________________
૪૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 'સરખો સમજવો. આ આરામાં ત્રણ ભાગની કલ્પના કરવી. એમાં પહેલા વિભાગમાં રાજધર્મ, ચારિત્ર,
અન્ય દર્શનીયોના સર્વ ધર્મો તથા બાદર અગ્નિ વિચ્છેદ પામશે. આ આરાના પ્રારંભનાં ૮૯ પખવાડિયાં વીત્યે ઉત્સર્પિણીના ૨૪મા તીર્થંકર તથા છેલ્લા ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. ત્યારપછીના બીજા અને ત્રીજા બને ભાગમાં અવસર્પિણીમાં કહેલું છે તેમ યુગલિકધર્મની પ્રવૃત્તિ પુનઃ શરુ થાય છે.
૫. સુષમગારો – આ આરો અવસર્પિણીના બીજા આરા સરખા ભાવોવાળો સમજવો. આ આરામાં કેવળ સુખ જ હોય છે.
૬. સુમસુમ બારી- આ આરો જેમાં કેવળ ઘણું સુખ હોય તે. અવસર્પિણીના પ્રથમ આરા સરખો સર્વ રીતે વિચારવો, જેનું સ્વરૂપ અવસર્પિણીના વર્ણન પ્રસંગે કહેવાઈ ગયું છે. પાંચમા છઠ્ઠા બને આરામાં યુગલિક મનુષ્યો અને તિર્યંચોનું અસ્તિત્વ વિચારી લેવું.
એ પ્રમાણે ઉત્સર્પિણીના છ આરાનું સ્વરૂપ કહ્યું.
આ પ્રમાણે દશ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દશ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી મળી એક કાલચક્ર થાય છે. જે માટે કહ્યું છે કે“कालो द्विविधोऽवसर्पिण्युत्सर्पिणीविभेदतः। सागरकोटिकोटीनां, विंशत्या स समाप्यते ।।१।। अवसर्पिण्यां षडरा उत्सर्पिण्यां त एव विपरीताः। एवं द्वादशभिररैर्विवर्तते कालचक्रमिदम् ।।२।।"
" હિમ. કો. ક. ૨)
पुद्गलपरावर्तन संक्षिप्त स्वरूप પૂર્વે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું સ્વરૂપ દર્શાવ્યું. હવે તેથી વધતો કાળ પુદ્ગલપરાવતી નામનો છે. અને તે ચાર અથવા સૂક્ષ્મ–બાદર ભેદે કરી આઠ પ્રકારનો છે, તેનું યત્કિંચિત્ સ્વરૂપ દવિાય છે
વા–દ્રવ્ય–પુત્ત–વત્તાશા पुद्गलपरावर्त भेटले. पुद्गलानां परावर्तः यस्मिन् कालविशेषे सः पुद्गलपरावर्तः । पुद्गलानां એટલે ચૌદરાજ પ્રમાણ લોકવર્તી સમસ્ત પુદ્ગલોનું-વર્ત એટલે ઔદારિકાદિ શરીરપણે ગ્રહણ કરી વર્ષવારૂપ પરાવર્તન, ભિ-જેમાં તે પુનરાવર્ત * કહેવાય છે. તેનાં દ્રવ્ય-ક્ષેત્ર–કાળ ८१. 'सुहुमद्धायरदसकोडाकोडी, छअराऽवसप्पिणुसप्पिणी । ता दुन्नि कालचक्कं, वीसायरकोडिकोडीओ ।।१।।
કિાલસપ્તતિકા) ૮૨. આ અર્થ જો કે કેવળ દ્રવ્યપુદગલપરાવર્તન અંગે જ લાગુ પડે છે તો પણ ક્ષેત્રાદિ ભેદવાળા બાકીના ત્રણેય અનન્તકાળ પ્રમાણમાં પણ ‘પુદ્ગલપરાવર્ત’ શબ્દ રૂઢ થયેલો હોવાથી વાસ્તવિક રીતે ક્ષેત્રાદિભેદમાં તો ક્ષેત્રપરાવર્ત, કાળપરાવર્ત, ભાવપરાવર્ત શબ્દનો પ્રયોગ હોવો જોઈએ. પરન્તુ તેમ ન કરતાં ક્ષેત્રપુગલપરાવર્ત, કાળપુદ્ગલપરાવત અને ભાવપુદ્ગલપરાવર્ત એવો વ્યપદેશ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org