________________
आ ग्रन्थरचना शाना आधारे करी छे ?
ભવ્યાત્માઓને ઉપકાર કરવો એ છે. (અર્થાત્ શુભ કર્મનો આશ્રવ અને અશુભ કર્મની નિર્જરારૂપ,) અને પરમ્પરપ્રયોજનમાં મોક્ષની પ્રાપ્તિ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે ઃ—
‘સર્વજ્ઞોવતોપવેશેન યઃ સત્ત્વાનામનુપ્રમ્ | રોતિ દુઃવતત્તાનાં, સ પ્રાનોવિચ્છિવમ્ ।।
અર્થ :— સંસારના ત્રિવિધ તાપથી તપેલા, દુઃખી થયેલા પ્રાણીઓને સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશ દ્વારા જે ઉપકાર કરે છે તે શીઘ્ર મોક્ષસુખને પામે છે.
હવે ગ્રંથનું શ્રવણ કરનાર શ્રોતાને અનન્તરપ્રયોજન દેવાદિ જીવોનાં આયુષ્ય વગેરેનું જાણપણું અને પરમ્પપ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. જે માટે કહ્યું છે કે :– 'सम्यग्भावपरिज्ञानाद्, विरक्ता भवतो जनाः । क्रियासक्ता अविघ्नेन, गच्छन्ति परमां गतिम् ॥' અર્થ જે વસ્તુ જે પ્રમાણે હોય તે વસ્તુનું તે પ્રમાણે જાણપણું થવાથી વિરક્ત થયેલા, અને સર્ ઝિયારત આત્માઓ નિરાબાધપણે પરમગતિ—મોક્ષને પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે આ ગ્રંથના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિ મહારાજાએ પણ સ્વ-૫૨પ્રયોજન આશ્રયી આ
ગ્રન્થની રચના કરી છે.
પ્રશ્ન ઃ— આ ગ્રંથરચના શ્રીમાન્ ચંદ્રસૂરિ મહારાજાએ સ્વબુદ્ધિ કલ્પનાથી કરી છે કે ભગવંતની દ્વાદશાંગીના સંબંધથી કરી છે ?
१३
ઉત્તર ઃ — સંબંધ બે પ્રકારનો છે. ઉપાય-પેય (ઉપાયોપેય) અને ગુરુપર્વન, એમાં આ ગ્રન્થ તે ‘ઉપાય’ અને તેમાં રહેલું સર્વપ્રકારનું તત્ત્વજ્ઞાન-રહસ્ય તે ‘પેય’ છે. બંનેના સહયોગથી ‘૩પાયોપેય’ સંબંધ સૂચવાય છે. બીજો પુરુષર્વમ તે અનંતજ્ઞાની પરમાત્મા મહાવીરદેવે દેવ, નારકી વગેરે જીવોનું આયુષ્ય, શરી૨પ્રમાણ ઇત્યાદિ કેવી રીતે ? કેટલું હોય છે? તે દેવ, મનુષ્યરૂપી બાર પર્ષદા સમક્ષ યોર્જનગામિની, સુધાસ્યન્દિની ધીર–ગંભીર વાણીદ્વારા અર્થરૂપે પ્રકાશ્યું, શ્રી સુધર્માસ્વામી વગેરે ગણધર ભગવંતોએ ૨૨ અર્થની દ્વાદશાંગીરૂપે સૂત્રરચના કરી. ત્યારપછી તેમની પરંપરામાં થયેલા શ્રીમાન્ આર્યશ્યામ મહારાજા વગેરે મહર્ષિઓએ એ અર્થનો પ્રજ્ઞાપનાદિ સૂત્ર—ગ્રન્થોમાં ઉદ્ધાર કર્યો, અને તેમાંથી સારસાર વસ્તુઓ ગ્રહણ કરી. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ સંગ્રહી ? ગ્રંથની રચના કરી. તે રચના વધુ ગાથા પ્રમાણના વિસ્તારવાળી હોવાથી બાળજીવોના બોધને અર્થે, તેમાંથી પણ સંક્ષેપ કરી શ્રીમાન્ ચંદ્રસૂરિ મહારાજાએ, આ અનુવાદ કરાતા સંગ્રહણીરત્ન ગ્રન્થની રચના કરેલી હોવાથી, આ ગ્રંથ પણ પરંપરાએ શ્રીભગવંતની દ્વાદશાંગીસ્વરૂપ સૂત્રરચના સાથે સંબંધ બતાવે છે. અર્થાત્ આ ગ્રંથ ભગવંતની દ્વાદશાંગીના આધારે રચાયેલો છે, પરંતુ સ્વમતિકલ્પનાથી રચાયેલ નથી, એમ સ્પષ્ટ થાય છે એટલે ગુરુપર્વમ—ગુરુની પરંપરારૂપ સંબંધ પણ આ ગ્રંથ રચવામાં બરાબર સચવાયેલો છે.
એ પ્રમાણે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ એ અનુબન્ધચતુષ્ટય કે જે ગ્રંથના પ્રારંભમાં અવશ્ય કહેવું જોઈએ તેનું દિગ્દર્શન કરાવ્યું. [૧]
૨૦. સૂત્ત મળહરરડ્યું.
૨૧. અત્યારે પણ તે વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org