________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શિરોવેષ્ટન એટલે પાઘડીથી આપણે જલદી ઓળખી શકીએ છીએ કે—આ ગુજરાતી, આ સુરતી, આ મારવાડી, આ મેવાડી, આ કાઠીયાવાડી, તે રીતે રાજકીયક્ષેત્રમાં તપાસીએ તો અમુક વિભાગના પોલીસોની ટોપી ઉપર અમુક જાતના બિલ્લાનું ચિહ્ન, અમુક વિભાગવાળાઓ માટે અમુક નિશાનીઓ હોય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ દેવો અસંખ્યાતા છે, એમાં કઈ નિકાયનો કોણ ? તે સહેલાઈથી ઓળખી શકાય તેને અંગે પ્રત્યેક નિકાયના દેવોનાં મુગુટાદિને વિષે ચિહ્ન હોય છે.
७८
પ્રથમ અસુરકુમારના મુગટને વિષે ચૂડામણિ એટલે મુગટમાં રત્નમણિનું ચિહ્ન હોય છે. બીજા નાગકુમારનાં આભૂષણને વિષે ફણિધર-સર્પનું ચિહ્ન હોય છે, ત્રીજા સુવર્ણકુમારનાં આભૂષણને વિષે ગરુડનું ચિહ્ન હોય છે, ચોથા વિદ્યુત કુમારના મુગટમાં વજ્ર (શક્રાયુધ)નું ચિહ્ન હોય છે, તે પ્રમાણે પાંચમા અગ્નિકુમારનાં આભૂષણમાં પૂર્ણકળશનું ચિહ્ન હોય છે, છટ્ઠા દ્વીપકુમારનાં આભૂષણમાં સિંહનું ચિહ્ન હોય છે, સાતમા ઉધિકુમારનાં મુગટમાં અશ્વનું ચિહ્ન હોય છે, આઠમા દિશિકુમારના મુગટમાં હાથીનું ચિહ્ન હોય છે, નવમા પવનકુમારનાં આભૂષણને વિષે મગરમચ્છનું ચિહ્ન હોય છે અને દશમા સ્તનિતકુમાર નિકાયના દેવોનાં મુગટમાં ૧૧૪શરાવ-સંપુટ એટલે ઉ૫૨ નીચે સંપુટ એટલે જોડેલાં બે કોડીયાના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે દશે નિકાયો અલગ અલગ ઓળખાય એ માટે મુગુટાદિમાં ચિહ્નો કહ્યાં.
કેટલાક ગ્રંથકારો મુગટમાં નહિ પણ દશે નિકાયના દેવોનાં આભૂષણમાં ચિહ્નો જણાવે છે. [૨૭] અવતરણ— હવે ભવનપતિદેવોનાં શરીરનો વર્ણ કહે છે =
असुरा काला नागु- दहि पंडुरा तह सुवन्न - दिसि - थणिया ।
कणगाभ विज्जु -सिहि- दीव, अरुण वाऊ पियंगुनिभा ॥ २८ ॥
સંસ્કૃત છાયા—
असुराः कालाः नागो-दधयः पांडुराः सुपर्ण - दिक्- स्तनिताः ।
નામા: વિદ્યુકિલિ–દ્વીપા, ગરુબા: વાયવઃ (મારા:) પ્રિયક્રુનિમાઃ ।।૨૬।।
શબ્દાર્થ—
ાના-કૃષ્ણવર્ણના
નાનુહિ=નાગકુમાર તથા ઉદધિકુમાર
પંડુરાગૌર
હ્રામ=સુવર્ણની કાંતિ સરખા
ગાથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ।।૨૮।
Jain Education International
સિદિ=અગ્નિકુમાર
સહરક્તવર્ણવાળા
વાઝ=વાયુકુમાર વિયંમુનિમા=પ્રયંગુ વર્ણ સરખા
વિશેષાર્થ— કેટલીકવાર દેહના રંગ ઉપરથી પણ અમુક મનુષ્ય કઈ જાતિનો—કયા દેશનો છે ? તે આપણે કહી શકીએ છીએ. જેમ અતિ ગૌરવર્ણથી બહુલતાએ યુરોપિયન—ગોરા લોકો, ઘઉં જેવા વર્ણથી ભારતીય માણસ, પીળા વર્ણથી ચાઈનીઝ, જાપાનીસ, અતિ કાળા વર્ણથી સીદી (આફ્રિકન)
૧૧૪. શરાવનો અર્થ માટીનું કોડીયું તથા રામપાતર થાય છે, તેનો સંપુટ એટલે બંનેને જોડવું તે, તેથી બનતો જે આકાર થાય તે, તેનું બીજું નામ ‘વર્ધમાન' છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org