SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ द्वीपोर्नु संक्षिप्त स्वरूप ૧ર૭ વીરક્ષીર દ્વીપ કુંડન કુંડલ દ્વીપ ઘ=વૃત દ્વીપ સં=શંખ દ્વીપ વોર ઈક્ષ દ્વીપ =ચક દ્વીપ નંદ્રિસરી નંદીશ્વર દ્વીપ મુયા=ભુજંગ દ્વીપ કરુણ અરુણ દ્વીપ =કુશ દ્વીપ છવાય અરુણ શબ્દનું પૂર્વમાં છે પતન જેમાં $વા=ક્રૌંચ દ્વીપ એવા ‘વર' આદિ શબ્દથી યુક્ત માથાર્થ—અહીં મૂલગાથામાં દ્વીપોનાં વિશેષનામ માત્રનો જ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અર્થ વખતે યથાયોગ્ય તે નામ સાથે ક્રમશઃ દીપ, વ૬ તથા વર શબ્દો યોજી લેવા. I૭ના વિરોણાર્થ— સર્વથી વચ્ચે, મધ્યમાં ને સહુથી પ્રથમ જંબૂદ્વીપ છે. એનું જંબૂ નામ કેમ પડ્યું? તે સંબંધમાં જણાવવાનું કે સર્વદ્વીપસમુદ્રાભ્યન્તરવર્તી જબૂદીપના મધ્યભાગમાં આવેલાં ઉત્તરકુરુક્ષેત્રના પૂર્વાધભાગમાં જાંબૂનદસુવર્ણની જેબૂપીઠ આવેલી છે. એ પીઠ ઉપર બે યોજનનાં મૂળિયાં યુક્ત અને સાધિક અષ્ટ યોજન ઊંચું ગયેલું ત્રિકાલ શાશ્વતું એવું “સુદર્શન’ નામનું જંબૂવૃક્ષ છે. એ વૃક્ષનાં મૂળકંદ થડ શાખા વગેરે સર્વ અવયવો વિવિધ રત્નનાં અને તેથી જુદા જુદા પ્રકારનાં રંગબેરંગી વર્ણમય છે. આ જંબૂવૃક્ષની વચલી જે વિડિમાશાખા તે ઉપર એક જિનચૈત્ય આવેલું છે, તે સિવાય બાકીની જે ચાર શાખાઓ તે વૃક્ષમાં વિસ્તરેલી છે. તેમાં પૂર્વદિશાની શાખા ઉપર “અનાદ્દત' દેવનું ભવન હોય છે, જ્યારે બાકીની ત્રણે દિશાની પ્રત્યેક શાખા ઉપર પ્રાસાદ હોય છે. તેમાં આ જંબૂવૃક્ષની પૂર્વશાખાના મધ્યભાગે આ દ્વીપના અધિપતિનો નિવાસ હોવાથી આ દ્વીપનું જંબૂ એવું શાશ્વત નામ કહેવાયેલું છે. તે અધિપતિને યોગ્ય ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ્ય ઊંચી મણિપીઠિકા ઉપર વ્યત્તરનિકાયના અનાદૃત દેવની શય્યા વર્તે છે. આ શય્યામાં વર્તતો, અનેક સામાજિક, આત્મરક્ષક તથા દેવદેવીઓના પરિવારમાં વિચરતો, પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલાં સુખોને પુણ્યાત્મા અનાદતદેવ ભોગવે છે. આ જંબૂવૃક્ષ જબૂદ્વીપની વેદિકા પ્રમાણ એવી બાર વેદિકાઓથી વેષ્ટિત છે. આ વેદિકા પછી તે વૃક્ષને ફરતાં અન્ય જંબૂ નામના વૃક્ષોનાં ત્રણ (અથવા કોઈ મતે બે) વલયો આવેલાં છે. આ પ્રમાણે જંબુદ્વીપના અધિપતિનું સ્થાન જંબૂવૃક્ષ ઉપર હોવાથી આ દીપનું જંબૂ નામ ખરેખર ગુણવાચક છે.” કહેવાનો આશય એ છે કે આવા પ્રકારનું દેવકુરુક્ષેત્રને વિષે શાલ્મલી’ નામનું વૃક્ષ પણ આવેલું છે અને તેના ઉપર પણ અધિષ્ઠાયક દેવોનો નિવાસ તો છે, પરંતુ તે જંબૂદ્વીપનો અધિપતિ દેવ નથી. ૨. ઘાતકીવંડ-ધાવડીની જાતના સુંદર પુષ્પથી સદા વિકસિત થયેલાં વૃક્ષોનાં ઘણાં વનખંડો હોવાથી તથા પૂર્વ અને પશ્ચિમદિશાનાં ખંડમાં સુદર્શન તથા પ્રિયદર્શન દેવનો નિવાસ ધાતકી નામના વૃક્ષ ઉપર હોવાથી આ દ્વીપનું ધાતકીખંડ એવું નામ સાન્તર્થ છે. ૩. પુરતી – આ દ્વીપમાં તથા પ્રકારનાં અતિવિશાલ “પા” (પદ્મ–કમળ)નાં વનખંડો હોવાથી ૧૬૩. વર્તમાનનો અનાદત' દેવ તે જબૂસ્વામીના કાકાનો જીવ સમજવો. ૧૬૪. આનું વિશેષ સ્વરૂપ તો પ્રકાશ સર્ગ ૧૭ તથા ક્ષેત્રમાથિી જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy