________________
विदेहादिक्षेत्रमा त्रण मुहूर्तनी विचारणा
૨૨૧ મંડળના ૧૨ મુહૂર્ત રાત્રિમાનમાં કરવાથી ૧૮ મુહૂર્ત પ્રમાણ લાંબી રાત્રિ સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે હોય; આ પ્રમાણે દિનમાનમાં ન્યૂનતા અને રાત્રિમાનમાં વૃદ્ધિ “દક્ષિણાયન’ પ્રસંગે થઈ.
એ પ્રમાણે સર્વબાહ્યમંડળે પહોંચેલા સૂર્યો જ્યારે તે અંતિમ મંડળથી સંક્રમણ કરીને તેની પૂર્વેના-(સવભ્યિન્તર મંડળની અપેક્ષાએ) ૧૮૩માં મંડળમાં દક્ષિણવર્તી ઉત્તરાર્ધમંડળમાં–ઉત્તરવર્તી દક્ષિણાર્ધમંડળમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ આરંભાતી હોવાથી તેમજ દિવસ વૃદ્ધિગત થવાનો હોવાથી (ન્યૂન થયેલા) દિનમાનમાં મુહૂતશની વૃદ્ધિ સર્વબાહ્યમંડળગત જે દિનમાન હતું તેમાં કરતાં જવું અને તેટલા જ પ્રમાણ ૨ મુહૂતશની સર્વબાહ્યમંડળના રાત્રિમાનમાં પ્રતિમંડળે ક્રમેક્રમે ઓછી કરતાં જવું. આ પ્રમાણે દિનમાન વધતું જાય અને રાત્રિ ટૂંકાતી જાય, એમ કરતાં કરતાં જ્યારે તે બને સૂર્યો દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણાર્ધનાં મંડળોમાં પ્રથમક્ષણે પ્રવેશ કરતા કરતા, ઉત્તરે રહેલા સભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે આવે, ત્યારે પૂર્વે ૧૮ મુહૂર્ત પ્રમાણનું જે દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણનું રાત્રિમાન કહ્યું હતું તે યથાર્થ આવી રહે. આ પ્રમાણે ૧૮૩ અહોરાત્ર વડે પ્રથમ દક્ષિણાયન સમાપ્ત થયા બાદ તેટલા જ (૧૮૩) અહોરાત્ર વડે ઉત્તરાયણ સમાપ્ત થાય, એ બને અયનનો (૬+૬ માસ કાળ વડે) એક સૂર્ય સંવત્સર પણ સમાપ્ત થાય.
અહીં એટલું વિશેષ સમજવું કે–જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળે હોય ત્યારે મોટામાં મોટો ૨૪૧૧૮ મુહૂર્તપ્રમાણ દિવસ હોય (શાસ્ત્રીય ગણિતથી પહેલાં વર્ષે અષાઢી પૂનમે) અને સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે નાનામાં નાનો ૧૨ મુહૂર્વપ્રમાણ દિવસ થયેલો હોય. (શાસ્ત્રીય ગણિતથી પહેલાં વર્ષે માઘમાસનો છઠ્ઠો દિવસ.)
એ પ્રમાણે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે રાત્રિ ઓછામાં ઓછી ૧૨ મુહૂતપ્રમાણ હોય (પહેલાં વર્ષે આપણી શાસ્ત્રીય આષાઢી પૂનમે) અને જ્યારે સર્વબાહ્યમંડળે હોય ત્યારે રાત્રિમાન વધારેમાં વધારે ૧૮ મુહૂર્તનું હોય (પહેલાં વર્ષે શાસ્ત્રીય માઘ વદિ છકે). આથી એ સિદ્ધ થયું કે–સમગ્ર સંવત્સરમાં મોટામાં મોટો એક જ દિવસ અને નાનામાં નાનો પણ એક જ દિવસ હોય, બાકીના કોઈ પણ મંડળે, રાત્રિમાન તથા દિનમાન વધઘટ પ્રમાણવાળું હોય.
* विदेहादि क्षेत्रमा त्रण मुहूर्त अंगे विचारणा * જ્યારે મેરુપર્વતના દક્ષિણાર્ધભાગે (નિષધથી શરૂ થયેલો સૂર્ય સ્વચારિત અર્ધમંડલના મધ્યભાગે આવે ત્યારે) અને ઉત્તરભાગે–ઉત્તરાર્ધ એટલે નીલવંત પર્વતથી શરુ થતો સૂર્ય જ્યારે સ્વચારિત ઉત્તર
૨૪૧. સવભ્યિન્તર મંડળે સૂર્યની ગતિ પૂનમીયા મહિના પ્રમાણે અને જેની પંચાંગ પ્રમાણે બીજા અષાઢ સુદિ પૂનમે, શ્રાવણ વદિ બારસે, શ્રાવણ શુદિ ૯ મીએ, શ્રાવણ વદિ છે અને શ્રાવણ શુદિ ત્રીજે (એ જ નિયત-માસ તિથિઓમાં) હોય અને એ જ વખતે ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ અને ૧૨ મુહૂતપ્રમાણ રાત્રિમાન હોય અને એ દિવસોમાં પ્રાવઃ સ્તનો પ્રથમ દિવસ અને ૩૧મો દિવસ અથવા ૩૧મી તિથિ જ હોય, અને એ દિવસ કે તિથિ પ્રાયઃ પૂર્ણ થયેલી હોય.
૨૪૨. ત્યારે હેમન્તઋતુ માઘમાસ પૂનમીયા મહિના તથા જૈની પંચાંગ પ્રમાણે માગસર વદિ ૬, માઘ શુદિ ૩ પોષ શુદિ ૧૫, માઘ વદિ ૧૨, માઘ શુદિ ૯ એ જ નિયત દિવસોમાં ૧૨ મુહૂર્ત દિનમાન હોય અને હેમન્તઋતુનો ૩૧મો દિવસ અથવા ૩૧મી તિથિ, યુગપ્રારંભની અપેક્ષાએ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org