SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ चन्द्र-सूर्य सम्बन्धी समजण ૧૬૬ હવે કાલોદધિ સમુદ્રથી અન્તિમ સ્વયંભૂરમણ સુધીના દ્વીપ–સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું “કરણ બતાવે છે. ' જે દ્વીપસમુદ્રોના ચન્દ્ર-સૂર્ય વગેરેની સંખ્યાનું પ્રમાણ કાઢવું હોય તેની પહેલાનો જે દ્વીપ અથવા સમદ્ર હોય. તેમાં વીતી ચન્દ્ર કે સૂર્યોની સંખ્યાને ત્રણગણી કરવી, અને જે દ્વીપની ચન્દ્ર અને સૂર્યની સંખ્યાને ત્રણગણી કરી છે તેમાં તેની પહેલાના (જબૂદ્વીપથી લઈને) બધાય દ્વીપ–સમુદ્રોના ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને ઉમેરવી. એમ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યા ઇષ્ટદ્વીપ કે ઇસમુદ્રના ચન્દ્ર-સૂર્યોની જાણવી. જેમ કે કાલોદધિસમુદ્રના ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જાણવી હોય તો, ધાતકીખંડના બાર ચન્દ્ર-બાર સૂર્યની સંખ્યાને ત્રણગણી કરતાં (૧૨*૩=૩૬) છત્રીશ આવે, તેમાં જંબૂ અને લવણના મળીને છ ચન્દ્ર અને છ સૂર્યની સંખ્યાને ઉમેરતાં (૩૬+૪=૪૨) બેંતાલીશ ચન્દ્ર અને બેંતાલીશ સૂર્ય આઠ લાખ યોજનાના વિસ્તારવાળા કાલોદધિ સમુદ્રમાં આવે. તે જ પ્રમાણે અધપુષ્કરવર દ્વીપ માટે પણ સમજવું. તે આ પ્રમાણે,કાલોદધિ સમુદ્રના–૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્યને ત્રણગુણા કરી પૂર્વના દ્વીપ–સમુદ્રોમાંના ૧૮ ચન્દ્ર અને ૧૮ સૂર્ય ઉમેરતાં સોળ લાખ યોજનાના વિસ્તારવાળા પુષ્કરવરદ્વીપમાં ૧૪૪ ચન્દ્ર અને એટલી જ સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય. આપણને તો અત્યારે અર્ધપુષ્કરદ્વીપના ચન્દ્ર-સૂર્યની સંખ્યા ઈષ્ટ હોવાથી ૧૪૪નું અધ કરતાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્યની સંખ્યા “પુષ્કરાર્ધમાં પ્રાપ્ત થાય. આ કરણ' વડે અસંખ્યદ્વીપ-સમુદ્ર પૈકી ગમે તે ઇષ્ટ દ્વીપ–સમુદ્રની ચન્દ્ર-સૂર્યની સંખ્યા સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ–સમુદ્રોમાં વર્તતા ચન્દ્ર-સૂર્યોનું પરસ્પર અંતર સંગ્રહણીની ગાથા ૬૫-૬૬મી પ્રમાણે પચાસ હજાર યોજનાનું હોવાથી તેમજ ક્ષેત્રવિસ્તાર વિશેષ પ્રમાણનો હોવાથી, ચન્દ્ર-સૂર્યોની સમશ્રેણી અથવા પરિરયશ્રેણી સંબંધી વ્યવસ્થા માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો સુદુષ્કર જણાવવાથી પ્રતિ દ્વીપ–સમુદ્રમાં ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જણાવનારું આ ત્રિગુણીકરણ' મનુષ્યક્ષેત્રમાં જ સમજવું કે પ્રત્યેક દ્વીપ–સમુદ્રો માટે સમજવું? એવા પ્રકારનો તર્ક કોઈ વિચારશીલ વ્યક્તિને થાય તે અસ્થાને નથી, તો પણ ટીકાકાર તરીકે ખ્યાતનામાં શ્રીમલયગિરિમહર્ષિએ તેમજ ચન્દ્રીયા ટીકાકારે શ્રીસંગ્રહણીવૃત્તિમાં જણાવેલા નિમ્ન પાઠથી ત્રિગુણીકરણ'ના વિષય માટે પૂર્વોક્ત તર્ક-વિચાર કરવો તે વાસ્તવિક લાગતું નથી. તે પાઠ આ પ્રમાણે– 'मूलसंग्रहण्यां क्षेत्रसमासे च सकलश्रुतजलधिना क्षमाश्रमणश्रीजिनभद्रगणिना सर्वद्वीपोदधिगत૧૮૨. “સસિરવિ સો રહો, વાર ટુ વત્તા વિસર મ મ जंबूलवणाइसु पंचसु गणेसु नायव्वा ॥१॥' મંડપ્રકરણ) ૧૮૩, “વહ ર વારસ વારસ, નવ તઇ ઘાયબ સિ ફૂT I परओ दहिदीवेसु, तिगुणा पुबिल्लसंजुत्ता ।।१।। ત્રિસમાસ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy