________________
ર૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પથાર્થ— વિશેષાર્થવદ્. / ૧૨છા
વિશેષાર્થ- કોઈ એક દેવ નિમેષમાત્રમાં જો એક લાખ યોજનનું પ્રયાણ કરે તો છ માસે એક રાજના માર્ગ–પ્રમાણનો પાર પામે, એમ શ્રી સર્વદશી જિનેશ્વરદેવો કહે છે.
રત્નસંચયાદિ ગ્રન્થોમાં એક રાજપ્રમાણનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું છે કે કોઈ એક મહર્દિક દેવ એક અતિશય તપાવેલા, એક હજાર મણ ભારવાળા લોહના નક્કર ગોળાને મનુષ્યલોકે પહોંચાડવાની ઇચ્છાથી ઉપરથી એકદમ પ્રબળ જોરથી ફેંકે, ત્યારે તે ગોળો ચંડાગતિના પ્રમાણથી ઘસડાતો ઘસડાતો, નીચે આવતો આવતો, છ માસ–છ દિવસ–છ પળ જેટલા કાળે એક રાજપ્રમાણ આકાશને વટાવે. આ દૃષ્ટાંતથી “રાજપ્રમાણ'ની મહત્તાની કલ્પના કરી લેવી. જેમ એક બાળક પૂછે કે દરિયો કેવોક મોટો હોય ? ત્યારે જેમ બે હાથ પહોળા કરી બતાવીએ છીએ કે “આવડોક મોટો' દરિયાના અપાર માપને બે હાથમાં સમાવી બાળબુદ્ધિને સંતોષ અપાય છે, તે જ રીતે અહીં વ્યવહારથી ઉપરનાં દષ્ટાંતો આપ્યાં છે, પણ વાસ્તવિક ન સમજવાં; કારણ કે તે રીતે તો સંખ્યાત યોજન જ થાય પરંતુ અસંખ્યાત થાય જ નહીં. [૧૨૭] પ્રિ. ગા. સં. ૩૬]
અવતરણ—આદિ ને અંતિમ પ્રતરવર્તી ઇન્દ્રક વિમાનનું પ્રમાણ કહે છે.
पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं,। पणयाललक्खजोयण, लक्खं सबूवरिसव्वटुं ॥१२८॥
સંસ્કૃત છાયાप्रथमप्रतरे प्रथमे, कल्पे उडुनाम इन्द्रकविमानम् । चत्वारिंशद्लक्षयोजन लक्षं सर्वोपरि सर्वार्थम् ।।१२८||
| શબ્દાર્થ સુગમ છે. જાથાર્થ– વૈમાનિક નિકાયના પ્રથમ સૌધર્મકલ્પ, તેના પ્રથમ પ્રતરે “ઉડુ' એ નામક ઇન્દ્રક વિમાન પીસ્તાલીશ લાખ યોજનનું વૃત્ત એટલે ગોળ આકારે છે અને સર્વથી ઉપર–બાસઠમાં પ્રતરે અનુત્તરકલ્પમધ્યે, એક લાખ યોજનપ્રમાણનું વૃત્તાકારે સર્વાર્થ સિદ્ધ નામનું વિમાન આવેલું છે. // ૧૨૮
વિશેષાર્થ – સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને “નવસમીયા' તરીકે ઓળખવામાં આવે છે, કારણકે અબદ્ધાયષ્ક ઉપશમ શ્રેણીએ ચઢેલા તે દેવોને પૂર્વભવમાં કરાતા તપ અથવા ધ્યાનમાં જો છઠ્ઠનો તપ તેમજ “સપ્તવ પ્રમાણ ધ્યાન અધિક થયું હોત તો તે તદ્દભવે સીધા મોક્ષે જ ચાલ્યા ગયા હોત પરંતુ તે પ્રમાણે ન થતાં ઉપશમશ્રેણીમાં જ કાળધર્મ પામીને શિવનગરે પહોંચવામાં વિસામારૂપ અનુત્તરમાં એકાવતારીપણે ઉત્પન્ન થાય છે. થોડુંક ઓછું ધ્યાન-તપ કરવાના પરિણામે ત્યાંથી ચ્યવીને તેમને પુનઃ ગર્ભવાસનું મહાન દુઃખ એક જ વાર સહન કરવું પડે છે, કારણકે
૨૮૫. જેની સાક્ષી ૩૫–રના ની “નવસરૂદત્તરીy” “સત્તdવાગજ્ઞાઉં તથા સબ્સટ્ટસિદ્ધનામ' ગાથાઓ, તેમજ ભગવતીજીનાં “તyવ' ઇત્યાદિ સૂત્રો આપે છે. વળી પં. વીરવિજય કત ચોસઠ પ્રકારી પૂજા પૈકી ત્રીજા વેદનીયકર્મની પંચમ પૂજાના ભાષાકાવ્યમાં તે વાત સરસ રીતે વર્ણવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org