SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર भाष्यम् - यथा वा सङ्ख्यानाचार्यः करण लाघवार्थं गुणकारभागहाराभ्यां राशिं छेदादेवापवर्तयति, न च सङ्ख्येयस्यार्थस्याभावो भवति, तद्वदुपक्रमाभिहतो मरणसमुद्घातदुःखार्त्त कर्मप्रत्ययमनाभोगयोगपूर्वकं करणविशेषमुत्पाद्य फलोपभोगलाघवार्थं कर्मापवर्तयति, न चास्य फलाभाव इति । किंचान्यत् કર અર્થ- અથવા, જેવી રીતે ગણિતજ્ઞ ટૂંકી રીતે જવાબ લાવવા માટે ગુણાકાર, ભાગાકાર તથા રકમને છેદ આપવા પૂર્વક દાખલો ટૂંકાવી નાંખે છે. પરંતુ સંખ્યાને યોગ્ય પદાર્થનો અભાવ હોતો નથી (ફેર હોતો નથી) તેવી રીતે ઉપક્રમથી મરણ સમુદ્દાતના દુ:ખથી પીડાયેલો કર્મનિમિત્તે અનાભોગ યોગપૂર્વક કરણવિશેષ ઉત્પન્ન કરીને કર્મને ઘટાડે છે. પરન્તુ આના ફળનો અભાવ નથી. (જેમ ગણિતજ્ઞ છેદ ઉડાવીને મોટા દાખલાનો જવાબ લઘુતાથી સાચો લાવે છે. તેમ સમુદ્ઘાતથી કર્મફળ ભોગવ્યા વિના કર્મંદલ બધુ ભોગવી લે છે.) વળી બીજું... અધ્યાય – ૨ भाष्यम् - यथा वा धौतपटो जलार्द्र एव संहतश्चिरेण शोषमुपयाति, स एव च वितानित: सूर्यरश्मिवाय्वभिहतः क्षिप्रं शोषमुपयाति, न च संहते तस्मिन्नभूतस्नेहागमो, नापि वितानिते - ऽकृत्स्नशोषः, तद्वद्यथोक्तनिमित्तापवर्तनैः कर्मणः क्षिप्रं फलोपभोगो भवति, न च कृतप्रणाशाकृताभ्यागमाफल्यानि કૃતિ ખરા અર્થ- અથવા, જેમ ધોયેલું ભીનુંવસ્ત્ર ભેગું (ઘડી) કરેલું હોય તો લાંબાકાળે સુકાય છે. અને તે જ (વસ્ત્ર ને) પહોળું કર્યું હોય તો સૂર્યના કિરણો તેમજ વાયુથી (ભીનાશ) પ્રહત થયેલ (વસ્ત્ર) જલ્દી સૂકાઈ જાય છે. પરન્તુ અહીં ભેગા કરેલ વસ્ત્રમાં નવું પાણી નથી આવતું કે પહોળા કરેલ વસ્ત્રમાં સમસ્ત પાણીનો શોષ થતો નથી. તે પ્રમાણે જેમ પૂર્વે કહ્યા છે તે નિમિત્તોવાળા અપવર્તનોથી કર્મોનું ફ્ળ જલ્દી ભોગવાઈ જાય. એમાં ન તો કૃતનો નાશ કે ન તો અમૃત આગમ છે. કે કર્મનું ફળ નિષ્ફળ (પણ) નથી. પર।। * ઉપસંહાર * જીવ તત્ત્વની વિચારણા જીવનમાં અત્યંત કામયાબ છે. તેથી જ તો જણાય છે કે પૂ. ઉમાસ્વાતિજી ભગવંતે ચાર-ચાર અધ્યાયમાં જીવ સંબંધિ વિશેષ સમજૂતિ સમાયેલી છે. આ બીજા અધ્યાયમાં જીવના ભાવોનું સ્વરૂપ, ભાવોના ભેદો, જીવનું સ્વરૂપલક્ષણ, તેનાભેદ, જીવોના ભેદો, ઈન્દ્રિયોનું વિશેષતયા વર્ણન, પરભવ પ્રાપ્તિની સુક્ષ્મતમ પદ્ધતિ, જીવનો વિભિન્ન જન્મોના પ્રકારો, યોનિના પ્રકારો, શરીરની સૂક્ષ્મતા-સ્થૂલતાનું અદ્ભૂત રહસ્ય, શરીરસંયોગોનું ઓછાવત્તાપણું, શરીરનું કાર્ય, સંસારી જીવોની ત્રણ લિંગમાં વહેંચણી અને અંતે અપવર્તનીય-અનપવર્તનીય– સોપકમી-નિરુપક્રમી આયુષ્યનું સવિસ્તર વર્ણન કરી આ અઘ્યાય પૂર્ણ કર્યો છે. બે અધ્યાય મળી કુલ સૂત્ર ૮૭ થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy