________________
૨૬૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અર્ધ અધ મંડળમાં સંક્રમીને પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન : ભાગ ક્ષેત્ર વીતાવતા અને દિનમાનમાં પ્રત્યેક મંડળ સંક્રમતાં, ૪ મુહૂર્તભાગને ખપાવતાં થકાં, અન્ય અન્ય મંડળોમાં પ્રથમ ક્ષણે
સંક્રમણ કરે છે. તે સૂર્યો દક્ષિણાયનમાં છ માસને અંતે સર્વબાહ્યમંડળે પહોંચે છે. અને જેવી રીતે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યસ્થાને પહોંચ્યા હતા તેવી જ રીતે પુનઃ સભ્યત્તરમંડળે ઉત્તરાયણમાં છ માસે પાછા ફરે છે. એમ તે બન્ને સૂર્યો એક સંવત્સરનો કાળ પૂર્ણ કરે છે.
તે આ પ્રમાણે –
એમાં સર્વબાહ્યમંડળેથી આવેલો ને સભ્યત્તરમંડળે દક્ષિણ પૂર્વદિશામાં વર્તતો સૂર્ય, પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો થકો તે પ્રથમ ક્ષણથી ઉર્ધ્વ આગળ આગળ ધીમે ધીમે સભ્યત્તરમંડળને ચરતો ચરતો તે સભ્યન્તરમંડળથી અનન્તર દ્વિતીય મંડલાભિમુખ ગમન કરતો થકો જ્યાં પહોંચવું છે તે મંડળની કોટિને અનલક્ષી કોઈ એવા પ્રકારની ( ત્તિ) ગતિવિશેષ કરીને એવી રીતે મંડળ પરિભ્રમણ કરે છે કે જેથી એક અહોરાત્ર ચાર પર્યન્ત સભ્યન્તર મંડળથી નીકળેલો તે સૂર્ય જ્યારે સવભ્યિત્તરમંડળના પ્રથમ ક્ષણસ્થાનથી ૨ યોજન : ભાગ દૂર ક્ષેત્રે પહોંચે ત્યારે દક્ષિણાર્ધના સભ્યત્તરમંડળથી સંક્રમી મેરૂથી વાયવ્યમાં આવેલાં ઉત્તર દિશાવત આવેલાં દ્વિતીય અર્ધમંડળની સીમામાં આદિ પ્રદેશ આવે, અથતિ બીજા મંડળની કોટી ઉપર પ્રથમ ક્ષણે આવી જાય. ત્યારબાદ તે સૂર્ય તેવા પ્રકારની ગતિવિશેષ કરીને પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે ગમન કરતો કરતો, દીપકની જેમ મેરુના ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નૂતન વર્ષના અહોરાત્રાવસાને ૨ યોજન : ભાગ૩૭ ક્ષેત્ર વ્યતિક્રમે અને દિનમાનમાં ભાગ મુહૂર્તની હાનિ કરતે થકે, તે સૂર્ય દક્ષિણાર્ધ મંડલને વટાવી પુનઃ દક્ષિણદિશાગત આવેલા ત્રીજા અધમંડળની સીમામાં–કોટી ઉપર પ્રથમ ક્ષણે આવે. આ પ્રમાણે નિશ્ચયથી ઉક્ત ઉપાય વડે તે તે મંડળના આદિ પ્રદેશમાં દાખલ થઈ પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે દરેક (દક્ષિણ પૂર્વગત મંડળોમાંથી ઉત્તર પશ્ચિમગત મંડળોમાં, ઉત્તર પશ્ચિમગત મંડળોમાંથી દક્ષિણપૂર્વગત મંડળોમાં) અર્ધ અર્ધ મંડળોમાં કોઈ એક એવા પ્રકારની વિશિષ્ટ ગતિના ગમન વડે કરીને સંક્રમણ–પરિભ્રમણ કરતો, ઉત્તરથી–દક્ષિણમાં અને દક્ષિણથી ઉત્તરમાં ગમનાગમન કરતો, પ્રતિ અહોરાત્રમાં ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો, પ્રતિમંડળે તે તે ઉત્કૃષ્ટ દિનમાનમાંથી વડે એટલે સીધું ક્ષેત્રગમન કરવામાં જે કાળ જાય તેટલો કાળ આગળના મંડળમાં ચરવાને માટે ઓછો થાય અને તેથી બીજા મંડળનો એક અહોરાત્ર કાળ તે પણ પૂર્ણ ન થાય અને બીજું મંડલ પૂર્ણ ચરી ન શકવાથી સકલ જગત વિદિત નિયમિત રાત્રિ-દિવસમાનમાં વ્યાઘાત થવાથી અહોરાત્રોને અનિયત થવાના દોષનો પ્રસંગ આવી જશે માટે આ મત અયુક્ત છે અને ઉપર્યુક્ત મત યુક્ત છે કારણકે તેથી વિવક્ષિત સ્થાનથી સૂર્ય ગમન જ એવા પ્રકારનું કરતો કરતો મંડલ ચરે છે કે એક અહોરાત્ર પતે તે અપાન્તરાલ ક્ષેત્ર સહિત અનન્તર મંડલની કોટિએ એક અહોરાત્ર પર્યન્ત પહોંચી જાય છે.
૨૩૭. આ સંબંધમાં પરતીર્થિકોની વિપરીત ૧૧ પ્રતિપત્તિ છે, તેવી જ રીતે દિન-રાત્રિમાનમાં ૧૮, મુ ગતિમાં ૩, તાપક્ષેત્ર વિષયમાં ૧૨, તેના સંસ્થાના વિષયમાં ૧૬, લેગ્યામાં ૨૦, મંડળ પરિધિમાં ૩, મંડલસંસ્થાનમાં ૮, જબૂઅવગાહનામાં ૫ એમ જુદા જુદા વિષય ઉપર જુદી જુદી વિપરીત માન્યતાઓ છે તે અહીં ન આપતાં શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિથી જોઈ લેવા ભલામણ કરીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org