________________
संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह
ઉપરાંત હોઈ “આ વિષયની હજુ પણ સંક્ષિપ્ત રચના થાય તો બાલજીવોને વિશેષ લાભકારક થાય એ અભિપ્રાયથી દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય આ ચારેય ગતિના જીવોના આયુષ્ય, ભવન, અવગાહના, ગતિ, આગતિ વગેરે વિષયો ઉપર ૨૭૩ ગાથા પ્રમાણ “સંગ્રહણીરત્ન' આ નામે ગ્રન્થરચના કરી છે. જો કે શ્રી ભગવતીજી, શ્રી દંડક પ્રકરણ (લઘુસંગ્રહણી] વગેરે ગ્રન્થોની જેમ, આ ગ્રન્થમાં ચોવીશ દંડકનાં નામ લેવાપૂર્વક વ્યાખ્યા કરી નથી, પરંતુ દેવાદિક ચાર ગતિ આશ્રયીને આયુષ્ય, શરીરપ્રમાણ ઇત્યાદિ પ્રથમ ગાથામાં નિર્દિષ્ટ કરેલાં દ્વારોનું, ઘણી સરલ અને સુંદર, વ્યવસ્થિત અને આકર્ષક પદ્ધતિથી વર્ણન કર્યું છે.
હવે આ ગ્રન્થમાં કહેવાનો દ્વારોનું પ્રતિપાદન કરનારી ગાથા, પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ સાથે કહેવાય તે પહેલાં, મંગલ એટલે શું? મંગલ કરવાનું શું પ્રયોજન ? મંગલના પ્રકાર કેટલાં? તે સંબંધી સંક્ષિપ્ત સ્વરૂપ જાણવું ઉચિત માની અહીં આપવામાં આવે છે.
|| મંત્તર વરવાનું પ્રયોનન વોર || આ ગૈલોક્યદીપિકા અપનામ બૃહત્ સંગ્રહણી સૂત્રના કત બારમી સદીમાં થયેલા પરમ
કારુણિક શ્રીમાનું મલધારગચ્છીય શ્રીમાનું ચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સકલ૨. માછીવાર પાન શાસ્ત્રના નિચન્દ્ર વા નવનીતરૂપ આ ગ્રન્થને રચતાં પ્રારંભમાં જ નહિ રિહંત’ એ પદથી અરિહંતને અને “મારૂં શબ્દથી સિદ્ધ-આચાર્યાદિ પરમપુરુષોને નમસ્કાર કર્યો છે. નમસ્કાર કરવાનું પ્રયોજન શું? એ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું કે આપ્તપુરુષો કોઈપણ ગ્રન્થના પ્રારંભમાં ભાવમંગલ અવશ્ય કરે છે, અને તે ભાવમંગલ મુખ્યત્વે ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ છે. એથી ભારતીય પ્રાચીન પરંપરા મુજબ પૂવપરથી ચાલ્યો આવતો જે શિષ્ટાચાર તેનું પાલન પણ સચવાય છે. શિષ્ટાચાર એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે – शिष्टानामयमाचारो, यत्ते संत्यज्य दूषणम् । निरन्तरं प्रवर्तन्ते, शुभ एव प्रयोजने ।।
ભાવાર્થ – “શિષ્ટપુરુષોનો એ આચાર છે કે તેઓ દૂષણને તજીને સત્ કાર્યમાં જ નિરંતર
૧. યદ્યપિ જંબુદ્વીપસંગ્રહણીને વર્તમાનમાં લઘુસંગ્રહણી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે સંગ્રહણીમાં જંબૂદ્વીપનું જ વર્ણન આવતું હોવાથી ‘જબૂદ્વીપસંગ્રહણી’ એ નામ તે ગ્રંથનું ઉચિત છે. જ્યારે ‘દડકપ્રકરણ'ને લધુસંગ્રહણી કહેવામાં કશી બાધા જણાતી નથી, કારણકે બૃહત્ સંગ્રહણીમાં જે વિષય વિશેષ કરીને વર્ણવવામાં આવ્યો છે, તે જ વિષયને સંક્ષેપથી સુગમતા માટે ચોવીશ દંડકની અપેક્ષા રાખી તે ગ્રન્થમાં વર્ણવ્યો છે. વધુમાં શ્રી દંડકપ્રકરણની ગાથામાં આવતું “સંવિત્તયરીનો રૂHT' એ પદ પણ દેડકપ્રકરણને ‘લઘુસંગ્રહણી' કહેવામાં વિશેષ પુષ્ટિ કરતું હોય તેમ સ્પષ્ટ દેખાય છે. વળી શ્રી દેડકપ્રકરણના વૃત્તિકાર મહર્ષિ શ્રી રૂપચંદ્રમુનિના પ્રારંભના"प्रणम्य परया भक्त्या, जिनेन्द्रचरणाम्बुजं । लघुसंग्रहणीटीका, करिष्येऽहं मुदा वराम् ।।१।।"
આ શ્લોકથી દંડકનું અસલ નામ ‘લઘુસંગ્રહણી’ હતું તે સ્પષ્ટ થઈ જાય છે. કેટલાક આચાર્યો આ પ્રકરણને “શ્રીવિવાષત્રિશા'ના નામથી પણ સંબોધે છે.
२. मंगलशब्दस्य कोऽर्थ :- पूर्णतां मङ्गति “गच्छति-गमयति वा" (मङ्गेरलच्-सूत्रात्-पा० उ पञ्चमपादे चरमसूत्रम्)। मंगति दुरदृष्टमनेन अस्माद् वेति मंगलम् अथवा मङ्गं धर्मं लातीति मङ्गलम्, धर्मोपादानहेतुः अथवा मां गालयति पापादिति મફત્તશાઈઃ || આ પ્રમાણે મંગલ શબ્દની અનેક રીતે સિદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org