________________
पल्योपम तथा सागरोपमनुं स्वरूप પલ્યોપમ–સાગરોપમના કથનનું પ્રયોજન સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ સમજવા માટે જ છે.
// સૂક્ષ્મ-ક્ષેત્ર–પલ્યોપમન્liદ્દા સૂક્ષ્મબાદરક્ષેત્રપલ્યોપમ પ્રસંગે જેવા પ્રકારનાં વાલીગ્રોથી ઉક્ત–પ્રમાણ પલ્ય ભરેલ હતો તેવી જ રીતિએ ભરેલા પલ્યમાં પ્રત્યેક રોમખંડોની અંદર સ્પર્શેલા તથા નહિ સ્પર્શેલા આકાશપ્રદેશનું વિવરણ કરેલ હતું. ચાલુ પ્રસંગે એટલું વિશેષ સમજવું કે વાલાઝો એટલાં તો ખીચોખીચ ભરેલાં છે કે, પ્રચંડવાયુથી પણ ઊડી શકે નહિ, તો પણ અગાધ જ્ઞાનદષ્ટિવાળા ત્રિકાલદર્શી પુરુષોએ યથાર્થ દેખ્યું ને તેથી યથાર્થ પ્રકાશ્ય છે. નિબિડ રીતિએ ભરેલાં અને અસંખ્યવાર ખંડિત કરી કલ્પેલાં એ વાલાઝોમાં પણ એક વાલાઝથી બીજો વાલાઝ, બીજાથી ત્રીજો, એમ સર્વના અંતરમાં અસંખ્યાત અસંખ્યાત આકાશપ્રદેશો રહેલા છે. એથી ખરી રીતે જોવા જઈએ તો સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાપ્રદેશો ઘણા (અસંખ્યગુણા) મળી આવે, આ રીતિએ સૃષ્ટપૃષ્ટ આકાશપ્રદેશો બે પ્રકારના થયા, એક સ્પર્શેલા અને બીજા નહિ સર્જેલા, બન્ને પ્રકારના આકાશપ્રદેશોમાંથી પ્રતિસમયે સૃષ્ટ અને અસ્પષ્ટ આકાશપ્રદેશને અપહરતાં જ્યારે તે પલ્ય જ્ઞાનીની દષ્ટિએ સૃષ્ટાસ્કૃષ્ટ બંને પ્રકારના આકાશપ્રદેશોથી નિઃશેષ થઈ જાય ત્યારે “સૂક્ષ્મક્ષેત્રપજ્યોપમ’ થાય છે.
જો કે અહીં વાલાોનાં અસંખ્યવાર ખંડ કરવાનું કંઈ પણ પ્રયોજન નથી કારણકે તે પ્રમાણે ખંડો કરવાથી પલ્યમાં વર્તતા આકાશપ્રદેશો વધવાના નથી, તેમ નહિ કરે તો કંઈ ઘટવાના નથી, પરંતુ પ્રવચનસારોદ્ધારવૃત્તિ વગેરે ગ્રંથોમાં જે કથનપદ્ધતિ સ્વીકારેલ છે, તેને જ હું પણ અનુસર્યો છું.
અહીં વાલાગ્ર ભરવાનું ઉપર જણાવ્યા પ્રમાણે તો કંઈ પણ પ્રયોજન નથી કારણકે આખા પલ્યમાં રહેલા સર્વ આકાશપ્રદેશોને એકંદરે તો કાઢવાના છે જ, છતાં વાલીગ્રોનાં અસંખ્યાતા ખંડ કરવા સાથે ભરવાનું શું કારણ? એ શંકાના સમાધાનમાં સમજવાનું જે દષ્ટિવાદ નામના બારમાં સૂત્રાંગમાં કેટલાંક દ્રવ્ય પ્રમાણો પૃષ્ટ આકાશપ્રદેશોથી, કેટલાંએક માત્ર અસ્કૃષ્ટ આકાશપ્રદેશ-પ્રમાણથી અને કેટલાંએક સૃષ્ટાસ્કૃષ્ટ આકાશપ્રદેશોથી એમ ત્રણ રીતિએ મપાતાં હોવાથી ત્રણે રીતિએ કાલનું માને સમજવા સારુ ઉક્ત “પ્રરૂપણા કરેલી છે.
પ્રશ્ન–એ પલ્યમાં રહેલાં વાલાઝો એવી રીતે નિબિડ ભરેલાં હોય છે કે ચક્રવર્તીનું સૈન્ય એકવાર કદાચ ચાલ્યું જાય તો પણ તે વાલાઝો જરા પણ દબાઈ શકે નહિ, ત્યારે એવા પલ્યમાં પણ અસ્કૃષ્ટ આકાશપ્રદેશો શું સંભવી શકે?
ઉત્તર– હા! પત્યમાં રહેલા રોમખંડો હોય તેવા ખીચોખીચ ભરેલાં હોય તો પણ તે રોમખંડ વસ્ત જ ઔદારિક વર્ગણાની હોવાથી એવી બાદર પરિણામવાળી છે કે જેનો સ્કંધ. એવા પ્રકારનો ઘન–પરિણામી હોઈ શકતો નથી કે જે સ્કંધ સ્વ-સ્થાનવર્સી આકાશપ્રદેશોમાં વ્યાવૃત્ત (વ્યાપ્ત) થઈ જાય, તેથી દરેક વાલાઝ અનેક છિદ્રવાળો છે. તે છિદ્રોમાં પણ આકાશપ્રદેશને અસ્કૃષ્ટ હોય છે. કોઈપણ ઔદારિકાદિ શરીર સ્કંધના અવયવો સર્વથા નિચ્છિદ્રકો થતા નથી, એ કારણથી પૃષ્ટ
૫૩. તે માટે જુઓ બૃહત્ સંગ્રહણી, અનુયોગ દ્વારસૂત્ર, પંચમ-કર્મગ્રન્ય વૃત્તિ વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org