________________
9૬ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ મધ્યમથી પૂર્વદિશામાં .અને પશ્ચિમ દિશામાં વિસ્તાર પામેલું તેથી જ પૂર્વમહાવિદ અને પશ્ચિમમહાવિદ એવી પ્રસિદ્ધ સંજ્ઞાવાળું "મહવિક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રની બંને દિશાએ મધ્યભાગે સીતા તથા સીતવા નદી વહે છે. જેથી પૂર્વ-પશ્ચિમ વિદેહ બે બે ભાગવાળા થવાથી મહાવિદેહના એકંદર ચાર વિભાગ પડ્યા છે, એમાં પૂર્વ પશ્ચિમ દિશાવર્તી એકેક ભાગ ઐરાવત ક્ષેત્ર તરફનો અને એકેક ભરતક્ષેત્ર તરફની દિશાનો તેમજ એકેક વિભાગમાં કચ્છાદિ આઠ આઠ વિજયો હોવાથી ચાર વિભાગમાં ૩૨ વિજયો થાય છે. એ વિજયોની પહોળાઈ ૨૨૧૨ યોજન છે, અને લંબાઈ ૧૬૫૯૨ ૨ યોજન છે. વિજયોની પરસ્પર મર્યાદાને બતલાવનારા 100 યોજન પહોળા, વિજય તુલ્ય લાંબા, બે બે વિજયોને ગોપવીને અશ્વસ્કંધાકારે રહેલા ચિત્રકૂટાદિ ૧૬ વક્ષસ્કારો આવેલા છે, એટલે પ્રત્યેક વિભાગે ચાર ચાર થયા. એ પ્રમાણે આ ક્ષેત્રમાં બે બે વિજયની વચમાં બે વક્ષસ્કારના અંતર વિસ્તારોની મધ્યમાં ૧૨૫ યોજન પહોળી ગ્રાહવત્યાદિ ૧૨ નદીઓ આવેલી છે, એટલે કે એકેક વિભાગે ત્રણ ત્રણ થઈને ૧૨ નદીઓ થાય છે. આ નદીઓ બીજી નદીઓની માફક ઓછાવત્તા પ્રમાણવાળી ન થતાં ઠેઠ સુધી એકસરખા પ્રમાણવાળી અને સર્વત્ર સમાન ઊંડાઈવાળી રહે છે. આ ક્ષેત્રની બને દિશાએ મોટાં વનમખો રહેલાં છે. ચક્રવર્તીને વિજય કરવા યોગ્ય જે વિજયક્ષેત્રો તેને વિષે ભરતક્ષેત્રવત, ઉત્સર્પિણી અવસર્પિણીના છ છ આરા સંબંધી ભાવોનો અભાવ હોવાથી ત્યાં “
નોળી નોમવર્ષની’ (ચોથા આરા) જેવો કાળ છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલું છે, તે ચોથા આરાના કાળના પ્રારંભના ભાવવાળો સુખમય છે, તેથી જ તે ક્ષેત્રમાં સિદ્ધિગમન કાયમને માટે ખુલ્લું જ છે. કારણકે તે ક્ષેત્રમાં સિદ્ધિગમન યોગ્ય કાર્યવાહીની સઘળી સાનુકૂળતા સદાય વર્તે છે. જ્યારે આપણે ત્યાં તો તે તે સામગ્રીનું, તે તે કાળાશ્રયી પરાવર્તન થયા કરે છે; તેથી આપણે ત્યાં મોક્ષમાર્ગ સદાય ખુલ્લો રહેતો નથી. આ ક્ષેત્ર ચોથા આરા સરખું હોવાથી ત્યાં ૫૦૦ ધનુષપ્રમાણ ઊંચા અને પૂર્વોડ વર્ષના આયુષ્યવાળા જીવો હોય છે. ઇત્યાદિ સ્વરૂ૫ ચોથા આરા પ્રમાણે વિચારવું.
આ મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોનાં નામો આ પ્રમાણે છે.
मम पुष्कलावती वयम सीमंधरस्वामीजी, वत्सामi श्रीयुगमंधरस्वामीजी, नलिनावतीजीमi શ્રી વાસુસ્વામીની અને ચોથી વઝાવતીમાં શ્રીકુવાદુવાણીની એમ ચાર તીર્થકરો અત્યારે પોતાના ઉપદેશ દ્વારા અનેક જીવોને કર્મસત્તાથી નિમુક્ત કરાવીને મોક્ષમહેલમાં મોકલતા થકા, મહાવિદેહકોત્રમાં વિચરે છે. આ તીર્થકરો વિહરમાનજિન તરીકે ઓળખાય છે અને તેમનો મહિમા પ્રસિદ્ધ છે. અત્યારે ભરતક્ષેત્રમાં તો પ્રભુનાં કલ્યાણકારી દર્શનનો સાક્ષાત્ અભાવ છે, જેથી વિહરમાનજિનોને ભાવપૂર્વક નમસ્કાર કરી આત્માનું સાફલ્ય માનવામાં આવે છે.
૨૧૬. મહાવિદેહક્ષેત્ર, ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, એ ત્રણે ક્ષેત્રો કર્મભૂમિનાં કહેવાય છે, કારણકે ત્યાં સિ, નસ, ઋષિના વ્યાપારો ચાલુ છે અને એથી અજ્ઞાનાત્માઓને સર્વપ્રકારના સંસારવૃદ્ધિના કારણભૂત બને છે, જ્યારે પુણ્યાત્માઓ માટે આ જ ભૂમિ પરંપરાએ અનંતસુખના સ્થાનરૂપ બને છે. આથી આ ભૂમિ સર્વ પ્રકારનાં અનુષ્ઠાનોને યોગ્ય તેમજ શલાકા પુરુષોની ઉત્પત્તિવાળી છે. એકંદર કર્મભૂમિ ૧૫ છે– મરત, ફોરવત, ૬ મહાવિદેહ, જે માટે કહ્યું છે કે
भरहाइं विदेहाई एरव्वयाइं च पंच पत्तेयं । भन्नंति कम्मभूमिओ धम्मजोगाउ पन्नरस ।।१।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org