________________
१७०
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
એમ સર્વ મળી ૬૬ ગ્રહપિટકો તથા ૮૮૫૬૨૭૬ કુલ ગ્રહસંખ્યા મનુષ્યક્ષેત્રમાં હોય છે. અને તે સર્વ ગ્રહો મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા સદાકાળ પરિભ્રમણ કરે છે.
૧૯૧.
ચન્દ્રસૂર્ય—ગ્રહ અને નક્ષત્રોનાં વિમાનોની પંક્તિઓ જંબુદ્રીપના મેરુને પ્રદક્ષિણા આપતી અનવસ્થિત યોગે અર્થાત્ એકબીજાથી જુદી જુદી રીતિએ પરિભ્રમણ કરે છે, જે વસ્તુસ્થિતિ આપણે ઉપ૨ સમજી ગયા છીએ. તારાઓનાં વિમાનો માટે પણ તેમજ છે, તો પણ તેમાં એટલું વિશેષ છે કે જે ધ્રુવ’ના તારાઓ છે તે જગતના તથાવિધ સ્વભાવથી જ સદા સ્થિર છે. તે ઉપરાંત તેની નજીકમાં વર્તતા તારાઓનું મંડળ મેરુને પ્રદક્ષિણા ન આપતાં તે સ્થિર એવા ધ્રુવ’ના તારાને જ પ્રદક્ષિણા આપતું ત્યાં ને ત્યાં જ ફરે છે. આ ધ્રુવનો તારો આપણા ભરતક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરદિશામાં છે. આવા ધ્રુવના તારાઓ એકંદર ચાર છે અને તે ચારેય ધ્રુવના તારાઓ તે તે ક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરદિશામાં જ રહેલા છે. અર્થાત્ ભરતક્ષેત્રની અપેક્ષાએ જેમ ધ્રુવ ઉત્તરદિશામાં છે તેમ બાકીના ત્રણ ધ્રુવતારાઓ ઐરવત, પૂર્વમહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહની અપેક્ષાએ અનુક્રમે ઉત્તરદિશામાં જ છે. ‘સર્વેષામેવ વર્ષાળાં મેરુત્તરતઃ સ્થિતઃ' એ વાક્યથી જેમ પ્રત્યેક ક્ષેત્રની અપેક્ષાએ મેરુપર્વત ઉત્તરદિશામાં જ છે તેમ આ ધ્રુવતારાઓ માટે પણ સમજવું. [જુઓ બાજુની આકૃતિ] આ ધ્રુવતારાઓ ઉપર જનસમુદાય અનેક પ્રકારનો આધાર રાખે છે. સમુદ્રમાં ચાલતાં વહાણો, સ્ટીમરો, હવાઈ વિમાનો વગેરેને દિશાના જાણપણામાં આ ધ્રુવનો તારો ‘હોકાયંત્ર' આદિ દ્વારા ઘણો જ ઉપયોગી છે, વહાણ વગેરે ગમે તે દિશામાં જાય તો પણ તેમાં રહેલ હોકાયંત્રનો કાંટો સદાકાળ ઉત્તરધ્રુવ તરફ જ હોય છે, જેથી રાત્રિએ વહાણ કઈ દિશામાં જાય છે તે બરાબર ખ્યાલમાં આવી શકે છે.
પૂર્વ
મા
વિ
ધ્રુવ
ઉત્તર
Jain Education International
Ppte
唱
eg
મેરૂ
પર્વત
For Personal & Private Use Only
ઉત્તર
ધ્રુવ
ભરત
-~
પૂર્વે ગાથા ૫૭માં ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષી દેવોનો જે ગતિક્રમ બતાવવામાં આવ્યો છે તે સામાન્યતઃ જાણવો. અહીં વિશેષતા એટલી સમજવી કે, ચન્દ્રથી શીઘ્ર ગતિવાળા સૂર્યો છે, સૂર્યોથી શીઘ્ર ગતિવાળા (૫૭મી ગાથામાં કહ્યા મુજબ ગ્રહો નહિ પરંતુ) નક્ષત્રો છે, અને નક્ષત્રોથી શીઘ્ર ગતિવાળા અનવસ્થિત યોગે પરિભ્રમણ કરતા ગ્રહો સમજવા. વળી આ ગ્રહો વક્રાતિચાર–મન્દગતિવાળા
૫.
મહા
વિવ
હોવાથી તેઓની નિયમિત ગતિ નથી અને તેથી તેઓનું મુહૂ ગતિમાન—પરિભ્રમણકાળપ્રમાણ– મંડળવિષ્કાદિ માન વગેરે પ્રરૂપણા વિદ્યમાન શાસ્ત્રોમાં ઉપલભ્ય હોય તેમ જણાતું નથી.
નક્ષત્રોની માફક તારાનાં પણ મંડળો છે, અને તે મંડલો પોતપોતાનાં નિયતમંડલમાં જ ચાર કરનારા હોવાથી સદા અવસ્થિત હોય છે. અહીં એવી શંકા કરવાની જરૂર નથી કે તારામંડળોની ૧૯૧. મંડળપ્રકરણમાં કહ્યું છે કે–તે મેરુ ગિડતા, યાદિળાવત્તમંડના સર્વે । अणवद्विअजोगेहिं, चंदा सूरा गहगणा य ॥१॥ '
www.jainelibrary.org