________________
मंगल वगेरे अनुबंधचतुष्टय પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ ‘દૂષણને વર્જીને શુભ કાર્યમાં જ સર્વદા પ્રવૃત્તિ કરવી તે શિષ્ટાચાર ગણાય છે.”
શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પુરુષો પણ અમૃતરસઝરણી, વૈરાગ્યવાહિની, ભવ્યાત્માઓને સંસારસાગરમાંથી ઉત્તીર્ણ કરનારી સર્વવિરતિપ્રધાન દેશનારૂપ અમોઘ મેઘધારા વર્ષાવતાં પ્રારંભમાં જ “નમો તિથ્થસ' પદોચ્ચારણ કરે છે. આ પરમાત્માઓ સર્વજ્ઞપણું પામેલા છે, કોઈપણ પ્રકારનાં વિઘ્નોનો તેમને સંભવ હોતો જ નથી, એટલું જ નહિ પણ જેઓ ત્રિકાલજ્ઞાની હોવાની સાથે તે સર્વદર્શિપુરુષો શુભાશુભ સર્વ ભાવો જોઈ રહેલા હોય છે, આવા તદ્દભવમોક્ષગામી પરમાત્માઓ પણ ઉક્ત નમસ્કાર કરવારૂપ ભાવમંગલ વિધિનું આચરણ કરે છે, એમાં કારણ કોઈપણ હોય તો શિષ્ટાચારના પાલન સિવાય કશુંય નથી. આ શિષ્ટાચાર પાલન અનાદિસિદ્ધ છે, કારણકે અતીતકાળમાં થઈ ગયેલા અનંતા જ્ઞાનીઓ અને અનાગતકાળે થનારા અનંતા જિનેશ્વરદેવો, તે બધાય ઉક્ત શિષ્ટાચારનું પાલન અવશ્ય કરનારા છે, તો પછી છઘસ્થમહર્ષિ આત્માઓ તે જ જિનેશ્વરનાં મુખારવિંદમાંથી પ્રગટ થયેલી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ ત્રિપદી અને તે ઉપર રચાયેલ સારીએ દ્વાદશાંગીના આધારે ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસ્ત્રરચનાઓ કરે, અને તેવાં શુભ કાર્યમાં ઈષ્ટદેવાદિને નમસ્કાર કરવારૂપ મંગલ કરે, એમાં વિચારોને અવકાશ પણ શું હોય ? એથી જ આપણે જોઈ શકીશું કે પ્રાયઃ સકલસાધુશિરોમણિ શિષ્ટપુરુષોએ સિદ્ધાન્તાદિ તે તે ગ્રન્થોના પ્રારંભમાં ઠેકાણે ઠેકાણે મંગલાચરણરૂપ શિષ્ટાચારનું જે પાલન કર્યું છે તે એટલા જ માટે છે કે “શિષ્ટાચારનું પાલન એ શિષ્ટપણું પ્રાપ્ત કરવાનો હેતુ છે.” કહ્યું છે કે “શિકાનાં શિષ્ટત્વમા યતિ શિષ્ટમાનુપાત્તિના” અને તેથી જ તેઓનું શિષ્ટપણે પણ ઝળકી ઊઠે છે. “મહીનનો વેન તિઃ સ પાડ’ એ કથન મુજબ ઉત્તમ પુરુષો શિષ્ટપુરુષોના માર્ગનું આચરણ અવશ્યમેવ કરે છે. આ નિયમાનુસાર આ ગ્રન્થકર્તાએ પણ તેનું અનુકરણ કરેલું છે, કારણકે પુણ્યાત્માઓ ઈષ્ટદેવાદિને કરવામાં આવેલા નમસ્કારરૂપ નાવવડે સંસારસાગરનો તેિમજ કોઈપણ કાર્યનો સહેલાઈથી પાર પામી શકે છે. અરે ! આપણે નિરંતર આવશ્યક ક્રિયા કરતાં ભક્તિભાવપૂર્વક ઉચ્ચાર કરીએ છીએ કે – “इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।"
ભાવાર્થ – જિનેશ્વરોમાં વૃષભ સમાન એવા વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસમુદ્રમાંથી તારે છે, તો પછી સકલ અરિહંતાદિ દેવને કરેલો નમસ્કાર શું ફળ ન આપે ?
આથી જ નમસ્કાર કરનારા આત્માઓ વિનોની પરંપરાનો પાર પામે તે તો સહજ છે, કારણકે અરિહંતદેવને નમસ્કાર કરવારૂપ ભાવમંગલ તો ઇષ્ટકાર્યની સિદ્ધિને આપનારું છે, જે કથન સર્વમાન્ય ને સુપ્રસિદ્ધ છે, અને એથી જ તે મંગલ ગ્રન્થની આદિમાં મંગલરૂપે અવશ્ય કરાય છે. કહ્યું છે કે –
“ રૈવ શાસ્ત્રાવી, વાધ્યમિદાર્થસિદ્ધ ' અર્થ સુગમ છે. એ જ વાતને પુષ્ટ કરતાં ભગવાન જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજા પણ લખે છે કે – ते मंगलमादीए मज्झे पजंतए य सत्थस्स । पढमं सत्थत्थाविग्घपारगमणाय निद्दिद्धं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org