________________
मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो
१८३ (પ્ર. ગા. સં. ૧૭–૧૮–૧૯) || રૂતિ પ્રસ્તુતિમવના તૃતીયોતિષીનિવાધિજાર, प्रासंगिकद्वीपसमुद्राधिकारः तेषु चन्द्र, सूर्य-ग्रह-नक्षत्रपंक्तिसंख्याधिकारश्च समाप्तः ॥
"सूरस्स य सूरस्स य" इत्यादि, मानुषनगस्य-मानुषोत्तरपर्वतस्य बहिः सूर्यस्य सूर्यस्य परस्परं चन्द्रस्य चन्द्रस्य च परस्परमंतरं भवति योजनानां 'शतसहस्त्रं' लक्षम् तथाहि-चन्द्रान्तरिताः सूर्याः सूर्यान्तरिताश्चन्द्राः व्यवस्थिताः चन्द्रसूर्याणां च परस्परमन्तरं पञ्चाशत् योजनसहस्त्राणि (५००००), ततश्चन्द्रस्य सूर्यस्य च परस्परमन्तरं योजनानां लक्षं भवतीति। सम्प्रति बहिश्चन्द्रसूर्याणां पाववस्थानमाह'सूरंतरिया' इत्यादि, नृलोकादहिः पङ्कत्या स्थिताः सूर्यान्तरिताश्चन्द्राश्चन्द्रान्तरिता दिनकरा दीप्ताः xxxxx| कथंभूतास्ते चन्द्रसूर्याः इत्याह-'चित्रान्तरलेश्याकाः' चित्रमन्तरं लेश्या च-प्रकाशरूपा येषां ते तथा, तत्र चित्रमन्तरं चन्द्राणां सूर्यान्तरित्वात् सूर्याणां च चन्द्रान्तरितत्वात् चित्रलेश्या चन्द्रमसां शीतरश्मित्वात् सूर्याणामुष्णरश्मित्वात् ।।" [मुद्रित પત્ર ૧૬૧].
_ "चन्द्रमसां सूर्याणां च प्रत्येकं लेश्या योजनशतसहस्त्रप्रमाणविस्ताराश्चन्द्रसूर्याणां च सूचीपङ्क्त्या व्यवस्थितानां परस्परमन्तरं पञ्चाशद्योजनसहस्त्राणि, ततश्चन्द्रप्रभासम्मिश्राः सूर्यप्रभाः सूर्यप्रभासम्मिश्राश्चन्द्रप्रभाः" [पत्र २८२].
ભાવાર્થ—“માનુષોત્તરપર્વતથી બહારના દ્વીપસમુદ્રોમાં સૂર્યથી સૂર્યનું તેમજ ચન્દ્રથી ચન્દ્રનું પરસ્પર અંતર (સાધિક) એક લાખ યોજનપ્રમાણ છે, તે આ પ્રમાણે–સૂય ચન્દ્રાન્તરિત અર્થાત્ ચન્દ્રના આંતરાવાળા છે, એટલે કે બે સૂર્યની વચ્ચે એક ચન્દ્ર છે અને ચન્દ્રો સૂયન્તરિત છે. ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન પ્રમાણ છે, એથી સૂર્ય સૂર્યનું ચન્દ્ર- ચન્દ્રનું પરસ્પર અંતર એક લાખ યોજન પ્રમાણ કહ્યું તે બરાબર છે.
હવે માનુષોત્તર પર્વત બહાર ચન્દ્ર-સૂર્યની પંક્તિ વ્યવસ્થા જણાવે છે–મનુષ્યક્ષેત્ર બહાર પંક્તિવડે રહેલા સૂર્યન્તરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત તેજસ્વી સૂર્યો વિચિત્ર અંતરવાળા અને વિચિત્ર પ્રકાશવાળા છે, તેમાં વિચિત્ર અંતરવાળા એટલે બે ચોની વચ્ચે એક સૂર્યનું અંતર છે અને બે સૂર્યોની વચ્ચે એક ચન્દ્રનું અંતર છે તેવા ચન્દ્રસૂર્યો હોય છે, તેમજ વિચિત્ર પ્રકાશવાળા એટલે ચન્દ્રો શીતકિરણવાળા અને સૂર્યો ઉષ્ણકિરણવાળા છે.”
* “ચન્દ્ર-સૂર્ય પ્રત્યેકનો પ્રકાશ એક લાખ યોજન વિસ્તારવાળો છે, સૂચીશ્રેણીવડે વ્યવસ્થિત ચન્દ્ર-સૂર્યોનું અંતર પચાસ હજાર યોજન છે. તેથી ચન્દ્રપ્રભાથી મિશ્રિત સૂર્યપ્રભા છે અને સૂર્યપ્રભાથી મિશ્રિત ચન્દ્રપ્રભા છે.”
વધુમાં મનુષ્યક્ષેત્ર બહારના વિમાનોપપન જ્યોતિષી દેવોનાં વિમાનો, પાકી ઇંટ સરખા લંબચોરસ આકારના હોય છે, અને તે વિમાનોનું આતષક્ષેત્ર-પ્રકાશ્યક્ષેત્ર વિસ્તારથી (પહોળાઈમાં) એક લાખ યોજન પ્રમાણે છે, અને આયામ-લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણે છે.
- વધુમાં એ પણ વિચારવાનું રહે છે કે બાહ્યપુષ્કરાઈ માટે ૭૨ ચન્દ્ર, ૭૨ સૂર્યની સંખ્યાને સંગત કરવા માટે અન્યમતાશ્રયી એક વાર આદિ અને અંતના ૫૦ હજાર યોજન વર્જવામાં આવે છે. તે આ મતમાં ન વર્જીએ તો ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્યની સંખ્યા યથાર્થ સમાઈ રહે છે, પરંતુ આગળ પ્રતિદ્વીપ સમુદ્રના સંધિસ્થાનોમાં ચન્દ્ર-સૂર્યનો સહયોગ થઈ જશે અને તેથી ઉક્ત અંતરદિ વ્યવસ્થાનો ભંગ થવા જાય છે, જો તે ભંગને બાજુએ રાખી પ્રતિદ્વીપસમુદ્રના આદિ અને અંતક્ષેત્ર સુધીમાં રહેલા ચન્દ્ર-સૂર્યની અંતર પ્રમાણાદિ વ્યવસ્થા તે તે ક્ષેત્રાશ્રયી જ વિચારીએ તો અંતરાદિ પ્રમાણનું નિયમિતપણું રહેવામાં પ્રાયઃ દોષ ઉત્પન્ન ન થાય; પરંતુ પ્રથમ તો ત્રિગુણમતે આગળ આગળની આવતી બહત, સંખ્યાનો સમાવેશ કેમ કરવો? તે જ વિચારવાનું છે. વધુમાં પ્રસિદ્ધ મતકારની વલયપંક્તિ જેટલી બુદ્ધિ યુક્તિગમ્ય અને નિયમિત રહે છે તેવું આમાં જળવાતું નથી. તત્ત્વ જ્ઞાની જાણે.
ચાલુ વિષયને અંગે શક્તિ પ્રમાણે જુદી જુદી રીતે વિચાર કરવો જરૂરી લાગવાથી ફક્ત આ વિષય પરત્વે ભિન્નભિન્ન પ્રકારથી વિચારો માત્ર જણાવેલા છે. તેમાં છેલ્લો પક્ષ શાસ્ત્રીય હોવાથી યોગ્ય જણાય છે. પ્રથમના ત્રણ પક્ષો તો વિચાર પૂરતાં જ આપવામાં આવ્યા છે, છતાં એ વિચારોમાં પણ શાસ્ત્રીય વિરૂદ્ધપણું જણાય તો ત્રિવિધ ત્રિવિધે મિથ્યાદુકૃત આપી આ વિષયને અંગે અહીં જ વિરામ પામીએ છીએ. આ બધી વિચારણાને સ્થાન બાહ્યપુષ્કરાઈ માટે તો મળી શકે પણ આગળ આગળના દ્વીપસમુદ્રોમાં કેવી રીતે સંગત કરવું તે જ્ઞાનીગમ્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org