________________
१२८
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
અમુક રીતિએ હોય છે ત્યારે તેને ખગ્રાસ' [ખંડ–ગ્રહ] વગેરે નામો આપવામાં આવે છે.
શંકા—— જંબુદ્રીપમાં જ્યારે ગ્રહણ થાય ત્યારે એક સાથે બંને સૂર્યોનું હોય કે નહિ ? હોય તો સમગ્ર ક્ષેત્રોના ચંદ્રાદિનું ગ્રહણ પણ એક સાથે થઈ શકે કે કેમ ?
સમાધાન— જ્યારે આપણે અહીં ગ્રહણ થાય છે ત્યારે જંબુદ્રીપમાં તો શું પણ સમગ્ર મનુષ્યક્ષેત્રોમાં રહેલાં ૧૩૨ ચન્દ્રોનું અને ૧૩૨ સૂર્યોનું પણ ગ્રહણ એકી સાથે જ થાય છે, કારણ કે મનુષ્યક્ષેત્રમાં અમુક નક્ષત્રનો યોગ આવે છે ત્યારે ગ્રહણ થાય છે. આથી સકલ ચલિત ચન્દ્રસૂર્યનો એક જ નક્ષત્ર સાથેનો યોગ સર્વ ઠેકાણે સમશ્રેણીમાં વ્યવસ્થિત હોવાથી ચરજ્યોતિષીઓનો ચર ક્રમ વ્યવસ્થિત રીતિએ જ આવે છે તેથી સર્વનું ગ્રહણ પણ એકીસાથે થાય છે. આ ગ્રહણ કોઈપણ ક્ષેત્રને વિષે હોઈ શકે છે. આ ગ્રહણની શુભાશુભતા ઉપર લોકોમાં પણ સુખાસુખ વગેરે કેવું થશે ? તે સંબંધી ભવિષ્યનો ઘણો આધાર રખાય છે.
શંકા— યુગલિકક્ષેત્રે ગ્રહણ થતું હોય અને ત્યાં અશુભ ગ્રહણ હોય ત્યારે શું શુભભાવવાળા ક્ષેત્રોમાં પણ અશુભપણું પ્રાપ્ત થાય ખરું ?
સમાધાન— જો કે તે ક્ષેત્રોમાં ચન્દ્રાદિની ગતિ હોવાથી ગ્રહણનો સંભવ તો છે, પરંતુ તેઓના મહાન પુણ્યથી તથાપ્રકારે ક્ષેત્રપ્રભાવથી અથવા કેટલીકવાર ગ્રહણદર્શનના અભાવથી તેઓને કંઈ પણ ઉપદ્રવનું કારણ થતું નથી. આ પ્રમાણે શ્રી નીવામિામસૂત્રમાં ખુલાસો આપ્યો છે. [૬૧] → કાવતરા જંબૂદ્વીપને વિષે એક તારાથી બીજા તારાનું અંતર કેટલું હોય ? तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं ।
बारस जोयणसहसा, दुन्नि सया चेव बायाला ॥६२॥
સંસ્કૃત છાયા—
तारायाश्च तारायाश्च, जंबूद्वीपेऽन्तरं गुरुकम् ।
द्वादश योजनसहस्त्राणि द्विशतानि चैव द्विचत्वारिंशत् ||६२|| શબ્દાર્થ
ગુરુવં=ઉત્કૃષ્ટ
વારસ નોયન્સહસા=બાર હજાર યોજન વાયાના=બેંતાલીશ
ગાથાર્થ જંબુદ્રીપને વિષે એક તારાવિમાનથી બીજા તારાવિમાન વચ્ચેનું અંતર બાર હજાર બસો ને બેંતાલીસ યોજનનું છે. ૬૨ા
Jain Education International
તારસતારાનું
નંબુદ્રીમિ=જંબુદ્વીપમાં
અંતર=આંતરું
વિશેષાર્થ જંબુદ્રીપના મેરુપર્વતનો સમભૂતલાપૃથ્વીના સ્થાને વ્યાસ (ઘેરાવો—જાડાઈ) દશ હજાર યોજનનો છે, ત્યાંથી ૭૯૦ યોજન ઊંચું તારામંડળ પથરાયેલું છે. તે સ્થાને પણ મેરુના ૧૫૬. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા સંબંધી થતો વિપર્યાસ ક્રમ, તિથિની વધઘટ, અધિક માસાદિનું કારણ વગેરે ‘કાળલોકાદિ’ ગ્રન્થોથી અથવા તે વિષયના જ્ઞાતાઓથી જાણી લેવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org