________________
તિયની ભવસ્થિતિ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
૪૧ હજાર વર્ષનું, મણસીલ તથા પારાનું સોળ હજાર વર્ષનું, પથ્થરના ગાંગડાનું અઢાર હજાર વર્ષ અને શિલાઓનું બાવીશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૫).
गब्भभुअजलयरोभय, गब्भोरग पुवकोडि उक्कोसा ।
गन्भचउप्पयपक्खिसु, तिपलिअपलिआअसंखंसो॥२८६॥
ગર્ભજ ભુજપરિસર્પ, સંમૂછિમ-ગર્ભજ બન્ને પ્રકારના જલચર અને ગર્ભજ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું છે. ગર્ભજ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને ગર્ભજ ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૨૮૬)
पुबस्स उ परिमाणं, सयरि खलु वासकोडिलक्खाओ ।
छप्पन्नं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं ॥२७॥ સીતેરલાખ ક્રોડ અને છપ્પન હજાર કોડ (૭૦૫૬૦000000000) વર્ષનું એક પૂર્ણ થાય છે. (૨૮૭)
सम्मुच्छिंपणिंदिअथलखहयरुरगभुअग जिठिइ कमसो । वाससहस्सा चुलसी, बिसत्तरि तिपण्ण बायाला ॥२८॥
સંમૂચ્છિમ સ્થલચરની ઉત્કૃષ્ટ ૮૪000 વર્ષ આયુષ્યસ્થિતિ, સંમૂચ્છિમખેચરની ૭૨૦૦૦ વર્ષ, સંમૂચ્છિમ ઉરપરિસર્પની પ૩૦૦૦ વર્ષ અને સંમૂચ્છિમ ભુજપરિસર્પની ૪૨000 વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ છે. [સંમૂચ્છિમ જલચરની પૂર્વોડ પ્રમાણ સ્થિતિ પ્રથમ કહી છે.] (૨૮૮)
एसा पुढवाईणं, भवट्टिई संपयं तु कायट्टिई । રવિવું તેયા, ગોળગો રોઝા રદ્દ ताउ वणम्मि अणंता, संखिज्जा वाससहस विगलेसु ।
पंचिंदितिरिनरेसु, सत्तट्ठभवा उ उक्कोसा ॥२६॥
આ સ્થિતિ જે કહી તે પૃથ્વીકાય વગેરેની ભવસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છેઃ–પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર એકેન્દ્રિયોને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વનસ્પતિકાયમાં અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વિકસેન્દ્રિયમાં સંખ્યાતા હજાર વર્ષ અને પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવ જેટલી છે. (૨૮૯-૨૯૦)
सव्वेसिपि जहन्ना, अंतमुहत्तं भवे अ काए य । जोअणसहस्समहिअं, एगिदिअदेहमुक्कोसं ॥२६॥ बितिचउरिदिसरीरं, बारसजोअणतिकोसचउकोसं । जोयणसहस पणिंदिअ, ओहे वोच्छं विसेसं तु ॥२६२॥
એન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ તિર્યંચોની જઘન્ય ભવસ્થિતિ [આયુષ્ય અને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. એકેન્દ્રિયનું શરીર ઉત્કૃષ્ટથી હજાર યોજનથી કંઈક અધિક મોટું છે, બેઇન્દ્રિયનું બાર યોજનાનું, તે ઇન્દ્રિયનું ત્રણ ગાઉનું, ચઉરિદ્રિયનું એક યોજન ચાર ગાઉનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. પંચેન્દ્રિયનું એક હજાર યોજનનું છે. આ સામાન્યથી વાત કહી, તેમાં જે કાંઈ વિશેષ છે તે આગળ કહેવાય છે. (૨૯૧–૨૯૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org