SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ आवलिकागत विमानोनी संख्या प्राप्त करवा करणपढमंतिमपयरावलि विमाणमुहभूमि तस्समासद्धं । पयरगुणमिट्ठकप्पे, सव्वग्गं पुफकिन्नियरे ॥१०८॥ સંસ્કૃત છાયાप्रथमान्तिमप्रतरावली विमानानि मुखं भुमिः तत्समासार्द्ध । पतरगुणमिष्टकल्पे, सर्वाग्रं पुष्पावकीर्णेतराणाम् ॥१०८|| શબ્દાર્થ પઢમંતિમ=પ્રથમ અને અંતિમ Hદ્ધ-અર્ધ પરાવતિ પ્રતરની શ્રેણી પચર ગુi=uતરવડે ગુણવા મુ=મુખ પેઇચ્છિતકલ્પ ભૂમિ=ભૂમિ સવ્વ સર્વ સરવાળો તસમાજો બન્નેનો સરવાળો પુષ્પવિત્રિપુષ્પાવકી બાકીના થાર્થ – પહેલી પ્રતર શ્રેણીની વિમાનસંખ્યા તે કુલ કહેવાય અને અંતિમ પ્રતિરોની વિમાન સંખ્યા તે તેની ભૂમિ કહેવાય. એ બન્ને સંખ્યાનો સરવાળો કરીને તેનું અર્ધ કરી નાંખવું. પછી તેનો ઇચ્છિત કલ્પના પ્રતિરોની સંખ્યા સાથે ગુણાકાર કરવો જેથી સર્વ આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે અને બાકીની સંખ્યા તે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનોની જાણવી. /૧૦૮ll વિશેષાર્થ—આ ગાથા જે કરણ બતાવે છે તે ઈષ્ટ કલ્પાશ્રયી ઘટે છે તેમ ઉપલક્ષણથી સમગ્ર નિકાયાશ્રયી તથા પ્રતિપ્રતરાશ્રયી પણ વિમાનસંખ્યા લાવવા ઘટી શકે છે. કારણકે “મૂa’ અને ‘મૂન” સંજ્ઞા સંખ્યા *પ્રતિકલ્પ તેમજ સમુચ્ચયે (બાસઠ પ્રતરાશ્રયી) પણ ઘટે છે કારણકે કોઈ પણ પ્રકારનું વિમાનસંખ્યત્વ નિકાયસ્થાન, પ્રતિકલ્પસ્થાન અને પ્રતિપ્રતરસ્થાન ત્રણે આશ્રયી ઘટી શકે છે. એથી અહીંઆ પ્રથમ ઉક્ત કરણ–ઉદાહરણ દ્વારા ઇષ્ટકલ્પાશ્રયી ઘટાવે છે. સુરજ્યમાં વિધાનસંધ્યાતિનું–દિર જેમ સૌધર્મ–ઇશાનકલ્પગત પ્રથમ પ્રતરે ૨૪૯ વિમાનસંખ્યા છે, તે દેવલોકનું “મુવ' કહેવાય અને સૌધર્મ—ઈશાન દેવલોકના અંતિમ પ્રતરની ૨૦૧ વિમાનસંખ્યા તે “ભૂમિ' સંજ્ઞક કહેવાય છે. [૨૪૯+૨૦૧=] બન્નેનો સરવાળો કરતાં ૪૫૦ની સંખ્યા આવી. ઉક્ત કથન મુજબ તેનું અર્ધ કરતાં ૨૨૫ની સંખ્યા અવશિષ્ટ રહી, તેને સૌધર્મ-ઇશાનના (૧૩) તેર પ્રતર સાથે ગુણીએ એટલે [૨૨૫૧૩=] ૨૯૨પની આવલિકાગત વિમાનોની સંખ્યા સૌધર્મ-ઇશાનના તેરે પ્રતરની થઈને આવી. આ સંખ્યાને પૂર્વોક્ત સૌધર્મ–ઇશાનગત જે ૬૦ લાખની વિમાનસંખ્યા તેમાંથી બાદ કરતાં [૬000000,–૨૯૨૫=] ૧૯૯૭૦૭૫ વિમાનસંખ્યા પુષ્પાવકીર્ણોની પ્રથમ કલ્યયુગલે જાણવી. એ પ્રમાણે આગળ સનત્કમારાદિ કલ્પ પણ ઉક્ત કરણવડે ઇષ્ટ સંખ્યા પ્રાપ્ત થાય છે, તે ગ્રન્થવિસ્તાર ભયથી અહીં ન જણાવતાં યત્ર જોવાની જ ભલામણ કરીએ છીએ. | | કૃતિ રૂપે વિમાનસંધ્યાઝિરમ્ | ૨૭૪. કલ્પ એટલે શું? સામ વર્ગનાથ 4, છત્પરે છે તથા / ગૌપચ્ચે વાધવારે ૨, ફ્રેન્ડશટું વિદુર્વ: || અધિવાસ' અર્થમાં કલ્પ શબ્દ વપરાયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy