________________
अवसर्पिणीनुं स्वरुप ૧“પૂર્વક્રોડનું હોય છે. પૂર્વે ત્રીજા આરાને અંતે ઋષભદેવસ્વામી થયા, તેમને કેવળ–સંપૂર્ણ જ્ઞાન થયા બાદ તેમના માતાજી મરુદેવા, તીર્થ સ્થપાયા પહેલાં જ અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થયો. આ માર્ગ ચોથા આરામાં ચાલુ રહ્યો. "
' પ્રથમ તીર્થંકર સિવાયના °શ્રી અજીતનાથ પ્રમુખ ૨૩ તીર્થકરો આ ચોથા આરામાં જ મોક્ષે ગયા છે અને તે તે અવસર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરો પૈકી ત્રેવીસ તીર્થકરોનું તો આ કાળમાં જ સિદ્ધિ ગમન હોય છે.
વળી પ્રથમ ચક્રવર્તી શ્રીભરત મહારાજા ત્રીજા આરામાં થયા છે અને બાકીના ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ ૯ બલદેવ, એ સર્વે ચતુર્થ આરામાં ઉત્પન્ન થયા છે. એ સહુને ૬૩ શલાકા પુરુષો કહેવાય છે. આ શલાકાપુરુષો સિવાય જે નવ નારદ, અગિયાર રૂદ્ર વગેરે વિશિષ્ટ પુરુષ થયા છે તે પણ ચતુર્થ આરામાં થયા છે.
આ અવસર્પિણીમાં જ આ પ્રમાણે થયું છે એમ નહીં, પરંતુ જે પ્રમાણે આ અવસર્પિણીના ત્રીજા આરા અને ચોથા આરામાં જેટલા તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરે મહાન પુરુષો થયા છે, તેટલા જ પ્રત્યેક અવસર્પિણીમાં સમજવા.
પ-સુષમ–જેમાં કેવળ દુઃખ હોય છે. આ દુઃષમ આરો ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. આ ६८.-'पुव्वस्स उ परिमाणं सयरिं खलु वासकोडिलक्खाओ। छप्पनं च सहस्सा बोधव्वा वासकोडीणं ।।'
૬૯.—મરુદેવા માતાના સુપુત્ર ઋષભદેવસ્વામીજીએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેઓના વિયોગે એક હજાર વર્ષ સુધી રડી રડીને માતાની આંખે પડલ આવ્યાં. એવામાં તે જ પ્રભુ ચાર ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન પામી, જે નગરમાં માતા રહે છે તે જ નગરની બહાર પધાર્યા. દેવોએ પ્રવચન માટે સમવસરણસિંહાસન રચ્યું. એ વખતે પૌત્રપ્રેરણા થતાં મરુદેવા માતા પોતાના પુત્રની સમવસરણની દ્ધિ જોવા વંદનાર્થે હાથીના સ્કંધ પર બેસી નગર બહાર આવ્યા, ત્યાં આવતાં જ પ્રભુના પ્રબળ અતિશયના પ્રભાવે અને તેના હષનિંદે આંખના પડળ તરત જ ખસી ગયાં, પુત્રની સાક્ષાત્ દ્ધિનું નિરીક્ષણ કરતાં અત્યુત્તમ ભાવનાના યોગમાં જ અંતકતુ કેવળી થયાં અને ત્યાં જ મોક્ષગમન થયું. ખરેખર ભાવનાયોગનો મહિમા વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ યોગશાસ્ત્રમાં ઠીક જ કહે છે કે
'पूर्वमप्राप्तधर्माऽपि परमानन्दनन्दिता। योगप्रभावतः प्राप मरुदेवा परं पदम्' ।।१।।' ૭૦–“પતસ્થામવષ્યિામૃષડનિતસંભવ | મનન્દનઃ સુમતિસ્તતઃ પ્રમાધિ : 9ll
सुपार्श्वश्चन्द्रप्रभश्च सुविधिश्चाथ शीतलः । श्रेयांसो वासुपूज्यश्च विमलोऽनन्ततीर्थकृत् ॥२।।
धर्मः शान्तिः कुन्थुररो मल्लिश्च मुनिसुव्रतः । नमिर्नेमिः पार्थो वीरश्चतुर्विंशतिरर्हताम्' ||३||
આ જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પણ ૨૪ તીર્થકરો થાય છે, આમ બંને કાળમાં અનાદિકાળથી તીર્થંકરાદિ શલાકા પુરુષોની ઉત્પત્તિ ચાલી આવી છે અને ચાલશે, ફક્ત તે તે કાળના શલાકા પુરુષો જુદા જુદા નામોવાળા હોય છે.
' ૭૧.—આ કાળમાં વીરનિર્વાણથી અમુક વર્ષ પછી કલંકી નામનો રાજા થવાનો છે. જે મહાઅધર્મી, મહાપાપી, મહાઘાતકી અને સમગ્ર પૃથ્વીના નગર ગ્રામો સર્વને ઉખેડીને ફેંકી દેતો લોકોને હેરાન હેરાન કરશે, યાવતું સાધુઓ પાસેથી પણ કર માંગશે. આ ત્રાસથી ત્રાસ પામેલા સાધુઓ તથા શ્રાવકો જ્યારે ઇન્દ્રમહારાજાનું આરાધન કરશે ત્યારે સંતુષ્ટ થયેલો ઇન્દ્ર આ પૃથ્વી ઉપર વૃદ્ધ બાહ્મણના રૂપે આવી કલંકીને હણીને તેના પુત્ર દત્તને ગાદી સોંપશે. ત્યારપછી પુનઃ સર્વત્ર શાંતિ ફેલાશે.
કલંકી એક જ જન્મે છે કે અનેક, કલંકી થયો કે હવે થશે વગેરે બાબતમાં ઇતિહાસવિદો ભિન્ન ભિન્ન મતો ધરાવે છે, માટે વિશેષ ખુલાસો તવિદો પાસેથી મેળવી લેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org