________________
मंडलोनी अबाधा
ર૦૬
ઉદયાસ્તાદિ કાળ વગેરેનું વર્ણન કરવું તે તો અશક્ય છે. વળી સર્વ ઠેકાણે સૂર્યનો એક જ વખતે ઉદય કે એક જ વખતે અસ્ત હોય તેવું પણ નથી, પરંતુ સૂર્યની ગતિ જેમ જેમ કલા–કલા માત્ર આગળ વધતી જાય, તેમ તેમ આગળ આગળના તે તે ક્ષેત્રોમાં પ્રકાશ પડતો જાય. તદવસરે ઉદયપણું. કહેવાય અને પશ્ચાત પશ્ચાત્ ક્રમે ક્રમે છે તે ક્ષેત્રોમાં સૂર્ય દૂર દૂર થતો જાય ત્યારે અસ્તપણું કહેવાય. સૂર્ય વાસ્તવિક રીતે ચોવીસે કલાક પ્રકાશમાનવાળો જ હોય છે. તેને કંઈ ઉદયાસ્તપણું હોતું નથી, પણ દૂર જવાથી તે અને તેનો પ્રકાશ નથી જણાતો ત્યારે, અસ્ત શબ્દનો વ્યવહાર માત્ર કરાય છે અને જ્યારે બીજો સૂર્ય દેખીએ ત્યારે ઉદયનો વ્યવહાર કરાય છે.
શંકા- જ્યારે આવી અનિયમિત વ્યવસ્થા જણાવી તો શું દરેક ક્ષેત્રાશ્રયી સૂર્યનો ઉદય અને અસ્ત અનિયમિત જ હોય ?
સમાધાન– હા, અનિયમિતપણું જ છે, જેમ જેમ સમભૂતલાથી ૮00 યોજન ઊંચો એવો સૂર્ય સમયે સમયે જે જે ક્ષેત્રોથી આગળ આગળ વધતો જાય છે તે ક્ષેત્રોની પાછળના દૂર દૂરના ક્ષેત્રોમાં સૂર્યનો પ્રકાશ આગલા ક્ષેત્રમાં વધવાથી ત્યાં પ્રકાશનો અભાવ વધતો જાય અને અનુક્રમે તે તે ક્ષેત્રોમાં રાત્રિ આરંભાતી જાય, આથી સૂર્યના સર્વ સામુદાયિક ક્ષેત્રાશ્રયી ઉદય અને અસ્તનું અનિયમિતપણું જ છે, પણ જો સ્વસ્વ ક્ષેત્રાશ્રયી વિચારીએ તો તો ઉદય તથા અસ્ત લગભગ નિયમિત છે, કારણકે આપણે પણ જો ભરતક્ષેત્રના મધ્યભાગમાં ઊભા રહીને જોઈશું તો ભરતક્ષેત્રમાં આજે જે સમયે સૂર્ય ઉદયને પામ્યો અને જે સમયે અસ્ત પામ્યો, એ જ સૂર્યને હવે આવતીકાલે જોઈશું તો પણ ગઈ કાલના ઉદયાસ્તનો જે સમય હતો તે જ સમય આજના સૂર્યના ઊદયાસ્ત સમયે હોય, પણ આવું ક્યારે બને કે જ્યારે સૂર્ય અમુક મંડળોમાં હોય ત્યારે, અમુક દિવસોમાં એ પ્રમાણે લગભગ એક જ અવસરે ઉદય તથા એક જ અવસરે લગભગ અસ્ત થાય, પરંતુ ત્યારબાદ તે સૂર્ય જ્યારે અન્ય અન્ય મંડળોમાં જેમ જેમ પ્રવેશ કરતો જાય ત્યારે ક્રમે ક્રમે સૂર્યના ઉદય-અસ્તકાળમાં હંમેશા વધઘટ થયા કરે, એટલે કે
જ્યારે જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળે હોય ત્યારે દિવસનો ઉદય વહેલો થવા પામે અને અસ્ત પણ મોડો થતો હોવાથી રાત્રિ ટૂંકી હોય [શ્રાવણમાસ પ્રાવૃત્ ઋતુ તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે ઉદય મોડો અને અસ્ત વહેલો થાય તેમજ રાત્રિ મોટી હોય, [માઘમાસ હેમન્ત તું] ઉક્ત કારણથી રાત્રિદિવસનાં ઉદયાસ્તનું અનિયમિતપણું, તેમજ તેથી જ તે રાત્રિ ને દિવસો લાંબા-ટૂંકા અને ઓછાવત્તા મુહૂર્ત પ્રમાણવાળા થાય છે, બાકી ઉદય અને અસ્ત સ્વસ્વ ક્ષેત્રાશ્રયી તો લગભગ નિયમિત હોય છે.
ઉપરોક્ત કારણથી એ તો ચોક્કસ થાય છે કે સૂર્ય જેમ જેમ આગળ આગળ વધતો જાય અને તેથી જે જે ક્ષેત્રોમાં પ્રકાશ થતો જાય છે તે ક્ષેત્રોના લોકો ક્રમે ક્રમે, આપણે ત્યાં સૂર્યોદય થયો એવું ઉચ્ચારણ કરે, અને જ્યારે ક્રમે ક્રમે આગળ વધતો જાય ત્યારે તે જ ક્ષેત્રવર્તી લોકો પ્રકાશના અભાવે ક્રમે ક્રમે પુનઃ અસ્ત થયો તેવું ઉચ્ચારણ કરે, જે માટે પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે કે – जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओऽवि नियमा जायइ रयणी य भावत्थो ।।१।। एवं च सइ नराणं उदय-स्थमणाई होतिऽनिययाइं । सयदेस[काल भेए कस्सइ किंची ववदिस्सइ नियमा।।२।। सइ चेव य निदिह्रो भद्दमुहूत्तो कमेण सव्वेसि । केसिंचीदाणिं पि य विसयपमाणे रवी जेसिं ।।३।।
[ત મળવતી શ. ૬, ૩ 9 વૃત્ત] ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org