________________
૭૪
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह મસો અનુક્રમે
મવા =ભવનોનાં નવીલાખ
હિષકો-દક્ષિણ દિશાના પથાર્થ–વિશેષાર્થ પ્રમાણે. ૨૩ી
વિશેષાર્થ–પૂર્વે કહેલી દશેય નિકાયમાં દક્ષિણ તથા ઉત્તર—વિભાગમાં દેવોને રહેવા માટે ભવનો આવેલાં છે. જેમ એક રાજા અમુક નગરનો સ્વામી હોય છે, તેવી રીતે દરેક નિકાયોનાં ભવનોના સ્વામીઓ પણ હોય છે. તેમાં દક્ષિણ તરફના અસુરકુમારનાં તાબાનાં ભવનોની સંખ્યા ચોત્રીશ લાખ છે. નાગકુમાર નિકાયમાં ચુમ્માલીશ લાખ, ત્રીજી સુવર્ણકુમાર નિકાયમાં આડત્રીશ લાખ, ચોથી વિદ્યુતકુમાર નિકાય, પાંચમી અગ્નિકુમાર નિકાય, છઠ્ઠી દ્વીપકુમાર નિકાય અને સાતમી ઉદધિકુમાર નિકાય, અને આઠમી દિશિકુમાર નિકાય એ પાંચે નિકાયોમાં પ્રત્યેકનાં ચાલીશ ચાલીશ લાખ ભવનો હોય છે. નવમી પવનકુમાર નિકાયમાં પચાસ લાખ ભવનો અને દસમી સ્વનિતકુમાર નિકાયમાં ચાલીશ લાખ ભવનો હોય છે.
એ પ્રમાણે ક્રમશઃ દક્ષિણ દિશાની નિકાયોનાં લાખો ભવનોની સંખ્યા કહી. [૨૩] અવતરણ– હવે ઉત્તરદિશાનાં ભવનોની સંખ્યા વર્ણવે છે – चउ-चउलक्ख-विहूणा, तावइया चेव उत्तर दिसाए । सब्वेवि सत्तकोडी, बावत्तरी हुंति लक्खा य ॥२४॥
સંસ્કૃત છાયાचतुश्चतुर्लक्षविहीनानि, तावन्ति चैव उत्तरदिशि । सर्वेऽपि सप्तकोटयो-द्विसप्ततिर्भवन्ति लक्षाणि च ॥२४।।
શબ્દાર્થ ૧૩-૧૩=ચાર ચાર
સત્તછોરીસાતક્રોડા નવ વિદૂTલાખ જૂન
વાવેત્તરી બહોંતેર તાવ જેટલા
હૃતિ થાય છે સળેવ બધા
તq=લાખ થાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૨૪
વિશેષાર્થ– પૂર્વે દક્ષિણ દિશાના નિકાયોનાં ભવનોની જે સંખ્યા કહી છે તે પ્રત્યેકમાંથી ચાર ચાર લાખ બાદ કરતાં જે જે નિકાયનાં જેટલાં જેટલાં ભવનો શેષ રહે તે સંખ્યા તેની ઉત્તરદિશાની નિકાયનાં ભવનોની નિશ્ચયે જાણવી.
તે આ પ્રમાણે,
ઉત્તરવિભાગની અસુરકુમાર નિકાયમાં ત્રીસ લાખ, નાગકુમારમાં ચાલીશ લાખ, સુવર્ણકુમારમાં ચોત્રીસ લાખ, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર ને દિશિકુમાર નિકાય એ પાંચે નિકાયમાં પ્રત્યેકનાં છત્રીશ છત્રીસ લાખ ભવનો હોય છે. નવમી પવનકુમાર નિકાયમાં છેતાલીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org