________________
૬૭.
[અહીં જે આયુષ્ય કહેવાય છે તે દરેક દેવલોકના છેલ્લા પ્રતરમાં નિવાસ કરનારા દેવોનું જાણવું અને બાકીના પ્રતિરોમાં વસનારાઓની સ્થિતિ તથા તે પ્રતિરોનું સ્વરુપ આગળ કહેવામાં આવશે.]
# વૈમાનિક નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ જ પહેલા સૌધર્મ દેવલોકને વિષે સામાન્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બે સાગરોપમની આયુષ્યસ્થિતિ છે. આ જે સ્થિતિ કહી તે સમુચ્ચયે કહી અને આ બે સાગરોપમની સ્થિતિ તે સૌધર્મ દેવલોકના છેલ્લા તિરમાં] પ્રતરની જાણવી.
બીજા ઇશાન દેવલોક ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સર્મુચ્ચયે બે સાગરોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી. આ સ્થિતિ પણ સૌધર્મ દેવલોકની જેમ ઈશાન દેવલોકના છેલ્લા પ્રતરે હોય છે. એ પ્રમાણે ત્રીજા સનત્કુમાર દેવલોકે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સાત સાગરોપમ, ચોથા માહેન્દ્ર દેવલોકે સાત સાગરોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક, પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમ, છઠ્ઠા લાંતક દેવલોકે ચઉદ સાગરોપમ, સાતમા શુક્ર દેવલોકે ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ, આઠમા સહસ્ત્રાર દેવલોકે અઢાર સાગરોપમ, નવમા આનત દેવલોકમાં ઓગણીશ સાગરોપમ, દશમાં પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ, અગિયારમા આરણ દેવલોકમાં એકવીશ સાગરોપમ અને બારમા અચુત દેવલોકમાં બાવીશ સાગરોપમની આયુષ્યસ્થિતિ હોય છે.
શૈવેયક એટલે શું? સમગ્ર ચૌદ રાજલોક વૈશાલ સંસ્થાને રહેલા પુરુષના આકારે છે. જેમ પુરુષોના ગળામાં, વક્ષસ્થલે, કટિએ ઇત્યાદિ સ્થાને આભૂષણો હોય છે, તેમ આ ચૌદરાજલોકરૂપી પુરુષનાં આભૂષણો કયાં છે? તો જે વિમાનાદિ છે તે જ તેનાં આભૂષણોરૂપે છે, એમાં નવ રૈવેયકનાં વિમાનો ચૌદ રાજલોકરૂપી પુરુષના ગળાના સ્થાને આભૂષણરૂપે વર્તતાં હોવાથી તેને રૈવેયક તરીકે ઓળખવામાં આવે છે. રૈવેયક “શબ્દની વ્યુત્પત્તિ પણ તે જ અર્થ પ્રગટ કરે છે.
એ નવ રૈવેયકો ઊભા કરેલાં દંડની જેમ, ઉપરા-ઉપરી સ્થિત થઈને રહેલાં છે. અન્ય ગ્રન્થકારો એ નવનો ત્રણ વિભાગોથી પરિચય કરાવે છે. એમાં પહેલી ત્રણને “અધતન ત્રણ,’ વચલી. ત્રણને “મધ્યમ ત્રણ’ અને તે ઉપરની ત્રણને ‘ઉપરિતન ત્રણ’ એ રીતે ઓળખાવે છે.
તેમાં પહેલા ત્રિપુટીમાંના પહેલા (“અધસ્તનઅધસ્તન) સુદર્શન ચૈવેયકે ત્રેવી સાગરોપમ,
८४. ग्रैवेयकास्तु-लोकपुरुषस्य ग्रीवाभरणभूताः उपचाराल्लोक एव पुरुषस्तस्य ग्रीवेव ग्रीवा तस्यां भवा ग्रैवा ग्रैवेया ग्रैवेयका वा || अथवा ग्रीवेव ग्रीवा, चतुर्दशरज्ज्वात्मलोकपुरुषस्य त्रयोदश्या रज्जो गस्तन्निविष्टतया अतिभ्राजिष्णुतया જ તાપમૂતા ગયા: આ પ્રમાણે પણ વ્યુત્પત્તિ થાય છે.
૫ અન્ય સ્થાને અન્ય મહર્ષિઓ નવ ઝવેયકનાં નામોની ઓળખાણ માગધી-પ્રાકત ભાષાના શબ્દોમાં આપે છે, જેમકે 9-હિમિ, રદિગ્રિમ-મધ્યમ, રૂઢિમિડવરમ, ૪-મધ્યમિ , મધ્યમમધ્યમ, ૬મધ્યમવંરિમ, ઝવેરીમિ,
ઋભિમધ્યમ, ૬-૩રિમડેવ. ફક્ત ભાષાને અંગે જુદી રીતે બોલાય છે, પણ મતાંતર ન સમજવું. આ નામો તે વૈવેયકોનાં સ્થાન સૂચક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org