________________
उत्सर्पिणी-कालनु स्वरुप
૨૬ આપણે દારુણ દુર્ગતિના હેતુરૂપ માંસાહારને વર્જીને વનસ્પત્યાદિકનો આહાર કરવો” ઇત્યાદિ વિવિધ નિયમો ઘડે છે. આ આરો અવસર્પિણીના પાંચમા આરા સમાન હોવાથી આયુષ્ય વધતાં ૧૩૦ વર્ષનું થાય છે. સંઘયણ સંસ્થાન, શરીરની ઊંચાઈ વગેરે સર્વ ક્રમે ક્રમે વૃદ્ધિવાળું થતું સમજવું.
૩. સુષમ-સુષમગારો – જેમાં દુઃખ ઘણું, સુખ ઘોડું હોય છે. બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ વીત્યા બાદ ત્રીજો આરો પ્રવર્તે છે. આ આરામાં આયુષ્ય વધતું વધતું ત્રીજા આરાને અંતે પૂર્વ કોડ વર્ષ પ્રમાણ અને મનુષ્યોની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની થાય છે. આ આરાના મનુષ્યોને તથાવિધ સામગ્રીને પામી સિદ્ધિગમનમોક્ષપ્રાપ્ત કરવું હોય તો કરી શકવા માટેનો સિદ્ધિમાર્ગ ખુલ્લો હોય છે. આ આરો અવસર્પિણીના ચોથા આરા સમાન હોવાથી સર્વ ભાવો તે પ્રમાણે સમજવા. આ આરામાં સર્વ નીતિનું શિક્ષણ, શિલ્પકળાદિ સર્વ વ્યવહારોને જિનેશ્વરો પ્રવર્તાવતા નથી, પરંતુ લોકો તથા પ્રકારની વ્યુત્પન્નબુદ્ધિવાળા હોવાથી જ પૂર્વના ક્ષયોપશમે અને સાથે તે ક્ષેત્રના અધિષ્ઠાતાના તથાવિધ પ્રભાવે સર્વે અનુકૂળ વ્યવહારો પ્રવર્તમાન થાય છે. આથી જ “અવસર્પિણીવત્ ઉત્સર્પિણીમાં સર્વ વ્યવહારો કુલકરો પ્રવર્તાવતા નથી’ એવું જે શાસ્ત્રીય કથન છે તે યોગ્ય જ છે.
જો કે કુલકરો આ ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રથમ વિભાગમાં ઉત્પન્ન થાય છે, પણ વ્યવહાર પ્રવર્તાવવાનું તે કાળમાં કુલકરોને પ્રયોજન રહેતું નથી, કારણકે સર્વ વ્યવહારો ત્રીજા આરામાંથી જ શરૂ થઈ ચૂકેલા હોય છે. અહીંયા કેટલાક આચાર્યો ઉત્સર્પિણીના ચોથા આરામાં ૧૫ કુલકરોની ઉત્પત્તિ માને છે અને તેથી તે વખતે ધિક્કારાદિ ત્રણ દંડ નીતિ પ્રવતવે છે એમ કહે છે. જો કુલકરની ઉત્પત્તિ માનવામાં ન આવે તો સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત થઈ જાય અને કુલકરની ઉત્પત્તિવાળી માત્ર અવસર્પિણી જ રહે ! માટે કુલકરોની ઉત્પત્તિ માનવી અનુચિત નથી જ.
ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર “પદ્મનાભાદિ વગેરે ૨૩ ૯તીર્થકરોની ઉત્પત્તિ કહેલી છે.
અવસર્પિણીના જે છેલ્લા તીર્થકર તેના સરખા ઉત્સર્પિણીના પહેલા તીર્થકર હોય. એ પ્રમાણે શાસ્ત્રોમાં જેવી રીતે ક્રમ કહ્યો છે તેવી રીતે યથાસંભવ વિચારવો.
આ ઉત્સર્પિણીકાળમાં પણ ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, ૯ નારદ અને ૧૧ રૂદ્રો ઉત્પન્ન થાય છે. એમાં ૧૧ રૂદ્રો ને નવ નારદો સિવાયના ૬૩, “શલાકા પુરુષો તરીકે ગણાય છે. એમાં ૨૩ તીર્થકરો આ આરામાં જ ઉત્પન્ન થાય છે.
૪. સુષમ તુષા બારો–સુખ ઘણું, દુઃખ થોડું તે. આ આરો અવસર્પિણીના ત્રીજા આરા
७८. भाविन्यां तु पद्मनाभः शूरदेवः सुपार्धकः ॥ स्वयंप्रभश्च सर्वानुभूतिर्देवश्रुतोदयो । पेढालः पोट्टिलश्चापि शतकीर्तिश्च सुव्रतः ।।१।। अममो निष्कषायश्च निष्णुलाकोऽथ निर्ममः । चित्रगुप्तः समाधिश्च संवरश्च यशोधरः ॥२॥ विजयो मल्लदेवौ चानन्तवीर्यश्च भद्रकृत् । एवं सर्वावसर्पिण्युत्सर्पिणीषु जिनोत्तमाः ||३||
હૈિ કો. સર્ગ ૧/ ૭૯. ઉવાં “જુનવ વવસેલે, ફુદ વીરો નિમો વહારે |
સતિફરે, ગU ૩ પર્વ મનખ્ખો ||' [કાળ સ0-૩૦] ૮૦. આ ગ્રંથમાં તો પ્રસંગ પૂરતું જ અવસર્પિણી-ઉત્સર્પિણીનું સ્વરુપ બતાવ્યું છે. સવિર્તર સ્વરૂપ ગ્રંથાન્તરોથી જોઈ લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org