________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આ બન્ને પર્વતો ભૂમિથી ૪૦૦ યોજન ઊંચા છે. એ ૪૦૦ યોજન ઊંચા બન્ને પર્વત ઉપર પુનઃ પ૦૦ યોજનની ઊંચાઈવાળાં નવ નવ કૂટો (શિખરો) છેટે છેટે આવેલાં છે.
१३०
કૂટ એટલે પર્વતના ઉ૫૨ ભાગે ઊંચો ગયેલો અને અલગ દેખાઈ આવતો ભાગ.
પરમ પુનિત શત્રુંજય પર્વત ઉપર, ઉપરના તળીયે પહોંચ્યા બાદ નવટૂંકની જે ટેકરી દેખાય છે, તે નીચે પહોળી અને ઉપર જતાં ટૂંકી થયેલી દેખાય છે તેવી જ રીતે, પણ આ ટેકરીઓ પ્રમાણમાં વધુ મોટી અને નીચેથી ઉપર જતાં દીપિશખાવત્ આકારવાળી થયેલી ટેકરીઓને કૂટો કહેવાય છે. આ કૂટો સહિત પર્વતની ઊંચાઈ ૯૦૦ યોજન થવાથી તારાના સ્થાનથી પણ ઊંચાઈમાં આ પર્વત વધારે ગયેલો છે. આ કૂટો ઉપરનાં શિખર ભાગે ૨૫૦ યોજન પહોળાં છે. આ કૂટોની બન્ને તરફ આઠ આઠ યોજન દૂર નક્ષત્રનાં વિમાનો છે. [૬૩] (પ્ર. ગા. સં. ૧૪)
ગવતરણ— વ્યાઘાતે જઘન્ય અંતર કેટલું ? અને નિર્વ્યાઘાતે જઘન્ય ઉત્કૃષ્ટ અંતર કેટલું ?
छावट्ठा दुन्निसया, जहन्नमेयं तु होइ वाघाए ।
निव्वाघाए गुरु लहु, दो गाउय धणुसया पंच ॥६४॥
સંસ્કૃત છાયા—
षट्षष्टानि द्विशतानि, जघन्यमेतत्तु भवति व्याघाते ।
निर्व्याघाते गुरु-लघु, द्वे गव्यूते च धनुःशतानि पञ्च ॥ ६४॥ શબ્દાર્થ—
Jain Education International
છાવઠ્ઠા=છાસઠ
યુત્રિતયા બસો વાયાળુ વ્યાઘાતવડે
નિવ્વાષા=નિર્માઘાતવડે ગુરુનદુઉત્કૃષ્ટ—જઘન્ય ઘણુતા પંચપાંચસો ધનુષ્ય
ગાચાર્ય— વ્યાઘાતવડે જઘન્ય આંતરું (૨૫૦+૮+૮=૨૬૬) બસો છાસઠ યોજન પ્રમાણ થયું, નિર્વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું હોય છે. ૬૪
વિશેષાર્થ— એક નક્ષત્ર વિમાનથી આઠ યોજન દૂર ફૂટ અને એ કૂટની પહોળાઈ ૨૫૦ યોજન તે વીત્યા બાદ બીજી (સામે) બાજુનાં આઠ યોજન જઈએ ત્યારે નક્ષત્રનું વિમાન આવે. તેથી ત્રણેનો સરવાળો કરીએ તો ૨૬૬ યોજનનું એક નક્ષત્રથી બીજા નક્ષત્રનું નિષધ અને નીલવંત પર્વતની અપેક્ષાએ (વ્યાઘાતે) જઘન્ય અંતરમાન જાણવું.
તેવી જ રીતે તારાવિમાનનું અંતર પણ ૨૬૬ યોજનનું સમજી લેવું.
પર્વતાદિકના વ્યાઘાત વિના એક તારાથી અન્ય તારાનું તથા એક નક્ષત્રથી અન્ય નક્ષત્રનું ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર લઈએ તો પાંચસો ધનુષ્ય પડે છે.
નક્ષત્રો તારાઓના સમુદાયથી જ બનેલાં હોય છે. [૬૪]
For Personal & Private Use Only
www.jainelibrary.org