SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૯ ] fofs of ખોટી બતાવીને જૈનોનાં શાસ્ત્રો ખોટાં છે એમ જાહેર કરીને જૈનશાસ્ત્રોની હાંસી ઉડાવવા માંગે છે પણ આ એમની ધારણા સર્વથા સાચી ન હતી. ઇસુનો અને ઇસુના ધર્મનો મહિમા વધારવા તેઓ આપણી માન્યતાઓને ખોટી પાડી રહ્યા છે. એ વાત ત્યારે જ યથાર્થ લાગે કે ઇસુની માન્યતા બધી જ રીતે આપણાથી જુદી હોય. બાઇબલમાં ઇસુએ આ પૃથ્વીને સ્થિર કહી છે. વળી ગોળાકારે છે એમ કહ્યું નથી તો ઇસુના જ અનુયાયીઓ પોતાના જ ઇશ્વર ઇસુની માન્યતાઓ સામે અવાજ ઊઠાવે અને માન્યતા વિરૂદ્ધ લખે તે કેમ બને ? પણ વિજ્ઞાન આંખે કે દૂરબીનથી દેખાતી પ્રત્યક્ષ વસ્તુને જ સાચું માને છે, એટલે વિજ્ઞાન વિજ્ઞાનની રીતે જ વાત કરે તે સ્વાભાવિક છે. વળી આપણે ત્યાં થોડાં વરસો પહેલાં આપણા નાનકડા સમાજના થોડા અભ્યાસીઓના મનમાં જાહેરમાં લખાતાં લેખો અને પુસ્તકો દ્વારા એવી એક હવા ઊભી થઇ હતી કે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે અને આ માન્યતા પશ્ચિમના વૈજ્ઞાનિકોની છે. ભારતમાં ૨૦૦૦ વર્ષમાં કોઇએ પણ આવી માન્યતા જણાવી નથી એમ જ સમજતા હતા પરંતુ સમય જતાં ભારતના વૈજ્ઞાનિકોએ રચેલાં પુસ્તકો પ્રગટ થયાં અને તેનું વાંચન વધતાં એના અભ્યાસીઓને નવો ખ્યાલ મલ્યો કે આપણા વૈજ્ઞાનિક આર્યભટ્ટે તો પંદ૨સો વરસ પહેલાં જ પોતાના ગ્રન્થમાં જણાવ્યું છે કે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે. આથી એક વાતની અતિસ્પષ્ટતા થઇ ગઈ કે પૃથ્વી ગોળ છે અને સ્થિર નથી એટલે તે ફરે છે તે માન્યતાનો (પ્રાચીનકાળમાં પશ્ચિમની આ માન્યતા હતી કે નહિ તે હું નક્કી કરી શક્યો નથી) જન્મ આપણા દેશના જ વૈજ્ઞાનિકે આપ્યો હતો. ત્યારપછી દશમી શતાબ્દીમાં આચારાંગ નામના જૈનશાસ્ત્રના ટીકાકાર પૂ. શીલાંક નામના આચાર્યશ્રીએ ટીકાની અંદર એ વખતે જનતામાં પ્રસરેલી-ચાલતી અન્યની માન્યતાની નોંધ લેતાં—“મૂનોનઃ રેષાંચિત્ મતેન નિત્યં રનોવાસ્તે, ગાવિત્યસ્તુ વ્યસ્થિત ' પૃથ્વી ગોળ છે અને સૂર્ય સ્થિર છે એવો મત નોંધ્યો છે. જે વાત આ જ ગ્રન્થની પ્રસ્તાવનાના ૫૪માં પેજમાં જણાવી છે. પૃથ્વી ગોળ છે, તે ફરે છે અને સૂર્યાદિ ગ્રહો સ્થિર છે. આવો મત પણ પંદરમી શતાબ્દીમાં (સં. ૧૫૬૪-૧૬૪૨ સમય દરમિયાન) થયેલા અંગ્રેજ વૈજ્ઞાનિક ગેલેલિયોએ જાહેર કરેલો. તે પહેલાં ૬૦૦ વર્ષ ઉપર શીલાંકાચાર્યજીએ પ્રસ્તુત માન્યતા જણાવેલી. હવે આર્યભટ્ટની પહેલાં આવી માન્યતા હતી કે કેમ ? હતી તો ક્યારે હતી ? એ વાંચવા કે જાણવા મળ્યું નથી. શીલાંકાચાર્યજીએ તે વખતે પ્રચલિત બનેલી આર્યભટ્ટની માન્યતાને ખ્યાલમાં રાખીને શું આ ઉલ્લેખ કર્યો હશે ? શીલાંકાચાર્યજીએ બીજો મત રજૂ તો કર્યો પણ એ મત સાચો છે કે ખોટો એ અંગે તેઓશ્રીએ ત્યાં કશી નુકતેચીની (સંકેત) કરી નથી. આ બાબત જૈનશાસ્ત્રોની માન્યતાથી સર્વથા વિપરીત હોવા છતાં તેઓએ આ વાત વિચારણીય છે કે આ વાત ઉચિત નથી એવું પણ જણાવ્યું નથી. ત્યારે આપણા મનને પ્રશ્ન થાય કે આમ કેમ ? જૈન જ્યોતિષચક્ર આકાશમાં કેવી રીતે છે ? તે. જૈનશાસ્ત્રોની માન્યતા પ્રમાણે જ્યોતિષચક્ર આપણે અત્યારે જે ધરતી ઉપર રહ્યા છીએ, તે ધરતીની નીચે થોડાં માઇલ દૂર આકાશી પદાર્થોનું દૂરવર્તીપણું કેટલું તે નક્કી કરવા માટે શાસ્ત્રમાં ‘સમભૂતલા પૃથ્વી’નું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy