________________
द्वीप- समुद्रनी संख्या अने तेनुं प्रमाण
१३५
દ્વીપસમુદ્રો તેને વીંટીને વલયાકારે રહેલા છે. તેમાં પહેલો જંબુદ્વીપ અને છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. ૧૬૮-૬લા
વિશેષાર્થ— પૂર્વે સૂક્ષ્મ—બાદર ભેદોવડે છ પ્રકારના પલ્યોપમ અને છ પ્રકારના સાગરોપમનું સવિસ્તર સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે.
તેવા અઢી ઉદ્ધારસાગરોપમ જેટલા કાળમાં જેટલા સમયો થાય તેટલી દ્વીપ–સમુદ્રોની સંખ્યા જિનેશ્વરોએ કહી છે.
અથવા એક સૂક્ષ્મ ઉદ્ધાર ૧૬ સાગરોપમનાં ૧૦ કોડાકોડી સૂક્ષ્મોદ્વાર પલ્યોપમ થાય છે, તેથી અઢી સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમનાં ૨૫ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર૫લ્યોપમ થાય. આ ૨૫ કોડાકોડી પલ્યોપમમાં પૂર્વે જણાવેલ કથનાનુસાર જેટલા વાલાગ્રો સમાય તેટલા ૧૬%દ્વીપસમુદ્રો (બન્ને મળી) છે. દ્વીપસમુદ્રોનું પ્રમાણ :~
તેલપુલ (માલપુડા)ના આકારે અથવા પૂર્ણિમાના ચન્દ્રાકારે સર્વ દ્વીપસમુદ્રાભ્યન્તરવર્તી રહેલા, પહેલા જંબુદ્રીપને વર્જીને વલયાકારે રહેલા શેષ (સર્વ) દ્વીપસમુદ્રો પૂર્વ—પૂર્વથી દ્વિગુણ વિસ્તારવાળા છે. જેમકે–જંબુદ્રીપ એક લાખ યોજનનો, ત્યારબાદ આવેલો લવણસમુદ્ર તેથી દ્વિગુણ બે લાખ યોજનનો, તેથી દ્વિગુણ ધાતકીખંડ ૪ લાખ યોજનનો એમ ઉત્તરોત્તર દ્વિગુણ દ્વિગુણ (બમણા) વિસ્તારવાળા સર્વ દ્વીપસમુદ્રો જાણવા.
સકલ દ્વીપસમુદ્રનો આકાર ઃ—
ઉત્સેધાંગુલ (આપણું જે ચાલુ અંગુલપ્રમાણ તે)થી પ્રમાણાંગુલ ચારસો ગુણો અથવા હજાર ગુણો મોટો છે એટલે ચારસો ઉત્સેધાંગુલનો એક પ્રમાણાંગુલ થાય, તે પ્રમાણાંગુલ વડે નિષ્પન્ન એક લાખ યોજન પ્રમાણવાળો પહેલો જંબુદ્રીપ આવેલો છે. આ જંબુદ્રીપ જૈનશાસ્ત્રની માન્યતા મુજબ વૃત્ત વિખંભવાળો છે અર્થાત્ થાળી અથવા માલપુડા સરખો ગોળાકારવાળો છે, પરંતુ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની માન્યતાવત્ દડા જેવો કે નારંગી જેવો નથી. આ આકારને પ્રતવૃત્ત કહેવાય છે. પ્રતરવૃત્ત વસ્તુની લંબાઈ અને પહોળાઈ પ્રમાણમાં એકસરખી થાય છે, આથી જ વૃત્તિવિમ (પ્રતરવૃત્ત)વાળી વસ્તુને મધ્ય બિન્દુથી ગમે તે દિશા અથવા વિદિશામાં (સામસામી) માપીએ તો પણ તેનું એકસરખું પ્રમાણ આવી રહેશે. સમપ્રતવૃત્ત (સમગોળ) વસ્તુનો વ્યાસ (વિસ્તાર) સરખો હોય છે. આથી જંબુદ્રીપ પણ વિષમપ્રતવૃત્તાવિ (લંબગોળ વા અર્ધોગોળ) નથી પણ સમપ્રતરવૃત્ત છે.
આ સમવ્રતવૃત્ત એવા જંબૂદ્વીપની ચારે બાજુ ફરતો રિમંડળાકારે (ચૂડી સરખા આકારે) નવળસમુદ્ર આવેલો છે, એટલે ચૂડીમાં ચારે બાજુ કાંઠો અને વચ્ચે પોલાણ ભાગ હોય તેવી રીતે જંબૂને ફરતો ચૂડી સરખા વલયાકારે લવણસમુદ્ર આવેલો છે. વચ્ચે પોલાણ હોય તેવા ગોળાકારને મંડળ અથવા વત્તય કહેવાય છે. આ લવણસમુદ્ર પણ તેવા જ આકારે છે અને તેનો વાસ્તવિમ
૧૬૦. પલ્યોપમ–સાગરોપમનું વર્ણન પૃષ્ઠ ૧૭ થી ૩૦ સુધીમાં કહેવાયેલ છે.
૧૬૧. દ્વીપ એટલે શું ? જેની ચારે બાજુ પાણી હોય અને મધ્યમાં રહેઠાણ યોગ્ય ભૂમિ હોય તેને દ્વીપ
કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org