________________
२६४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
षोडश स्वयंभूरमणे, द्वीपे प्रतिष्ठितानि च सुरभवनानि । एकत्रिंशच्च विमानानि, स्वयंभूरमणे समुद्रे च ॥१०१॥
શબ્દાર્થ
શું તેને વીવે એક દેવદ્વીપમાં તુવે નોવહીસુબે નાગદ્વીપમાં
વોન્દ્વવ્યે જાણવા
વત્તારિ ખવવીને ચાર યક્ષદ્વીપમાં
મૂવલમુદ્દેનુ=ભૂત સમુદ્રમાં પઢિયા=પ્રતિષ્ઠિત રહેલા સુરમવળા=દેવભવનો જ્ઞાતીસું=એકત્રીશ
ગાથાર્થ વિશેષાર્થવત્. ।।૧૦૦–૧૦૧॥
વિશેષાર્થ— પૂર્વે જણાવી ગયા કે- સૌધર્મના પ્રથમ પ્રતરે મધ્યભાગે વર્તુલાકારે ઇન્દ્રકવિમાન આવેલું છે, અને તેની ચારે દિશાવર્તી બાસઠ બાસઠ વિમાનોથી યુક્ત ચારે પંક્તિની ચારે દિશામાં શરૂઆત થાય છે.
હવે એમાં વચલું જે ઇન્દ્રકવિમાન તે ગોળ અને ૪૫ લાખ યોજનનું હોવાથી અઢીદ્વીપ ઉપર રહેલું છે તેથી તે દ્વીપનાં ઢાંકણ સમાન છે. વળી પંક્તિગત વિમાનો પૈકી પ્રત્યેક પંક્તિનાં પહેલાં ત્રિકોણાકાર વિમાનો સ્વસ્વદિશાવર્તી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વીત્યા બાદ આવતા દેવદ્વીપ ઉપર ચારે બાજુ આવેલાં છે. [અર્થાત્ પ્રત્યેક પંક્તિનો આરંભ ઇન્દ્રકવિમાનથી અસંખ્ય યોજન દૂરથી થાય છે.] ત્યાર પછી આવેલાં ચારે બાજુવર્તી વીંટાયેલા નાગસમુદ્ર ઉ૫૨ પ્રત્યેક દિશાવર્તી પ્રત્યેક પંક્તિનાં બે—બે (ગોળ અને ચોરસ) વિમાનો આવેલાં છે, તેવી જ રીતે યક્ષદ્વીપ ઉપર સમશ્રેણીએ ચારે દિશાવર્તી પંક્તિનાં ચાર ચાર વિમાનો આવેલાં છે, ભૂતસમુદ્ર ઉપર આઠ આઠ વિમાનો, સ્વયંભૂરમણદ્વીપ ઉપર સોળ સોળ વિમાનો અને સ્વયંભૂરમણસમુદ્રને વિષે ઊર્ધ્વભાગે ચારે દિશાવર્તી પ્રત્યેક પંક્તિગત અવશિષ્ટ એકત્રીશ–એકત્રીશ વિમાનો જગત્સ્વભાવે ઊર્ધ્વભાગે પ્રતિષ્ઠિત રહેલાં છે.
Jain Education International
અહીં કોઈ શંકા કરે કે—અઢીદ્વીપ પછી ઠેઠ દેવદ્વીપે પંક્તિવિમાનારંભ કહ્યો તો વચલા અસંખ્ય દ્વીપસમુદ્રો ઉપર શું કશુંએ ન હોય ? તો તે વચ્ચેનો પ્રદેશ આવલિકાગત વિમાન વિનાનો જ હોય. ત્યારપછી ૨-૪–૮–૧૬–૩૧ વિમાનો, તે તે દ્વીપો અસંખ્ય અસંખ્ય યોજનવાળા હોવાથી અને વળી અસંખ્યમાં પણ અસંખ્ય ભેદો હોવાથી પૂર્વપૂર્વથી બૃહત્—અસંખ્ય યોજન માનવાળાં હોવાથી ખુશીથી સમાઈ શકે છે.
દ્વિતીય પ્રતરે સ્વયંભૂરમણ સમુદ્રવર્તી એક એક વિમાન ચારે બાજુએ હીન વિચારવું, એમ પશ્ચાત્ ક્રમથી એક એકની હીનતા અનુત્તર યાવત્ ભાવવી. [૧૦૦–૧૦૧] (ક્ષે. ગા. સં. ૨૭-૨૮) અવતર— વિમાનના ગંધ—સ્પર્શાદક કેવા હોય ? તે જણાવે છે.
अच्चंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा । निच्चुज्जोआ रम्मा, सयंपहां ते विरायंति ॥१०२॥
For Personal & Private Use Only
[પ્ર. ના. સં. ૨૬]
www.jainelibrary.org