________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
चन्द्रार्काभिधायकमिदमेव करणमभिहितं यदि पुनर्मनुष्यक्षेत्राद्बहिश्चन्द्रादित्यसङ्ख्याऽन्यथा स्यात् तत आचार्यान्तरैरिव तत्प्रतिपत्तये करणान्तरमप्यभिहितं स्यात्, न चाभिहितं, ततो निश्चीयते सर्वद्वीपोदधिष्विदमेव करणमनुसर्त्तव्यमिति, केवलं मनुष्यक्षेत्राद्बहिश्चन्द्रार्काः कथं व्यवस्थिता इति चन्द्रप्रज्ञप्त्यादी नोक्तम् ?' ત્યાવિ
१५६
અર્થ “મૂલ સંગ્રહણી તથા ક્ષેત્રસમાસમાં સમગ્રશ્રુતમહોદધિ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણજીએ સર્વ દ્વીપ—સમુદ્રમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જણાવનારું આ ત્રિગુણકરણ જ કહેલું છે. જો મનુષ્યક્ષેત્રથી બહારના દ્વીપ—સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા બીજી રીતે હોત તો જેમ બીજા આચાર્યોએ કહ્યું છે તે પ્રમાણે તે સંખ્યાને જણાવનારું (ત્રિગુણકરણ સિવાય) બીજું કોઈ કરણ પણ કહ્યું હોત ? અને કહ્યું તો નથી; માટે નિશ્ચય થાય છે કે સર્વ દ્વીપસમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જાણવા માટે આ ત્રિગુણકરણ જ સમજવાનું છે.
ફક્ત મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર—સૂર્યોની વ્યવસ્થા કેવી રીતે છે ? તે ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોમાં કહ્યું નથી”
વળી શ્રીમાન્ મલયગિરિમહારાજાએ તેમજ ચન્દ્રીયા ટીકાકારમહર્ષિએ શ્રીચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ તેમજ જીવાભિગમ પ્રમુખ સૂત્રોના આધારે પૂર્વોક્ત ઉલ્લેખ કર્યો હોય તેમ સ્પષ્ટ સમજાય છે; કારણ કે શ્રી ગૌતમમહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને કરેલા પ્રશ્નોના તેઓશ્રી તરફથી મળેલા ઉત્તરમાં પુષ્ક૨વ૨દ્વીપમાં ૧૪૪–૧૪૪ ચન્દ્ર સૂર્યની સંખ્યા જણાવેલી છે. આ વિષય શ્રી જીવાભિગમસૂત્રમાં સવિસ્તર૫ણે જણાવેલ છે. પૂર્વોક્ત ૧૪૪-૧૪૪ ચન્દ્ર સૂર્યની સંખ્યા ત્રિગુણકરણ'થી ગણતરી કરવામાં આવે તો જ પ્રાપ્ત થાય છે. શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું છે જે વોઞાનું વંવતયં ચોબાાં ચેવ સૂરિબળ સર્વ । પુત્ત્વવમિ ટીવે પતિ પણ વમાસેંતા ।।9।।' અર્થાત્ પુષ્કરદ્વીપમાં ૧૪૪–૧૪૪ ચન્દ્ર સૂર્ય હોય છે. શ્રી જ્યોતિકદંડકમાં પણ કહ્યું છે કે—‘ધાયમંડમિ{ ઉદ્દિકા તિમુનિબા મવે ચંવા | आइल्लचंदसहिआ तइ हुंति अनंतरं परतो || १ || आइच्चाणं पि भवे एसेव विहि अणुणगो सव्वो । વીવેસુ સમુદ્દેપુ ય મેવ પરંપર નાળ |૧||' એટલે કે એમને પણ સર્વ દ્વીપસમુદ્રોમાં આ ‘ત્રિગુણકરણ’ જ માન્ય છે. વધુમાં શ્રી સંગ્રહણીગ્રન્થના પ્રાચીન ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી પણ ‘વં અનંતરાાંતરે વિત્તે પુવતીને ચોખાનું વંવસયં હવ' એ પંક્તિની સાક્ષીથી પુષ્કરવ૨દ્વીપમાં ૧૪૪-૧૪૪ ચન્દ્ર—સૂર્યનું ગ્રહણ જણાવે છે.
આવા સિદ્ધાંતોના સ્પષ્ટ પાઠોથી અને તેના જ આધારે કરેલા ઉક્ત ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે “મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર સૂર્યની વ્યવસ્થા કેવા પ્રકારની હોય ? તે વિષયને જ્ઞાનીગમ્ય જણાવી આ ‘ત્રિગુણકરણ’ સર્વદ્વીપસમુદ્રોને લાગુ પડી શકે છે.” વળી જે જે વિષયને અંગે જે જે કરણો આપવામાં આવે છે પ્રાયઃ તે તે વિષયને અંગે તે એકદેશીય હોતા નથી, કિંતુ સવદેશીય—સર્વવ્યાપક હોય છે.
હવે આ મનુષ્યક્ષેત્રમાં વર્તતા સૂર્ય—ચન્દ્રાદિ ચર જ્યોતિષી વિમાનોની વ્યવસ્થા સંબંધી વિચાર કરવો કંઈક ઉચિત લાગવાથી સંબંધી યત્કિંચિત્ વક્તવ્ય અહીં રજૂ કરાય છે.
આ અઢીદ્વીપરૂપી મનુષ્યક્ષેત્રમાં ચ૨ જ્યોતિષી વિમાનોનો વ્યવસ્થાક્રમ વિચારણા કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org