________________
ર૭૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–પૂર્વ ગાથામાં જેમ ત્રણ રીતે આવલિકાની સંખ્યાનો ઉપાય દર્શાવ્યો હતો તેમ અહીં પણ ત્રણ પ્રકારે એટલે ઇષ્ટ પ્રત—ઈષ્ટકલ્પ અને સમગ્ર નિકાયાશ્રયી ઉપાય બતલાવવાનો છે. તેમાં ઇષ્ટકલ્પ અને ઈષ્ટપ્રતરનો ઉપાય ગાથાર્થ દ્વારા કહેવાશે અને ઉપલક્ષણથી સમગ્ર નિકાયાશ્રયીનો ખુલાસો આગળ કહેવાશે. અહીં પ્રથમ ઇષ્ટ પ્રતરાશ્રયી ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્તસંખ્યા જાણવાનો ઉપાય કહેવાય છે. १ प्रत्येकप्रतरे त्रिकोणादिविमानसंख्याप्रमाण जाणवानो उपाय
સૌધર્મ ઇશાન કલ્પનાં પ્રથમ પ્રતરે ૬૨ વિમાનની આવલિકા છે, તેને ત્રણ વિભાગે કરતાં ૨૦ ત્રિકોણ, ૨૦ ચોખ્ખણ અને ૨૦ વૃત્ત આવે, એમ કરતાં બે સંખ્યા શેષ રહી તેમાંથી એક સંખ્યા ત્રિકોણમાં ઉમેરી અને એક ચોખૂણમાં ઉમેરી જેથી ૨૧ ત્રિવે, ૨૧ ચો૦ ૨૦ વૃત્ત, ચારે બાજુની સંખ્યા લાવવાની હોવાથી પ્રત્યેક સંખ્યાને ચારે ગુણતાં (૨૧૪૪૦)૮૪ 2િ૦ (૨૧૪૪૩) ૮૪ ચોખૂણ અને (૨૦*૪=) ૮૦ વૃત્તની સંખ્યા આવે. પછી વૃત્તની ૮૦ સંખ્યામાં ગાથાના નિયમ પ્રમાણે એક સંખ્યા ઇન્દ્રક વિમાનની ઉમેરી દેવી જેથી ૮૧ વૃત્ત સંખ્યા આવી.
પ્રતરઘન પ્રાપ્ત કરવા માટે ત્રણે સંખ્યાને મેળવવાથી (૮૪+૮+૮૧) ૨૪૯ની આવલિકાગત વિમાનસંખ્યા (પ્રતરઘન) સૌધર્મ ઈશાનયુગલના પ્રથમ પ્રતરની પણ આવી શકશે.
એ પ્રમાણે દરેક પ્રતરે આવલિકાગત સંખ્યા પણ સહેજે પ્રાપ્ત થશે. એ પ્રમાણે સર્વ પ્રતરે ત્રિકોણાદિ સંખ્યા પાઠકોએ સ્વયં કાઢી લેવી. અહીં સુગમતા માટે યત્ર આપીએ છીએ.
આ યત્ર દ્વારા પાઠકો ઇષ્ટ–પ્રત્યેક પ્રતરવર્તી તથા પ્રત્યેક કલ્પવત ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્તની ભિન્ન ભિન્ન સંખ્યા જાણી શકશે. તેિમજ વળી પ્રસંગોપાત બતાવેલી પ્રતિ પ્રતરગત અને પ્રતિ કલ્પગત આવલિકા વિમાનસંખ્યા પણ જોઈ શકશે.]
હવે શેષ રહી સમગ્ર નિકાયાશ્રયી ત્રિકોણ, ચોખણ અને વૃત્તની પૃથક પૃથક સંખ્યા તેમજ સમગ્ર નિકાયાશ્રયી આવલિક વિમાનસંખ્યા, તે હવે પછી આપવામાં આવતું યત્ર જોવાથી જાણી શકાશે.
મનનો સંયમ એ જ સર્વોત્તમ સંયમ છે. कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान् चिमूठात्मा, मिथ्याचारः स उच्यते ॥ ભાવાર્થ-જે મુર્ખ મનુષ્ય લંગોટ વગેરે સાધનો દ્વારા કર્મેન્દ્રિયોનો બાહ્ય સંયમ રાખીને ઈન્દ્રિયોને અનુકલ વિષયોનું સતત ચિંતન કરે છે તે મિથ્યાચાર ગણાય છે. અનંતકાળના વિષયભોગના સંસ્કારો અંગે અનિચ્છાએ કોઈવાર વિકલ્પ આવી જાય તે જુદી વાત છે, પરંતુ ઇરાદાપૂર્વક રાત્રિ-દિવસ તે જ વિચારો અને તેના જ વાતાવરણના પોષણની પ્રવૃત્તિ કરનાર કોઈપણ રીતે સાચો સંયમી ગણાતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org