________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૨૩૧ મંડળો
તેવી રીતે (ક્ષેત્ર અપેક્ષાએ) મેરુના બીજા પડખે જોઈએ તો ઐરવત સૂર્યનાં બાસઠ નીલવંત પર્વત ઉપર પડેલાં દેખાય અને ૩ મંડળો રમ્યક્ષેત્રની બાહા જીવાકોટી ઉપર પડેલાં દેખાય. (આ ચાલુ ગ્રન્થકારના મતે જાણવું.)
૨૦૬
આ મંડળો આપણા ભરતક્ષેત્રની તથા ઐરવતક્ષેત્રની અપેક્ષાએ મેરુથી અગ્નિ તથા
વાયવ્ય—કોણમાં દેખાય છે, પરંતુ પૂર્વ મહાવિદેહની અપેક્ષાએ તેઓને નીલવંત પર્વત ઉપરના તે જ ૬૩ મંડળો મેરુથી ઇશાન ખૂણામાં દેખાય છે, અને પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાએ નિષધપર્વત ઉપરનાં ૬૩ મંડળો મેરુથી નૈઋત્યકોણમાં દેખાય છે. નંવૃદ્દીવે ં મંતે! વીને મૂરિઞા વિનાશમુનક્ક પાર્વળવાહિમા ા ંતિ, પૂર્વવિવેહાપેક્ષયે મ્ ||૧|| पाईणदाहिणमुग्गच्छ दाहिणपडीणमागच्छंति, भरतक्षेत्रापेक्षयेदम् ॥२॥ दाहिणपडीणमुग्गच्छपडीणउदीणमागच्छंति, पश्चिमविदेहापेक्षयेदम् ||३|| पडीणउदीणमुग्गच्छउदीणपाईणमागच्छंति, ऐरवतापेक्षयेदम् ||४|| [ सूर्य० प्र० प्रा० ८ - जंबू० प्रज्ञ० ] આટલું વિવેચન ચાલુ ગાથાના અર્થને ઉદ્દેશીને કર્યું.
[હવે અહીંથી અન્ય ગ્રંથોમાં મંડળો સંબંધી જ્ઞાનસમૃદ્ધિ અતિપુષ્ટ બને, જિજ્ઞાસાવૃત્તિને તૃપ્ત કરે તેવો અધિકાર આવે છે. તે અધિકાર સ્પષ્ટતાથી અહીં આપવામાં આવે છે.]
ते ते क्षेत्रोमा उदयास्तविपर्यासनो हेतु —
ભરતક્ષેત્રને છોડીને અન્ય અન્ય સર્વ ક્ષેત્રોમાં દિવસ અને રાત્રિના પ્રમાણના ફેરફારને અંગે, અને તેથી બીજા ઉત્પન્ન થતા અનેક વિપર્યાસોનાં કારણોને અંગે, પ્રત્યેક ક્ષેત્રાશ્રયી નિયમિતપણે ૧૮૦ યોજન સુધી ૧૨ યોજન જગતી ગણીને ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો જગતી ઉપર કહીએ તો જગતી’ શબ્દ સંપૂર્ણ સાર્થક થાય છે, અને જગતીના ત્રણે વિભાગના કથનમાં દોષ જ નહીં આવે; માટે ૬૪-૬૫મું મંડળ ઢાળની અપેક્ષાએ જગતી ઉપર હોવા છતાં ‘૬૪-૬૫મું જગતી ઉપર' એમ કહેવું તે સંપૂર્ણ સાર્થક જણાતું નથી. પરંતુ ૬૪-૬૫મું ‘જીવાકોટી વા બાહ્યસ્થાને' કહેવું, તે સ્થાનસ્પષ્ટતા માટે વિશેષ ઉચિત છે અને એટલા જ માટે તે સ્થાન હરિવર્ષ અથવા રમ્યક્ ક્ષેત્રની જીવાકોટીમાં ગણાઈ જતું હોવાથી તે જીવાકોટી’ સ્થાનનો ગ્રંથકાર મહર્ષિઓ નિર્દેશ કરે તેમાં અનુચિતપણું નથી.
ત્રણે મતો સંબંધી રીતસર વિવેચન કરી ગ્રન્થકારના કથનને સ્પષ્ટ કર્યું છે. તથાપિ ત્રણે મતમાં, અંતમાં જણાવ્યા મુજબ તે મંડળો માટે સ્થાનદર્શક કે સ્થાનસૂચક અતિસ્પષ્ટ શબ્દ તો નીવાજોટી ગ્રહણ કરવો વિશેષ ઉચિત છે. આ ત્રણે મતો માટે વૃદ્ધવાદ છે; ગ્રન્થગૌરવના કારણે આ બાબતમાં વધુ ઉલ્લેખ ન કરતાં વિરમીએ છીએ. વધુ સ્પષ્ટતા જ્ઞાનીંગમ્ય.
૨૩૧. મેરુની એક પડખેનાં કુલ ૬૫ મંડળો અને બીજા પડખેનાં કુલ ૬૫ મંડળો એમ બે વ્યાખ્યા કરી, એથી એમ ન સમજવું કે ૧૩૦ મંડળો લેવાનાં છે. મંડળો આખાં સંપૂર્ણ તો પાંસઠ જ છે, પણ પ્રતિદિશાવર્તી વ્યક્તિને એક બાજુએથી સ્વદૃષ્ટદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે, કારણકે જોનાર વ્યક્તિને સંપૂર્ણ વલયાકાર મંડળ જોવાતું નથી, આથી તેઓ સ્વક્ષેત્રથી બન્ને બાજુનાં મંડળો બન્ને વિભાગમાં જોઈ શકે છે તેથી અહીં તે રીતે વ્યાખ્યા કરેલ છે.
૨૩૨. વિશેષમાં અહીં એટલું સમજવું કે પૂર્વવદેહનાં લોકોની જે પશ્ચિમ દિશા તે ભારતીય લોકોની પૂર્વ દિશા, ભારતની જે પશ્ચિમ દિશા તે પશ્ચિમવિદેહની પૂર્વીદેશા, પશ્ચિમવિદેહની પશ્ચિમદિશા તે ઐરવતની પૂર્વીદેશા, ઐવતની જે પશ્ચિમદિશા તે પૂર્વીદેહની પૂર્વીદેશા સમજવી. આ પ્રમાણે તે તે વર્ષધરાદિ યુગલિકક્ષેત્રોમાં પણ વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org