયાपञ्चचत्वारिंशल्लक्षाणि, सीमन्तको मानुषमुडु शिवञ्च । अप्रतिष्ठानः सर्वार्थ, जंबूद्वीप इमानि लक्षम् ।।१३६।।
| શબ્દાર્થ સુગમ છે. નાથાર્થ– આ ચૌદરાજલોકમાં પહેલી નરકના પ્રથમ પ્રતરમધ્યે આવેલો સીમંત નામનો ઈન્દ્રક નરકાવાસો મનુષ્યક્ષેત્ર, ઉડુ નામનું વિમાન અને સિદ્ધશિલા આ ચારે વસ્તુઓ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળી છે અને સાતમી નરકના અંતિમ પ્રતર મધ્યેનો અપ્રતિષ્ઠિત નરકાવાસો તથા અનુત્તર કલ્પમધ્યે રહેલ સર્વાર્થસિદ્ધ નામનું વિમાન અને જંબુદ્વીપ આ ત્રણે વૃત્ત વસ્તુઓ એક લાખ યોજનનાં પ્રમાણવાળી છે. ||૧૩૬ાા વિશેષાર્થ– સુગમ છે. [૧૩૬] [પ્ર. ગા. સં. ૪૪]
|| રૂાવનિતાન–પુષ્પાવકીનાં ૨ વિમાનાનાં સ્વપમ્ || અવતા-હવે ચૌદરાજની ગણત્રી કેવી રીતે? તે અને પ્રત્યેકનું મયદાસ્થાન ક્યાં? તે કહે છે. તેમજ ગ્રન્થાતરથી કંઈક વધુ સ્વરૂપ પણ કહીશું.
अह भागा सगपुढवीसु, रज्जु इक्विक तह य सोहम्मे । माहिंद लंत सहसारऽच्चुय, गेविज लोगंते ॥१३७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org